જો તમે હોળિકાદહન વખતે રાશિ પ્રમાણે આ કામ કરશો તો ક્યારે ઘરમાં નહિં ખૂટે ધન, અને હંમેશા મળશે સફળતા

મિત્રો, જ્યોતિષશાસ્ત્રના તજજ્ઞો મુજબ શનિવારની રાત્રીના ૩:૨૭ પર ભદ્રા બેસે છે અને રવિવારના રોજ બપોરના સમયે ૧:૫૮ના રોજ તે ઉતરી જાય છે. આ યોગરચનાના કારણે સાંજે ૬.૫૧ વાગ્યે સૂર્યાસ્ત પછી ગમે તે સમયે તમે હોળી પ્રગટાવી શકો. આ યોગ આજથી ૪૯૯ વર્ષ પહેલા ૩ માર્ચના રોજ બન્યો હતો. આ દિવસે અમૃતસિદ્ધિ યોગ અને સર્વાર્થસિદ્ધિ યોગ એકસાથે બની રહ્યો છે. ત્યારે આ સમય દરમિયાન રાશીજાતકોએ એવુ શું કરવુ જોઈએ જેથી, આર્થિક પ્રગતિ સારી થાય ચાલો જાણીએ.

મેષ :

આ જાતકોએ એક શ્રીફળ લેવુ ત્યારબાદ તેના પર લાલ નાળાછડી બાંધવી અને પોતાના ઘરના મંદિરમાં ભગવાન સમક્ષ મૂકીને પ્રાર્થના કરવી અને તેને હોળીમાં પધરાવી દેવું.

વૃષભ :

આ જાતકોએ આ પર્વ દરમિયાન ૧૧ સોપારી અને ૧૧ કોડી લાલ વસ્ત્રમાં બાંધી તેને પોતાના માથા પરથી સાત વાર ઉતારી પોતાની સમસ્યાના નિવારણ માટે હોળીમાં પધરાવી દેવું.

મિથુન :

આ જાતકોએ મખાણા ગણેશજીની સામે ગાયના ઘીનો દીવો પ્રજ્વલિત કરીને મૂકવા. ત્યારબાદ પોતાની ઇચ્છાની પૂર્તિ માટે તે મખાણા હોળીમાં પધરાવી દેવા.

કર્ક :

આ જાતકોએ ઘઉંના લોટનો ચારમુખ ધરાવતો દીપક બનાવી તેમા તલનુ ઓઈલ ઉમેરી દીપક પ્રજ્વલિત કરવો અને મુખ્ય દ્વાર પર મૂકવો ત્યારબાદ જવના ૨૭ દાણા હોળીમા પધરાવવા લાભદાયી સાબિત થશે.

સિંહ :

આ જાતકોએ નાગરવેલના ડીચાવાળા પાનમા ઘી વાળા બે લવિંગ અને એક પતાસુ લઇ પોતાના માથા પરથી સાત વાર ઉતારીને હોળીમા પધરાવી દેવા.

કન્યા :

આ જાતકોએ ૧૧ લવિંગ અને ૧૧ દુર્વા ઘરના નાના બાળકોનો હાથ લગાવી ઘરના મંદિરમા રાખવા અને ત્યારબાદ પોતાની ઇચ્છાપૂર્તિ માટે તેને હોળીમાં પધરાવી દેવા.

તુલા :

આ જાતકોએ પીપળાના પાનમા જાયફળ, ચોખા, સાકર લઇને આખા ઘરમાં ફેરવવા. ત્યારબાદ તેને તમારા ઘરની તમામ સમસ્યાના નિવારણ માટે હોળીમા પધરાવી દેવું.

વૃશ્ચિક :

આ જાતકોએ પોતાના જીવનની તમામ સમસ્યાના નિવારણ માટે નાગરવેલના પાનમાં સોપારી, કમળ કાકડી લઇ લેવા અને ત્યારબાદ હનુમાનજીનુ ધ્યાન ધરીને હોળીમાં પધરાવી દેવું.

ધનુ :

આ જાતકોએ એક કોપરાની વાટીમા સાત પ્રકારના ધાન્ય લેવા. ત્યારબાદ તેને પોતાની ઇચ્છાપૂર્તિ માટે ઘરના મંદિરમા મુકવુ અને ઈશ્વરની પ્રાર્થના કરતા-કરતા હોળીમા પધરાવવુ.

મકર :

આ જાતકોએ એક પીપળાના પાનમા કાળા તલ મૂકી ત્યારબાદ તેને માથા પરથી સાત વાર ઉતારીને તેને હોળીમા હોમી દેવુ.

કુંભ :

આ જાતકોએ નાગરવેલના પાન પર પોતાની ઉંમર પ્રમાણે અડદના આખા દાણા લઈને ત્યારબાદ પોતાની ઇચ્છાપૂર્તિ માટે હોળી માતામાં પધરાવી દેવું.

મીન :

આ જાતકોએ નાગરવેલના પાન પર હવન-સામગ્રી, સોપારી, હળદર, કપૂર આ બધી જ વસ્તુઓ મૂકવી અને ઇચ્છાપૂર્તિની પ્રાર્થના સાથે હોળીમાતામા પધરાવી દેવું.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ