જાણો તમે પણ આ બીમારી વિશે, જે ઓળખાય છે શાહી બીમારીના નામથી

બ્રિટનની મહારાણી વિક્ટોરિયાને તો સૌ કોઈ ઓળખે છે. જે તે સમયે તેણે વિશ્વના એક ચતુર્થ ભાગના વિસ્તાર પર એટલે કે લગભગ 40 કરોડથી પણ વધુ લોકો પર શાસન કર્યું હતું. તેના શાસન દરમિયાન (1837 – 1901) દરમિયાન જ બ્રિટન એક વિશ્વ મહાસત્તા તરીકે ઉભરી આવ્યું હતું.

image source

આ કારણો સિવાય પણ અન્ય એક ખાસ કારણે પણ બ્રિટનની આ મહારાણી વિક્ટોરિયાને યાદ કરવામાં આવે છે અને તે કારણ છે એક જીવલેણ રોગ. કહેવાય છે કે તે ખતરનાક અને જીવલેણ બીમારીનો પહેલો શિકાર મહારાણી વિક્ટોરિયા જ બની હતી અને ત્યારબાદ આ રોગને ” રોયલ ડીઝીઝ ” એટલે કે શાહી બીમારીના નામથી પ્રખ્યાત થયો.

અસલમાં મહારાણી વિક્ટોરિયા હીમોફીલિયાનો શિકાર બની હતી. અને આ બીમારી તરફ ત્યારે ધ્યાન દેવાયું જયારે શાહી પરિવારના અન્ય સદસ્યો પણ એક પછી એક આ બીમારીનો શિકાર બનવા લાગ્યા. શાહી પરિવારના અનેક લોકોને થવાના કારણે જ આ રોગને શાહી બીમારીનું નામ મળ્યું.

image source

મહારાણી વિક્ટોરિયાની બે પુત્રીઓ અને એક પુત્રને પણ આ બીમારી થઇ હતી. અને તેના કારણે જ તેના એક પુત્ર પ્રિન્સ લિયોપોલ્ડનું મૃત્યુ એક દુર્ઘટના દરમિયાન લોહી વહેવાને કારણે થયું હતું. તે સમયે પ્રિન્સની ઉંમર ફક્ત 30 વર્ષ હતી. બાદમાં જયારે મહારાણી વિક્ટોરિયાની બન્ને પુત્રીઓના લગ્ન અલગ અલગ દેશોના રાજાઓ સાથે થઇ ત્યારે આ બીમારી વારસાગત રીતે અન્ય દેશોમાં પણ ફેલાઈ. આજે પણ અનેક દેશો હીમોફીલિયા બીમારીથી ગ્રસ્ત છે.

image source

ઉલ્લેખનીય છે કે હીમોફીલિયા એક વારસાગત રોગ છે અને તેમાં રોગગ્રસ્ત વ્યક્તિની શરીરનું બહાર વહેતુ લોહી જામી નથી જતું અને સતત વહેતુ જ રહે છે. આ બીમારી કોઈ ઊંડો ઘા લાગે ત્યારે અથવા જ્યારે કોઈ દુર્ઘટના થાય ત્યારે લોહી વહેવા લાગે તો જીવલેણ સાબિત થઇ શકે છે કારણ કે તેમાં વહેતુ લોહી જલ્દી બંધ નથી કરી શકાતું. નિષ્ણાંતોના મત અનુસાર આ રોગ થવાનું કારણ લોહીમાં પ્રોટીનની ઉણપ છે. આ પ્રકારની ઉણપને ” ક્લોટિંગ ફેક્ટર ” પણ કહેવામાં આવે છે. આ પ્રોટીનની ખાસિયત એ છે કે તે શરીરમાંથી જયારે લોહી બહાર વહેવા લાગે છે ત્યારે તેને જમાવી દઈ વહેતુ બંધ કરી શકે છે.

image source

સામાન્ય રીતે આ પ્રકારની બીમારી પુરુષોમાં જ જોવા મળે છે પરંતુ તેનો ફેલાવો મહિલાઓ દ્વારા થાય છે. વિશેષજ્ઞોના મત મુજબ આ બીમારી પેઢીઓ સુધી વારસાગત ચાલતી રહે છે. જો કે આ રોગના રોગીઓ આપણા ભારત દેશમાં બહુ ઓછા છે. આ રોગ પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તે અર્થે દર વર્ષે 17 એપ્રિલે વિશ્વ હીમોફીલિયા દિવસ પણ ઉજવવામાં આવે છે.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત