121 વર્ષ જૂનો છે જાણો લદ્દાખની ગલવાં ઘાટીનો ઇતિહાસ, શું તમે ક્યારે વાંચેલુ છે આ વિશે

અંદાજે 14 હજાર ફૂટની ઊંચાઈ પર આવેલા લદ્દાખની ગલવાં ઘાટી એક એવો વિસ્તાર છે જ્યાં અવાર નવાર ભારત અને ચીનની સેના આમને-સામને થાય છે.

image source

આ ઘાટી પર છેલ્લા લગભગ 60 વર્ષથી ચીનની નજર છે અને વર્ષ 1962 થી વર્ષ 1975 સુધી ભારત અને ચીન વચ્ચે થયેલા યુદ્ધના કેન્દ્રમાં આ ગલવાં ઘાટી જ રહી છે. અને હવે 45 વર્ષ બાદ ફરી એકવાર બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ ઉભી થઇ છે. ત્યારે આજના આ જાણવા જેવું વિભાગના આ આર્ટિકલમાં આપણે લદ્દાખની આ ગલવાં ઘાટી વિષેનો ઇતિહાસ જોઈએ.

image source

ગલવાં ઘાટીનું નામ ગલવાં આમ જ નથી પડ્યું પણ તેની પાછળ એક ખાસ કારણ પણ રહેલું છે. અસલમાં તેનું નામ લદ્દાખના એક પશુપાલક ગુલામ રસુલ ગલવાંના નામ પરથી રાખવામાં આવ્યું છે. ” સર્વેન્ટ ઓફ સાહિબ ” નામના પુસ્તકમાં તેના લેખક ગુલામ રસુલ ગલવાંએ વીસમી સદીના બ્રિટિશ ભારત અને ચીની સામ્રાજ્ય વચ્ચે સરહદ વિષે જણાવ્યું છે. ગુલામ રસુલ ગલવાંનો જન્મ વર્ષ 1878 માં થયો હતો અને તેને બાળપણથી જ નવી જગ્યા શોધવાનો અને ત્યાં ફરવાનો શોખ હતો.

image source

વળી, અંગ્રેજોને પણ લદ્દાખની આ ગલવાં ઘાટી ખુબ પસંદ હતી અને તેઓ ગુલામ રસુલ ગલવાંને ગાઈડ તરીકે સાથે લઇ જતા. વર્ષ 1899 માં ગુલામ રસુલ ગલવાંએ લેહથી ટ્રેકિંગ શરુ કરી હતી અને તે લદ્દાખ આસપાસના કેટલાય વિસ્તારો સુધી પહોંચ્યો હતો. અને તેના આ જ પ્રવાસે તેને ગલવાં ઘાટી તથા ગલવાં નદી સુધી પહોંચાડ્યો. તમને જાણીને નવાઈ લાગશે કે ગલવાં ઘાટી અને ગલવાં નદીનું નામ પણ અસલમાં ગુલામ રસુલ ગલવાંના નામ પરથી જ ગલવાં રાખવામાં આવ્યું હતું.

image source

ગુલામ રસુલ ગલવાં નાની ઉંમરમાં જ એડવેન્ચર ટ્રાવેલર તરીકે ખ્યાતિ પ્રાપ્ત એવા સર ફ્રાન્સિસ યંગહસબન્ડની કંપનીમાં જોડાઈ ગયા. સર ફ્રાન્સિસે તિબ્બતના પઠાર, સેન્ટ્રલ એશિયાના પામેર પર્વત અને રણપ્રદેશની શોધ કરી હતી. ” સર્વેન્ટ ઓફ સાહિબ ” નામનું પુસ્તક પણ ગુલામ રસુલ ગલવાંએ જ લખ્યું હતું અને તેનો પ્રારંભિક ભાગ સર ફ્રાન્સિસ યંગહસબન્ડએ લખ્યો હતો.

image source

લેહના ચંસ્પા યોરતુંગ સર્ક્યુલર રોડ પર ગુલામ રસુલ ગલવાંના પૂર્વજોનું ઘર છે. તેના નામથી અહીં ગલવાં ગેસ્ટ હાઉસ પણ છે. આ ગેસ્ટ હાઉસમાં આવનાર લોકો ગુલામ રસુલના વંશજો પાસેથી તેનો ઇતિહાસ પણ જાણે છે.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત