જાણો તમે પણ રેતીના વાવાઝોડા વિશે, જે આવી પહોંચ્યુ છે અહિંયા, ઘણા ખરા દેશોના ઢાંકી દીધા આકાશ

8000 કિલોમીટર દુર સુધી આવી પહોચ્યું છે આ રેતીનું વાવાઝોડું, દિવસમાં પણ સૂર્યને જોઈ શકવો મુશ્કેલ બની રહ્યો છે.

image source

વાસ્તવમાં 2019ના વર્ષમાં આવેલા કોરોના પછી સતત વિશ્વ પર કોઈને કોઈ પ્રકારે મુશ્કેલીઓ આવતી જઈ રહી છે. પહેલા કોરોના, પછી અન્ફાન, નિસર્ગ, ભૂકંપ અને હવે રેતનું વંટોળ. આ ખબર સહારાના રણ વિશે છે. મળતી માહિતી મુજબ સહારાના રણથી ઉડીને આવનારી રેત આસપાસના કેટલાક દેશોનાં આકાશને ઢાંકી રહી છે અને 8000 કિલોમીટર દુર સુધી છેક અમેરિકાના પ્યુરતો રિકો અને સૈન જુઆન સુધી આવી પહોચી છે. જો કે અત્યારે આ રેતીની વંટોળમાં રહેલી હવા સાથે વિસ્તરવાની આશંકાઓ દર્શાવવામાં આવી રહી છે.

કેટલાય દેશોના આકાશ ઢાંકી દીધા

હાલમાં કોરોના સામે લડી રહેલી દુનિયા પરથી મુશ્કેલીઓ જરાય ઓછું થવાનું નામ નથી લઇ રહી. મળતી માહિતી મુજબ કેરિબિયન દેશોમાં કેટલાય દિવસથી સુરજ પણ જોવા મળ્યો નથી, જો કે આ હાલ હવે અમેરિકાનો પણ થવા જઈ રહ્યો છે. સહારાના રણમાંથી ઉડીને આવેલી રેતીએ કેટલાય દેશોના આકાશને ઢાંકી દીધા છે. એટલું જ ઓછું હોય એમ આ રેત ઉડીને હવે છેક 8000 કિલોમીટર દુર એટલે કે અમેરિકા સુધી આવી પહોચી છે. જો કે સૌથી મોટી સમસ્યા અત્યારે એ છે કે વંટોળમાં રહેવા પવન સાથે આ રેત પણ વિસ્તાર પામી રહી છે.

‘સહારન ડસ્ટ’ તરીકે ઓળખાય છે

image source

આપને જણાવી દઈએ કે રેતીના વંટોળ તરીકે આવતા આ વાવાઝોડાને ‘સહારન ડસ્ટ’ના નામથી ઓળખવામાં આવે છે. આ રેત સામાન્ય રીતે રેતીના વાવાઝોડા જેવી જ હોય છે. મીડિયામાં આવેલા અહેવાલ મુજબ આ રેતીના કણ અનેક ઘણા સુક્ષ્મ હોય છે, આ રેત ૩ હજારથી ૭ હાજર ફૂટની ઉંચાઈ પર વહેતા પવન સાથે ઉડે છે. જો કે એક પ્રકારે જોતા આ વાદળોની જેમ જ દેખાય છે, પણ વાસ્તવમાં આ સહરાની રણની રેતી જ હોય છે. કેરીબીયન દેશોમાં તો પાછલા ઘણા દિવસથી રેતે પુરા આકાશને ઢાંકી દીધું છે. જો કે હવામાન ખાતાના નિષ્ણાતોએ જણાવ્યું છે કે આ દેશોમાં સ્થિતિ આથી વધારે ગંભીર સ્વરૂપ પણ ધારણ કરી શકે છે.

50 વર્ષમાં એક વાર જોવા મળે છે

image source

આ વંટોળ અને મીડિયા સાથેની વાતચીતમાં પ્યુરતો રિકો વિશ્વવિદ્યાલયના મોસમ વૈજ્ઞાનિક ઓલ્ગા મયોલે જણાવ્યું હતું કે આ ઘટના ઐતિહાસિક કહી શકાય છે. આવી ઘટના લગભગ પચાસ વર્ષમાં એક જ વાર જોવા મળે છે. જો કે કેરિબિયન દેશોમાં હવાની ગુણવત્તા અત્યંત ખરાબ સ્થિતિમાં પહોચી ગઈ છે. એમણે વધુમાં એમ પણ કહ્યું કે આ વસ્તુ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે કે આટલી વધુ માત્રામાં રેત હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને છેક અમેરિકા સુધી પહોચવાની છે.

સ્વાસ્થ્યની દ્રષ્ટીએ નુકશાનકારક

બીજી બાજુ NERCની મોસમ વૈજ્ઞાનિક કલેયર રાઈડરે જણાવ્યું હતું કે સામાન્ય રીતે દર વર્ષે આવું એકાદ વંટોળ સહારાના રણમાંથી ઉદભવે છે અને સમુદ્ર પાર કરતા સમયે જ વરસાદના કારણે સમી જાય છે. એમણે કહ્યું હતું કે અમેરિકા સુધી તો માંડ માંડ ૪ ટકા જેટલુ જ પહોચી શકતું હશે. જો કે રાઈડરે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે આફ્રિકામાં સતત આવેલા વાવાઝોડાના કારણે આ રેતીના વંટોળને ઘણી સહાય મળી છે.

image source

આ દરમિયાન જ આ વખતે આ વંટોળે 8000 કિલોમીટરથી વધુનો માર્ગ પાર કર્યો છે. હવામાં રેતીનું પ્રમાણ સામાન્ય કરતા અનેક ઘણું હોય છે જે સ્વાસ્થ્યની દ્રષ્ટીએ ઘણું નુકશાનકારક છે. એમણે જણાવ્યું હતું કે હાલમાં કેરેબીયન જેવા દેશોમાં સ્થિતિ ઘણી ગંભીર છે લોકોએ આ માટે તૈયાર રહેવું જોઈએ.

નાસાના ઈન્ટરનેશનલ અવકશ કેન્દ્ર દ્વારા પણ અંતરીક્ષ યાત્રીઓએ આ વાવાઝોડાના અનેક ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં શેર કર્યા છે. આ વાવાઝોડાના અમેરિકા સુધી આવવાના સમય બાબતે અંદાઝ લગાડવામાં આવ્યો છે કે, અમેરિકાના શહેરોમાં એ ગુરુવારની સવારે આવી શકે છે.

source : news18

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત