ક્રિકેટ ચાહકો માટે સૌથી મોટા સમાચાર, આઈપીએલની બાકી બચેલી મેચની થઈ સત્તાવાર જાહેરાત

ભારતીય ક્રિકેટ બોર્ડે આઈપીએલ 2021ની બાકી બચેલી મેચ પૂર્ણ કરવાની ઘોષણા કરી દીધી છે. અત્યાર સુધી અટકળો હતી આઈપીએલની બાકીની મેચો રમાશે પરંતુ હવે સત્તાવાર જાહેરાત આજે બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ કરી દીધી છે. બીસીસીઆઈની સ્પેશિયલ જનરલ મીટિંગમાં આ બાબતે નિર્ણય લેવામાં આવ્યો હતો. બીસીસીઆઈ મેચનું આયોજન સપ્ટેમ્બર- ઓક્ટોબરમાં કરાવવાની તૈયારીમાં છે.

image source

આઈપીએલ 2021ના બાકી બચેલા મેચની શરુઆત 19 કે 20 સપ્ટેમ્બરથી થશે. જ્યારે ફાઈનલ મેચ યૂએઈમાં 10 ઓક્ટોબરમાં રમાશે. બીસીસીઆઈ ટી20 વિશ્વ કપ વિશે અંતિમ નિર્ણય લેવા માટે આઈસીસી સાથે જુલાઈ સુધીમાં સમય માંગી શકે છે. આ વર્ષે ટી20 વર્લ્ડ કપ ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં પ્રસ્તાવિત છે. તેવામાં જો કોરોનાની સ્થિતિ આવી જ રહી તો વર્લ્ડ કપ પણ યૂએઈમાં યોજાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આઈપીએલ 2020 પણ યૂએઈમાં રમાઈ હતી. જણાવી દઈએ કે બાયો બબલમાં ઘણા ખેલાડીઓને કોરોના થયા બાદ 4 મેના રોજ બોર્ડે આઈપીએલ 2021ની 14મી સીઝન અનિશ્ચિતકાળ સુધી સ્થગિત કરી હોવાનું જાહેર કર્યું હતું.

ટી20 વિશ્વ કપની મેઝબાની પર અંતિમ નિર્ણય આઈસીસીને કરવાનો છે. તે માટે 1 જૂનના રોજ આઈસીસીની બેઠક યોજાશે. ગત વર્ષે ઓસ્ટ્રેલિયામાં થયા બાદ ટી20 વર્લ્ડ કપને કોરોના મહામારીના કારણે રદ્દ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ તક ભારતને મળી હતી. આજે બીસીસીઆઈના નિર્ણય બાદ સચિવ જય શાહે જણાવ્યું હતું કે બીસીસીઆઈએ શનિવારે ઘોષણા કરી હતી કે આઈપીએલ 2021ના બાકી મેચ સંયુક્ત આરબ અમીરાતમાં યોજાશે. આ મેચ સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં યોજાશે.

ઉલ્લેખનીય છે કે યૂએઈ બીસીસીઆઈ માટે વધુ એકવાર સંકટમોચન બન્યું છે. કોરોનાના કારણે મેચ રદ્દ થયા બાદ હવે બીસીસીઆઈ આઈપીએલની 14મી સીઝનની બાકી બચેલી 31 મેચનું આયોજન યૂએઈમાં થશે. આ પહેલા 20214ની શરુઆતમાં 20 મેચ યૂએઈમાં થઈ હતી. ત્યારબાદ સીઝનની બાકી મેચ ભારતમાં રમાઈ હતી. 20214માં આઈપીએલની 7મી સીઝન રમાઈ હતી. તે સમયે દેશમાં ચુંટણી હતી. તેવામાં ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ લીગને સુરક્ષા આપવાની મનાઈ કરી હતી. જેના કારણે ટૂર્નામેન્ટની શરુઆતની 20 મેચ અબુ ધાબી, દુબઈ અને શારજહામાં રમાઈ હતી ત્યારબાદ બાકીની મેચ ભારતમાં રમાઈ હતી.

image source

અત્રે ઉલ્લેખનીય છે કે 14મી સીઝનની શરુઆતના 29 મેચ ભારતમાં રમાઈ ચુક્યા છે પરંતુ ત્યારબાદ કોરોનાની બીજી લહેરમાં એક પછી એક ઘણા ખેલાડીઓ કોરોનાની ચપેટમાં આવ્યા. ત્યારબાદ 4 મેના રોજ આઈપીએલને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!