એક સરળ રીત અને તમે વ્હોટ્સએપ, સિગ્નલ અને ટેલિગ્રામમાં કરી શકશો‘ઓટો રિપ્લાય’ આ સુવિધા વિશે જાણી લો ફટાફટ

હાલમાં કોઈ પાસે સમય નથી. બધા લોકોને બસ કોઈપણ કામ આસાનીથી અને ફટાફટ પુરુ કરવું છે. કારણ કે જો કોઈપણ કામમાં શોર્ટકટ મળી જાય તો પછી લોકોને મજા મજા પડી જતી હોય છે. ત્યારે આજે કંઈક એવી જ વાત કરવી છે કે જે સાંભળીને તમને મજા આવી જશે. ઓટો રિપ્લાય એ ઘણું કામનું ફિચર છે. આ ફિચરનો ઉપયોગ ઈમેલ ક્લાઈન્ટ, આઉટલુક, જીમેલ જેવા પ્લેટફોર્મ પર થતો જોવા મળે છે.

વ્હોટ્સએપ, સિગ્નલ અને ટેલિગ્રામ જેવી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપમાં આ પ્રકારના ફિચર્સ જોવા મળતાં નથી. આ ફિચરનો મુખ્ય ઉપયોગ કોઈ ઓટો મેસેજનો રિપ્લાય એક નક્કી કરેલા મેસેજથી જ કરી શકાતો હોય છે અને આ રીતે થતાં મેસેજને ‘કસ્ટમ મેસેજ’ પણ કહી શકાય છે.

image source

આ ફિચરનો ફાયદો એ છે કે જ્યારે તમે ક્યાંક બહાર અથવા દૂર હોવ છો ત્યારે તમે પેહલથી આ માટે સેટિંગ્સ કરી શકો છો. એટલે કે આ ફિચરની મદદથી તમારે ફોન રિસીવ કરવાની પણ જરૂર નથી પડતી અને તમે જે પણ મેસેજ સેટ કર્યો હશે તે રિપ્લાય બનીને સેન્ડ થઈ જતો હોય છે. ત્યારે આજે આપણે જાણીશું કે આ ફિચર વડે કેવી રીતે તમે ઓટો રિપ્લાય ફિચરનો ઉપયોગ વ્હોટ્સએપ, ફેસબુક મેસેન્જર અને અન્ય મેસેજિંગ એપ્સ પર કરી શકો છો. પહેલાથી જ આ ફિચર આ એપ્સમાં ઈન-બિલ્ટ અગાઉથી હોતું નથી, તેથી તેનો ઉપયોગ કરવા માટે આપણે થર્ડ પાર્ટીનો ઉપયોગ કરવો પડતો હોય છે.

image source

આ ફિચર વિશેની મળતી માહિતી મુજબ જાણવા મળે છે કે, થર્ડ પાર્ટી એપ્સથી યુઝરને ઓપ્શન મળશે કે તે કીવર્ડના બેઝ પર કોન્ટેક્ટ અથવા ગ્રુપ્સનો રિસ્પોન્સ આપી શકે. આ એ્લિકેશનથી તમે ચેક કરી શકો છો કે કેવી મેસેજિંગ એપ્સ માટે ઓટો-રિપ્લાયને અનેબલ પણ કરી શકાય છે. આ માટે તમારે સૌથી પહેલા તમારા ફોનમાં દરેક એપ માટે ‘Auto Reply’ અથવા ‘Auto Responder’ એપ ડાઉનલોડ કરવી જરૂરી છે ત્યારબાદ એપને ઈન્સ્ટોલ કરી લો.

image source

ડાઉનલોડ થઈ જાય પછીની વાત કરીએ તો જ્યારે તમે આ એપ્લિકેશનને ઓપન કરો, અને તેમાં ફિચરને અનેબલ કરવું પડશે અને એ પછી તમારે ટોગલને ઓન કરવું પડશે. અહીં તમારે તમામ જરૂરી પરમિશને છુટ આપવાના ઓપ્શન પર હા ફરજિયતપણે આપવી પડશે. ત્યારબાદ હવે ‘Automated Replies’ને સિલેક્ટર કરો, અથવા પોતાની મરજીથી કોઈ એક મેસેજને ટાઈપ કરી લો.

હવે આ ટાઇપ કરેલ મેસેજને ‘Save Changes’ કરો. જો કે તમે ‘Auto Reply’ને ‘Work’ કીવર્ડની સાથે પણ સેટ કરી શકો છો. આ રીતે ફોન રિસિવ કર્યા વગર વ્હ્ટોસએપ, સિગ્નલ અને ટેલિગ્રામ જેવી એપ્સ પર મેસેજનો રિપ્લાય કરી શકાશે. ત્યારે હાલમાં આ એપની અને ફિચરની ખુબ ચર્ચા કરવામાં આવી રહી છે કારણ કે લોકોને સમય બચે એવું કંઈક જોતું હતું અને આખરે મળી ગયું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!