હવે ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા માત્ર કરવાનું રહેશે આ કામ, જાણશો તો નહિં ખાવા પડે RTOના બહુ ચક્કર

ડ્રાઈવિંગ લાયસન્સને લઈને સરકારનો મોટો નિર્ણય! હવે લાયસન્સ બનાવવા કરવાનું રહેશે આ કામ, લોકોને મળશે મોટી રાહત

કેન્દ્રીય સડક પરિવહન અને રાષ્ટ્રીય રાજમાર્ગ મંત્રાલયે શુક્રવારે મોટર વાહન નિયમોમાં સંશોધન માટે સૂચના જાહેર કરી છે. આ માટે સામાન્ય અને મધ્યમ કલર બ્લાઈન્ડ લોકોને પણ ડ્રાઈવિંગ લાયસન્સ આપવામાં આવશે. હવેથી લાયસન્સ બનાવવા માટે તમારે આરટીઓના ચક્કર કરવાની જરૂર નથી, તમારે ટોકન મશીનથી સ્લીપ લેવાની રહે છે અને ત્યારબાદ નંબર મુજબ અરજીપત્રક લેવાશે.

image source

તો તમે આ વ્યવસ્થાનો લાભ લઈ શકો છો. પરિવહન વિભાગની આ વ્યવસ્થાથી અરજદારોને રાહત મળશે. અરજદારએ લાઈનમાં ઊભા રહીને પોતાના નંબરની રાહ જોવાની રહેશે નહીં. સ્ક્રીન પર ટોકન નંબર જોઈને અરજદાર કાઉન્ટર પર જઈને વિના ધક્કા મુક્કી પોતાનું કામ સરળતાથી કરી શકશે. દવે દરેક આરટીઓ કાર્યાલય પર ટોકન મશીન સિસ્ટમ લગાવવામાં આવશે.

ત્રણ પ્રકારની સ્લીપથી દરેક કામ થશે

જ્યારે તમે ટોકન મશીનનો ઉપયોગ કરો છો તો અહીંથી તમને 3 પ્રકારની સ્લીપ મળે છે. પહેલી લર્નિંગ ડ્રાઈવિંગ લાયસન્સના અરજદારો માટે. બીજી સ્લીપ પરમેનન્ટ ડ્રાઈવિંગ લાયસન્સના અરજદારો માટે અને ત્રીજી નવું લાયસન્સ બનાવવા સહિત લાયસન્સમાં નામ, સરનામું બદવા માટે. જો તમારી પાસે સ્લીપ હશે તો જ તમારી અરજી સ્વીકારવામાં આવશે. તો હવે તમારી પાસે આ ટોકન સ્લીપ હોવી જરૂરી છે.

image source

સ્ક્રીન પર દેખાશે તમારી સ્લીપનો ટોકન નંબર

ટોકન મશીનની સાથે દરેક એકાઉન્ટ પર સ્ક્રીન બોર્ડ લાગેલું રહેશે. અહીં ટોકન નંબર આવતાની સાથે અરજદારે ફોર્મ લઈને કાઉન્ટર પર જવાનું રહે છે. અહીં અરજદારના ડોક્યુમેન્ટ્સની તપાસ કરાય છે અને લાયસન્સની ઔપચારિકતાને પૂરી કરાય છે.

સુવિધા માટે કરાઈ છે આ વ્યવસ્થા

ડ્રાઈવિંગ લાયસન્સના અરજદારની સુવિધા માટે દરેક કાઉન્ટર પર ટોકન મશીન લગાવાયા છે. જ્યાં દરેક અરજીકર્તા બેંકની જેમ અહીંથી ટોકન સ્લીપ મેળવશે. તેનાથી અરજકર્તાએ લાઈનમા ઊભા રહેવું પડશે નહીં.

image source

નવા સંશોધનની સૂચના જાહેર

મંત્રાલયે આ નિવેદનમાં કહ્યું છે કે સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે કેન્દ્રીય મોટર વાહન નિયમ 1989ના ફોર્મ-1 અને ફોર્મ-1એમાં સંશોધનને માટે અધિસૂચના જાહેર કરી છે. તેનાથી સામાન્ય અને મધ્યમ બ્લાઈન્ડ નાગરિક ડ્રાઈવિંગ લાયસન્સ મેળવી શકાય છે.

કલર બ્લાઈન્ડ લોકોને પણ મળી શકશે લાયસન્સ

image source

મંત્રાલયે કહ્યું કે તે દિવ્યાંગજન નાગરિકોને પરિવહન આધારિત સેવાઓ વિશેષરીતે ડ્રાઈવિંગ લાયસન્સ આપવા માટે આ પગલું લીધું છે. નિવેદનમાં કહેવાયું છે કે આ વ્યક્તિઓને ડ્રાઈવિંગ લાયસન્સ માટે સૂચના જાહેર કરી છે. હવે કલર બ્લાઈન્ડ લોકોને માટે પણ ડ્રાઈવિંગ લાયસન્સ જાહેર કરી શકાશે. મંત્રાલયે આ વાતની જાણકારી આપી છે કે કલર બ્લાઈન્ડ નાગરિકોને ડ્રાઈવિંગ લાયસન્સ જાહેર કર્યું નથી જે હવે કરાશે.

આ વિશે સ્વાસ્થ્ય વિશેષજ્ઞ સંસ્થાઓએ સલાહ માંગી છે. તેમની લાગવગના આધારે સામાન્ય અને મધ્યમ બ્લાઈન્ડ લોકોને ડ્રાઈવિંગ લાયસન્સ જાહેર કરવાની પરમિશન આપી છે. ગંભીર બ્લાઈન્ડ નાગરિકો માટે આ નિયમ લાગૂ પડતો નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત