Site icon News Gujarat

હોસ્પિટલમાં સંભળાતી હતી રાત્રે ભયાનક ચીસો, તપાસ કરતા ખબર પડી કે…VIDEO

ભૂત હોય છે કે નહિ તેને લઈને હંમેશા વિવાદ થયેલા છે. વિજ્ઞાન કહે છે કે ભૂત-પ્રેત અને આત્મા જેવી કોઈ વસ્તુ નથી હોતી અને તે ફક્ત મનમાં ઉઠેલા ભ્રમ છે જયારે બીજી બાજુ વિશ્વભરમાં એવા અનેક લોકો છે જેઓ ભૂત-પ્રેત અને આત્મામાં વિશ્વાસ કરે છે. આ વિષય સંબંધી એક વિડીયો આજકાલ સોશ્યલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ રીતે કોઈ ચીસો પાડતું હોય તેવું સંભળાય છે. આ વિડીયો સંદર્ભે એવી પણ વાત બહાર આવી હતી કે આ ચીસો ફક્ત રાત્રીના સમયે જ સંભળાય છે.

image source

વાયરલ થયેલો આ વિડીયો મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે આવેલા એમવાય હોસ્પિટલનો છે. એવું કહેવાય છે કે આ હોસ્પિટલના બેઝમેન્ટમાં છેલ્લા કેટલાક દિવસોથી રાત્રીના સમયે કોઈના ચીસવાનો અવાજ સંભળાય છે જેને કારણે અહીંના સુરક્ષાકર્મીઓ પણ હેબતાઈ ગયા હતા.

image source

સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા આ વિડીયો પાછળ એક સંદેશ પણ વહેતો થયો હતો જે ભયભીત લોકોને વધુ ભયભીત કરતો હતો. સંદેશ મુજબ 15 – 20 દિવસ પહેલા અહીં 90 ટકા બળેલી હાલતમાં એક મહિલાને લાવવામાં આવી હતી અને થોડા જ કલાકોમાં એ મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારબાદ તેના પરિવારજનો મહિલાની લાશને લઇ પણ ગયા હતા પરંતુ તેની આત્મા અહીં ભટકતી હોવાનું અને તે જ રાત્રી દરમિયાન ચીસો પડતી હોવાનું બહાર આવ્યું હતું.

image source

હવે વિડીયો વાયરલ થઇ ગયો હતો અને તેમાં સ્પષ્ટ પણ કોઈ વ્યક્તિ ચીસો પાડે તેવી ચીસો પણ સ્પષ્ટ સંભળાતી હતી. જેથી હોસ્પિટલ સંચાલકો મેદાનમાં આવ્યા અને આ ઘટના સંદર્ભે એક તપાસ સમિતિ નીમી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ વીડિયોને લઈને જે કઈં વાતો થતી હતી તે ફક્ત એક વહેમ અને ભ્રમ જ હતો. તપાસમાં સામે આવ્યું કે હોસ્પિટલના હાડકા વિભાગમાં દાખલ થયેલા એક દર્દીનું જયારે ડ્રેસિંગ કરવામાં આવતું હતું તે દરમિયાન તે દુખાવાને કારણે ચીસો પડતો હતો અને તેનો અવાજ રાત્રીના અંધકારમાં ગુંજતો હતો.

image source

તેમ છતાં સ્પષ્ટ માહિતી અંતે ગત 25 જુલાઈની રાત્રીએ હોસ્પિટલમાં તપાસ ટીમને બેસાડવામાં આવી અને તે દરમિયાન ચીસો પાડવાનો કોઈ અવાજ ન આવ્યો. જયારે હાડકા વિભાગમાં દાખલ કરાયેલા ઉપરોક્ત દર્દી વિષે માહિતી લેવામાં આવી તો જાણવા મળ્યું કે તે રાત્રીએ તે દર્દી ઓપરેશન થિયેટરમાં હતો જેના કારણે તેની ચીસોનો અવાજ નહોતો આવ્યો. હોસ્પિટલના સંચાલકોએ એ વાત સ્વીકારી હતી કે વીડિયોમાં અવાજ આવે છે પણ તેઓએ તપાસ કરી જણાવ્યું હતું કે તે અવાજ અસલમાં કોઈ આત્માનો નહિ પણ હાડકા વિભાગમાં દાખલ કરાયેલા એક દર્દીનો હતો.

હવે જયારે આખો કિસ્સો અને તેની હકીકત સામે આવી છે ત્યારે હોસ્પિટલ સંચાલકો તે વ્યક્તિઓ સામે FIR નોંધવાનું વિચારી રહી છે જેઓએ હોસ્પિટલમાં ભૂત હોવાની અફવા ઉડાવી હતી. હોસ્પિટલ અધિક્ષક ડોક્ટર પીએસ ઠાકુરના કહેવા મુજબ હોસ્પિટલનું બાંધકામ જુનવાણી છે અને વેન્ટિલેટર હોવાને કારણે રાત્રીના સન્નાટામાં અવાજ હોસ્પિટલમાં ગુંજે છે. અને વીડિયોમાં જે અવાજ આવે છે તે હોસ્પિટલમાં દાખલ કરાયેલા એક દર્દીની જ છે અને કોઈએ એ અવાજ ભૂતનો હોવાની અફવા ઉડાવી હતી. અમે એ લોકો પર કાર્યવાહી કરીશું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version