હિના ખાનથી લઇને આ અભિનેત્રીઓ હવે કરી રહી છે કંઇક આવું, ટેલિવૂડની દુનિયાને કહી દીધું BYE-BYE

હિના ખાન, અંકિતા લોખંડે, મૌની રોય વગેરે અનેક અભિનેત્રીઓ એવી છે જેમને પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત ટીવી સિરિયલથી કરી. પોતાની શાનદાર એક્ટિંગ અને સુંદરતાથી એમને દર્શકોનું દિલ જીતી લીધું હતું. ટીવી ઇન્ડસ્ટ્રીમાં નામ મેળવ્યા પછી આ અભિનેત્રીઓ બૉલીવુડ અને વેબ સિરીઝમાં પગ મુકવાનો નિર્ણય લઈ ચુકી છે. હવે આ અભિનેત્રીઓ મોટા પડદા અને વેબ સીરીઝ પર પોતાના હુસનનો જલવો વિખેરવા માટે તૈયાર છે. આજે અમે તમને ટીવીની એવી અભિનેત્રીઓ વિશે જણાવીશું.

મૌની રોય.

image source

આજે મૌની રોય ટીવીમાં જ નહીં બોલીવુડમાં પણ પોતાની સારી એવી ઓળખ બનાવી ચુકી છે. મૌની રોયે નાના પડદાની લોકપ્રિય સિરિયલ કસ્તુરી, દેવો કે દેવ મહાદેવ અને નાગીનમાં પોતાની શાનદાર એક્ટિંગથી બધાનું દિલ જીતી લીધું છે. ટીવીમા સફળ થયા પછી મૌની રોયે બૉલીવુડ તરફનો રસ્તો પકડ્યો છે. એમની પહેલી ફિલ્મ ગોલ્ડ હતી જેમાં એમની ઓપઝીટ અક્ષય કુમાર હતા. આ  ફિલ્મમાં એમના રોલના ફેન્સે ખૂબ જ વખાણ કર્યા. એ પછી એ રોમિયો અકબર વોલ્ટર, મેડ ઇન ચાઈના અને લંડન કોન્ફિડેશિયલમાં દેખાઈ ચુકી છે. એમની આવનારી ફિલ્મ બ્રહ્માસ્ત્ર છે જેમાં એમની સાથે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર છે.

હિના ખાન

image source

ટીવી એક્ટ્રેસ હિના ખાનને આજે કોઈ ઓળખાણની જરૂર નથી. એમને પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત યે રિશ્તા ક્યાં કહેલાતા હેથી કરી હતી પણ હિના ખાન હવે ટીવીને અલવિદા કહી ચુકી છે. એમને એક ઇન્ટરવ્યૂમાં આ વાતનો ખુલાસો કર્યો છે કે હવે એ ટીવી સીરિયલ્સ પર પોતાનું ધ્યાન રાખવા કરતક ફિલ્મો પર ફોકસ કરો. એ જ કારણે ઘર ઘરમાં જાણીતી બનેલી હિના ખાને સુપર હિટ ટીવી શો નાગીન 5 વચ્ચે જ છોડી દીધી. હિના ખાનની પહેલી ફિલ્મ હેકડ હતી જેમાં એમને હિરોઇન તરીકે કામ કર્યું હતું. સાઇબર ક્રાઈમ પર આધારિત આ ફિલ્મના નિર્દેશક વિક્રમ ભટ્ટ છે. હિના ખાનની હવે પછીની ફિલ્મ વિશલિસ્ટ છે જે હવે રિલીઝ થવાની છે. વિશલિસ્ટને એમને પોતાના બોયફ્રેન્ડ સાથે મળીને પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મને લઈને હિના ખૂબ જ એક્સાઇટેડ છે.

અંકિતા લોખંડે.

Ankita lokhande
image source

ઝી ટીવી પર પ્રસારિત થતી એકતા કપૂરની પોપ્યુલર સિરિયલ પવિત્ર રિશ્તાથી અંકિતા લોખંડેએ પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. અંકિતા હવે ફિલ્મોમાં એક્ટિવ છે. અંકિતાની પહેલી ફિલ્મ મણિકર્ણીકા હતી જેમાં એ કંગના રનૌત સાથે સ્પોર્ટિંગ રોલમાં દેખાઈ હતી. એ પછી અંકિતા ટાઇગર શ્રોફ, રિતેશ દેશમુખ અને શ્રદ્ધા કપૂર સ્ટારર ફિલ્મ બાગી 3માં દેખાઈ હતી.

સરગુન મહેતા.

image source

સિરિયલ 12/24 કરોલ બાગ અને બાલિકા વધુથી લોકપ્રિયતા મેળવનાર સરગુન મહેતા ટીવીની સક્સેસફુલ અભિનેત્રીઓમાંથી એક છે. ટીવી સિરિયલ સિવાય સરગુન પંજાબી ફિલ્મોમાં એક્ટિંગ કરે છે. એમની ઘણી પંજાબી ફિલ્મો સુપર હિટ રહી છે. સરગુન પંજાબી ફિલ્મોની સુપરસ્ટાર માનવામાં આવે છે. હાલમાં જ એમનું એક ગીત તીતલિયા રિલીઝ થયું છે એ પણ બ્લોકબસ્ટર રહ્યું.

રાધિકા મદન.

Radhika Madan
image source

પોતાના પહેલા શો મેરી આશીકી તુમસે હીમાં રાધિકા ઘર ઘરમાં પોતાની ઓળખ બનાવી ચુકી હતી. હિના ખાન અને અંકિતા લોખંડેની જેમ હવે રાધિકા મદને પણ નાના પડદાને બાય બાય કહી ચુકી છે. રાધિકાની પહેલી ફિલ્મ અંગ્રેજી મીડીયમ હતી જેમાં એ ઈરફાન ખાન સાથે દેખાઈ હતી.

આશા નેગી.

image source

એક્ટ્રેસ આશા નેગીએ પણ ટીવીની દુનિયામાં પવિત્ર રિશ્તાથી પગ મૂક્યો હતો. એ પછી આશા નેગી એકટર ઋત્વિક ધનજાની સાથે થયેલા બ્રેકઅપની ખબરથી ચર્ચામાં રહી હતી. હવે સાંભળવામાં આવ્યું છે કે આશા ટીવી શોની જગ્યાએ વેબ સીરિઝમાં દેખાશે. એ પણ હિના અને અંકિતાની જેમ હવે ફિલ્મોમાં દેખાશે.

સંજીદા શેખ.

Sanjeeda Sheikh
image source

સંજીદા શેખે સીરિયલ ક્યાં હોગા નિમ્મો કા થી ટેલિવિઝનની દુનિયામાં એન્ટ્રી કરી હતી. એ પછી એ કયામત, ક્યાં દિલ મેં હે, પિયા કા ઘર પ્યારા લાગે અને બદલતે રિશ્તો કી દાસ્તાન વગેરે સીરિયલમાં સંજીદા શેખે કામ કર્યું છે અને દર્શકોએ એમને ખૂબ પસંદ પણ કર્યા છે. બીજી અભિનેત્રીઓની જેમ સંજીદાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી દેવાનો નિર્ણય લીધો છે અને હવે એ ફિલ્મોમાં હાથ અજમાવવા જઇ રહી છે. સંજીદાની પહેલી ફિલ્મ બાગબાન હતી. એ પછી સંજીદા ફિલ્મોમાં દેખાઈ નથી. ખબરો અનુસાર 2021માં ફિલ્મ કાલી કુહી અને કૂન ફાયા ફુનમાં દેખાયા હશે.

રિતાશા રાઠોર.

image source

બઢો બહુ ફેમ રિતાશા રાઠોરે પણ ટીવીને અલવિદા કહી દીધું છે. હવે એ ફ્રીલાન્સ એકટર અને હોસ્ટનું કામ કરી રહી છે.‘

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!