હવે આ સિમ કાર્ડના લોકોએ ખાસ ધ્યાન રાખવુ પડશે, કારણકે શું થશે 29 જૂનથી જાણી લો તમે પણ

જો તમારી પાસે પણ આ કંપનીના સીમકાર્ડ હોય તો ધ્યાન રાખજો, ૨૯ જુનથી કનેક્શનમાં થઇ શકે છે બદલાવ

image source

આપણે બધા જ જાણીએ છીએ કેટલાક સમય પહેલા આઈડિયા અને વોડાફોનના જોડાણ અંગેના સમાચાર સામે આવ્યા હતા. ટેલીકોમ સર્વિસ કંપની આઈડિયા દ્વારા હવે પોતાના ગ્રાહકોને મેસેજ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ૨૯ જુનથી એના નિર્વાણ પોસ્ટપેઈડના વર્તમાન ગ્રાહકોને વોડાફોન રેડમાં શિફ્ટ કરી દેવામાં આવશે.

કંપનીના જણાવ્યા પ્રમાણે આ શીફટીંગ પછી બિલીંગ સિસ્ટમમાં પણ ફેરફાર કરવામાં આવશે. આ પ્રક્રિયા ૨૯ જુન પછી શરુ કરવામાં આવશે જેમાં આઈડીયા કંપનીના વર્તમાન નિર્વાણ પોસ્ટપેઈડ ગ્રાહકો સીસ્ટમ દ્વારા આપોઆપ વોડાફોનમાં આવી જશે. તેમજ એમનો પ્લાન પણ વોડાફોન રેડના પોસ્ટપેઈડ પ્લાનમાં જ રૂપાંતરિત થઇ જશે.

સીમકાર્ડ, પ્લાન અને નંબર યથાવત રહેશે

image source

આઈડિયા દ્વારા પોતાના વર્તમાન ગ્રાહકોને મેસેજ દ્વારા જણાવ્યું છે કે એમના નંબર આપોઆપ વોડાફોન રેડમાં આવી જશે, જો કે એમના નંબર, પ્લાન અથવા સીમકાર્ડ યથાવત જ રહેશે. વોડાફોનમાં આવતા જ ગ્રાહકોને કેટલીક વધારાની સુવિધાઓ પણ મળતી થઇ જશે. જેમાં REDX અને ૮૦ જેટલા દેશોમાં આંતરરાષ્ટ્રીય રોમિંગની સુવિધા પણ સામેલ છે. આ સિવાય આઈડિયા નિર્વાણના ગ્રાહકોને કોઈ પણ પ્રાકારના વધારાના ચાર્જ સિવાય ૨૫૦૦થી વધુ વોડાફોન અને આઈડિયા સ્ટોર્સની સુવિધા પણ મળશે.

નેટફ્લીક્સ અને પ્રાઈમની સુવિધા પણ મળશે

image source

આ અંગે કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આઈડિયામાંથી વોડાફોન રેડમાં આવ્યા પછી તેના ગ્રાહકોને નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમની સુવિધા પણ મળશે. આ નંબર શિફ્ટ થયા પછી કોઈપણ પ્રકારની માહિતી માટે ગ્રાહકોએ વોડાફોનની વેબસાઇટ પર જ જવું પડશે. અન્ય સેવાઓ માટે ગ્રાહકો વોડાફોન એપ્લિકેશનનો ઉપયોગ કરી શકે અથવા કસ્ટમર કેરની સહાય માટે ટોલ ફ્રી નંબર 199 ડાયલ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં વોડાફોન અને આઈડિયાના મર્જર પછી કંપની દ્વારા પોસ્ટપેડ સર્વિસિસ બે અલગ અલગ કંપની મુજબ બ્રાન્ડ પ્રમાણે પ્લાન્સ ઓફર કરી રહી હતી.

આઈડિયા નિર્વાણમાં 399 અને 499ના પ્લાન ઓફર કરે છે

image source

આઈડિયા એના વર્તમાન ગ્રાહકોને 399 અને 499 રૂપિયા એમ બે પ્રકારના નિર્વાણ પોસ્ટપેડ માટેના પ્લાન ઓફર કરે છે. આ પ્લાન મુજબ 399 રૂપિયાના પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ, 40 જીબી ડેટા અને 100 એસએમએસ આપવામાં આવે છે. તેમજ બીજા 499 રૂપિયાના પ્લાનમાં, ગ્રાહકોને 75GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ સાથે 100 એસએમએસ આપવામાં આવે છે. જો વર્તમાન ગ્રાહકોને આ જ સુવિધાઓ હવે વોડાફોન રેડ દ્વારા મળતી રહેશે. આઈડિયાના જણાવ્યા પ્રમાણે વધુ માહિતી માટે ગ્રાહક www.ideacellular.com/hellovodafone4 ની મુલાકાત લઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત