Site icon News Gujarat

ITBPના જવાનોએ માઈનસ ટેમ્પ્રેચરમાં 18 હજાર ફીટ પર કર્યા યોગ, તો કેન્દ્રીય મંત્રી ગડકરીએ પણ નાગપુરમાં કર્યા યોગ, જોઇ લો તસવીરોમાં

યોગ દિવસ ૨૦૨૧: ITBPના જવાનોએ માઈનસ ટેમ્પ્રેચરમાં 18 હજાર ફીટ પર કર્યા યોગ, તો રાષ્ટ્રપતિ સહિત આ મંત્રીઓએ પણ યોગ કર્યા!

2015થી દર વર્ષે 21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે, કોરોના મહામારીના કારણે સતત બીજા વર્ષે વર્ચ્યુઅલી યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા અમુક થીમ નક્કી કરવામાં આવે છે. આવી જ રીતે આ વર્ષની થીમ છે, યોગા ફોર વેલ-બિઇંગ એટલે કે કુશળતા માટે યોગ. લદ્દાખમાં ભારત તિબ્બત સીમા પોલીસના જવાનોએ શૂન્યથી નીચા તાપમાન અને 18000 ફીટની ઉંચાઈ પર યોગ કર્યો.

આજે દુનિયામાં 7મો આંતરાષ્ટ્રીય યોગ દિવસ મનાવાઈ રહ્યો છે. ભારતની પહેલ પર શરુ થયેલા ખાસ દિવસને લઈને દુનિયાના અલગ અલગ દેશોમાં ખાસ ઉત્સાહ છે. ત્યારે દેશની સીમાઓની સુરક્ષા કરનારા જવાનોએ પણ યોગ કર્યા. જવાનોએ લોકોને યોગને પોતાની દિનચર્યામાં શામિલ કરી સ્વસ્થ રહેવાનો સંદેશ આપ્યો છે. લદ્દાખમાં ભારત તિબ્બત સીમા પોલીસના જવાનોએ શૂન્યથી નીચા તાપમાન અને 18000 ફીટની ઉંચાઈ પર યોગ કર્યો. ત્યારે જમ્મુ કાશ્મીરમાં સીઆરપીએફ જવાનોએ યોગ કર્યો. ચીનની આંખોમાં આંખો નાંખી જવાબ આપનાર લદ્દાખની ગલવાન ઘાટીમાં તૈનાત આઈટીબીપીના જવાનોએ પણ હાડ કકડાવતી ઠંડીમાં યોગ કર્યા.

image source

કોરોના મહામારી અને યોગ

યોગ કરવાથી માત્ર વ્યક્તિની શારીરિક જ નહીં પરંતુ માનસિક ક્ષમતા પણ વધતી હોવાનું મનાય છે.

સંયુક્ત રાષ્ટ્રે કહ્યું છે, “કોરોના મહામારી દરમિયાન સ્વસ્થ રહેવા, એકલવાયા જીવનથી બચવા અને મુશ્કેલીઓ સામે લડવા વધુને વધુ લોકો યોગ અપનાવી રહ્યા છે અને આવું સમગ્ર વિશ્વમાં જોવા મળ્યું છે.”


“કોરોના પૉઝિટિવ લોકોને સાજા કરવામાં યોગ મહત્ત્વની ભૂમિકા અદા કરી રહ્યું છે. યોગના કારણે તેમની અંદર ભય અને ચિંતામાં પણ ઘટાડો થયો છે.”

લદ્દાખમાં આઈટીબીપી જવાનોએ કર્યા યોગ


ભારત- તિબ્બત સીમા પોલીસ(આઈટીબીપી)એ આંતરરાષ્ટ્રી યોગ દિવસ પર પેંગોંગત્સો લેક કિનારે યોગ કર્યા.


કેન્દ્રીય મંત્રી ગડકરીએ નાગપુરમાં યોગ કર્યા


યોગ દિવસ પર કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ નાગપુરમાં યોગ કર્યા.

સ્વાસ્થ્ય અને ચરિત્ર સૌથી મહત્વનું- હર્ષવર્ધન


આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને મહારાજા અગ્રસેન પાર્કમાં યોગ કર્યા. આ દરમિયાન ડો. હર્ષવર્ધને કહ્યુ કે આપણા માટે સૌથી મહત્વરપૂર્ણ છે અમારુ સ્વાસ્થ્ય અને અમારુ ચરિત્ર. આપણા માટે પોતાના સ્વાસ્થ્યની રક્ષા યોગના માધ્યમથી કરવાનો પ્રયાસ કરવો કોવિડના કાળમાં વધારે ઉપયોગી, પ્રાસંગિક અને મહત્વપૂર્ણ થઈ ગયુ છે. 21 જૂન આપણને સતત દર વર્ષે એ યાદ અપાવવા માટે છે કે યોગ આપણા જીવનનું અભિન્ન અંગ બની ગયુ છે. આ ફક્ત આપણા જીવનમાં વર્ષમાં એક દિવસ સાંકેતિક રુપથી ફક્ત આપણી તાત્કાલિક સંયુષ્ટિ માટે ન હોવો જોઈએ બલ્કે આપણા જીવનનું અંગ બનવું જોઈએ.


અનુરાગ ઠાકુરે નિવાસ સ્થાન પર કર્યા યોગ

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પોતાના નિવાસ સ્થાન પર યોગ કર્યા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version