OMG! ભારતમાં હોન્ડા કંપનીનો આ મોટો પ્લાન્ટ બંધ કરાતા આટલા બધા કર્મીઓને અપાશે VRS, આંકડો જાણીને તમે પણ કહેશો OHHH!

હોન્ડા બંધ કરશે ઉત્પાદન પ્લાન્ટ, 1000 કર્મચારીઓનું ભવિષ્ય અદ્ધરતાલ!

જાપાનની ઓટો કંપની હોન્ડા કાર્સ ઇન્ડિયા લિમિટેડે ગ્રેટર નોએડામાં પોતાના પ્રોડક્શન યુનિટને બંધ કર્યું છે. પ્રાપ્ત થયેલા સમાચાર અનુસાર, સ્પર્ધા અને વ્યવસાયના પડકારજનક માહોલ કારણે કંપનીએ આ નિર્ણય લીધો છે. જો કે, હોન્ડા કંપનીએ આ મામલે હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.

image source

ઉલ્લેખનીય છે કે, ગ્રેટર નોઇડાના આ પ્લાન્ટમાં વર્ષે 1 લાખ કાર તૈયાર થતી હતી. હોન્ડા સિટી, Civic અને CR-V જેવી કાર હોન્ડાના ગ્રેટર નોઇડા યુનિટમાં બનાવવામાં આવી હતી. ભારતમાં આ કારોનું સારું બજાર છે, પરંતુ સ્પર્ધામાં વધારો થવાને કારણે માંગ થોડી ઓછી થઈ છે.

હોન્ડાનો પ્લાન્ટ 150 એકરમાં ફેલાયેલો છે

આ પ્લાન્ટની સ્થાપના 1997 માં ગ્રેટર નોઇડામાં થઈ હતી. જો સમાચારની વાત માની લેવામાં આવે તો ખર્ચ ઘટાડવા માટે કંપનીએ આ પગલું ભર્યું છે. રિપોર્ટ અનુસાર ગ્રેટર નોઈડામાં હોન્ડાનો પ્લાન્ટ 150 એકર જમીનમાં ફેલાયેલો છે.

image source

કંપની દ્વારા કોઇ સત્તાવાર જાહેરાત નહીં

રિપોર્ટ અનુસાર ડિસેમ્બરની શરૂઆતથી આ પ્લાન્ટમાં ઉત્પાદન બંધ છે. રિપોર્ટ અનુસાર, હવે તમામ કારનું નિર્માણ કંપનીના રાજસ્થાનના અલવરમાં આવેલા તપુકારા પ્લાન્ટમાં કરવામાં આવશે. જો કે, ગ્રેટર નોઈડામાં પ્લાન્ટ બંધ થવા અંગે કંપનીએ કોઈ જાહેર અહેવાલ જારી કર્યો નથી.

કામદારોને રાજસ્થાન શિફ્ટ

ગ્રેટર નોઈડામાં આવેલા તપુકારા પ્લાન્ટમાં મેન્યુફેક્ચરીંગ કામદારોને શિફ્ટ કરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે ગ્રેટર નોઈડા પ્લાન્ટમાં કર્મચારીઓની સંખ્યા ઘટીને 1000 થઈ ગઈ હતી. જેમાં મોટા ભાગના લોકોએ સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના (VRS) પસંદ કરી છે.

image source

1997માં બન્યો હતો આ પ્લાન્ટ

રાજસ્થાનના તપુકારા પ્લાન્ટમાં, વાર્ષિક 180,000 યુનિટ હોન્ડાની કાર બને છે. કંપનીનું કોર્પોરેટ કાર્યાલય અને આર એન્ડ ડી વિભાગ ગ્રેટ નોઇડાથી કાર્યરત રહેશે. ગ્રેટર નોઇડામાં આ પ્લાન્ટમાં 1997 માં ઉત્પાદન શરૂ થયું હતું, જ્યારે વાર્ષિક 30,000 કારનું ઉત્પાદન થતું હતું.

image source

હોન્ડા કાર ઇન્ડિયાએ નોઇડા સ્થિત પ્લાન્ટ બંધ કરવાથી ભારત સરકારના મેક-ઇન ઇન્ડિયા પ્રોજેકટને વધુ એક ફટકો લાગ્યો છે. અત્યાર સુધીમાં લગભગ ત્રણ ઓટોમોબાઇલ કંપનીઓએ ભારતમાં પોતાનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બંધ કરવાનોન નિર્ણય લીધો છે. માહિતગાર સુત્રોએ જણાવ્યુ કે, ગ્રેટર નોઇડાનો પ્લાન્ટ બંધ થયા બાદ કંપની હવે રાજસ્થા સ્થિત ટાપૂકારા પ્લાન્ટ પર નિર્ભર રહેશે.

image source

આ પ્લાન્ટમાં પ્રોડક્ટ્સની સંપૂર્ણ રેન્જનું પ્રોડક્શન થશે. કંનપીએ ચાલુ વર્ષની શરૂઆતમાં જ ગ્રેટર પ્લાન્ટની ઉત્પાદકતા વધારવાની કોશીશ કરી હતી. તેણે મેન્યુફેક્ચરિંગ લાઇન એસોસિએટ્સની માટે VRSની શરૂઆત કરી હતી. ગ્રેટર નોઇડા સ્થિત પ્લાન્ટમાં HCILના ઘણા મોડલનું પ્રોડક્શન થતુ હતુ. જેમાં સિટી, સીઆર-વી અને સિવિક શામેલ છે.

image source

આ પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક એક લાખ યુનિટ હતી. ટાયૂકારા પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 1.8 લાખ યુનિટની છે. આ પ્લાન્ટમાં નિકાસની માટે એન્જિનનું પણ મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે. HCIL એ ચાલુ વર્ષે નવેમ્બરમાં ભારતમાં 9990 કારનું વેચાણ કર્યુ છે જે વાર્ષિક તુલનાએ 55 ટકા વધુ વેચાણ દર્શાવે છે. કંપની પાછલા વર્ષે નવેમ્બરમાં 6549 કાર વેચી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત