જાણો એવુ તો શું કારણ છે કે અહીં જીવતા જાગતા લોકો સૂઇ જાય છે કફન ઓઢીને તાબુતમાં…

લોકો પોતાનું જીવન વધુને વધુ આનંદદાયી કેમ બનાવવું એ અંગે જાતજાતની મહેનત કરતા હોય છે અને સારા જીવનની આ ઈચ્છા મૃત્યુ સુધી નિરંતર ચાલતી જ રહે છે. અને એવી કેટલીય શોધ અને સુવિધાઓ માણસના જીવનનો ભાગ બની ચુકી છે. વળી માણસ પોતાના શરીરને સ્વસ્થ રાખવા પણ સતત મથતો રહે છે.

image source

કોઈ એવું માને છે કે યોગ કરવાથી શરીર સ્વસ્થ રહે તો કોઈ એવું માને છે કે માનસિક શાંતિ હોય તો શરીર સ્વસ્થ રહે. જીવન સુધારવા માટે ઘણા લોકો આર્ટ ઓફ લિવિંગ શીખવા માટે ખાસ ક્લાસો પણ જોઈન કરે છે. ત્યારે આર્ટ ઓફ લિવિંગનો એક નવો પ્રયોગ પણ સામે આવ્યો છે જેના વિષે જાણીને તમને પણ નવાઈ લાગશે .

અસલમાં દક્ષિણ કોરિયાના લોકો પોતાનું જીવન શાંતિ અને સુખમયી બનાવવા માટે મૃત્યુનો સ્વાદ ચાખવા આગળ વધ્યા છે. અને આ નવીન પ્રકારના અને અસામાન્ય લાગતા આ આર્ટ ઓફ લિવિંગનું નામ છે ” લિવિંગ ફ્યુનરલ “

image source

” લિવિંગ ફ્યુનરલ ” ના આ પ્રયોગ એવો હોય છે કે તેમાં ભાગ લેનાર વ્યક્તિને દસ મિનિટ સુધી કફન ઓઢીને તાબૂત (પશ્ચિમી દેશોમાં મૃત્યુ બાદ જે લાકડાની પેટીમાં રાખી મૃતકને દફનાવવામાં આવે છે તે પેટી) માં રહેવાનું હોય છે અને ત્યારબાદ દફનાવવા સિવાયની એ તમામ ક્રિયાઓ પણ કરવામાં આવે છે જે મૃત્યુ બાદ મૃત વ્યક્તિ સાથે કરવામાં આવે છે. દક્ષિણ કોરિયામાં છેલ્લા સાડા સાત વર્ષમાં લગભગ 25000 જેટલા લોકોએ આ રીતે જીવતા જીવ મૃત્યુ પામવાનો એહસાસ કરી ચુક્યા છે.

image source

લિવિંગ ફ્યુનરલની શરૂઆત હ્યોવોન હીલિંગ કંપનીએ વર્ષ 2012 માં કરી હતી. કંપનીના દાવા મુજબ લોકો સ્વેચ્છાએ જ લિવિંગ ફ્યુનરલનો લ્હાવો લેવા આવે છે અને તેઓને એવી આશા હોય છે કે તેમનું જીવન પૂરું થાય તે પહેલા મૃત્યુનો અનુભવ કરીને તેઓ પોતાનું હાલનું જીવન સારી રીતે જીવી શકે છે. 75 વર્ષના ચો જે-હી નામના એક વ્યક્તિએ તાજેતરમાં જ લિવિંગ ફ્યુનરલનો જાત અનુભવ કર્યો હતો તેના કહેવા મુજબ જયારે એક વખત જીવતા જીવ મૃત્યુનો અનુભવ કરીએ તો ત્યારબાદ આપણે મૃત્યુ પ્રત્યે ગંભીર થઇ શકીએ છીએ અને બાકીનું જીવન જીવવા માટે નવો દ્રષ્ટિકોણ અપનાવી શકીએ છીએ.

image source

પેથોલોજી વિભાગના પ્રોફેસર યુ યુન-સાઇલના કહેવા મુજબ નાના ઉંમરમાં જ મૃત્યુ વિષે સજાગ થવું અને તેની તૈયારી કરવી મહત્વપૂર્ણ છે. પ્રોફેસર યુ યુન-સાઇલ મૃત્યુ વિષે એક પુસ્તક પણ લખી ચુક્યા છે. 28 વર્ષના એક વિદ્યાર્થી ચોઈ જીન-કુયુ લિવિંગ ફ્યુનરલના જાત અનુભવ વિષે કહે છે કે તે જયારે તાબૂતની અંદર હતો ત્યારે તેને જીવનને વધુ સારી રીતે કઈ રીતે જીવવું તેની સમજણ મળી.

image source

તેને અનુભવ થયો કે સામાન્ય રીતે માણસો ઘણા લોકોને પોતાના વિરોધી સમજી લેતા હોય છે પરંતુ આવી વાતો અસલમાં મહત્વની હોતી જ નથી. એ સિવાય તેને એવો પણ વિચાર આવ્યો કે તે નોકરી કરવાને બદલે ગ્રેજ્યુએટ થઈને પોતાનો વ્યવસાય શરુ કરી શકે છે.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત