ઈઝરાયલને પણ ટક્કર મારે એવી ટેકનોલોજીથી ખેતી કરે છે આ વ્યક્તિ, પોતાના લેપટોપમાં જ છે આખા ખેતરનો કંટ્રોલ

ખેડૂત શબ્દ સાંભળીને આપણા મનમાં ગંદી ધોતી પહેરેલા ગરીબ વૃદ્ધની તસવીર ઉભરી આવે છે, પણ સમસ્તીપુરના ખેડૂત સુધાંશુ આનાથી ખૂબ જ અલગ છે. જીન્સ પેન્ટ્સ, બ્રાન્ડેડ શર્ટ, હાથમાં સ્માર્ટ વોચ, સ્માર્ટફોનની સાથે સારૂ અંગ્રેજી પણ બોલે છે. જો આપણે તેમને બિહારના હાઈપાઈ ખેડુત કહીએ તો તે ખોટું નથી. ખેતીમાં ટેક્નોલનોજી ઉમેરીને સુધાંશુએ એક અલગ ઓળખ બનાવી છે. આજની તારીખમાં, તે પોતાના મોબાઈલ વડે 40 વીઘા ખેતીની જમીનનું સિંચન કરી શકે છે. ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરાને કારણે દરેક ઝાડ અને છોડ ઉપર નજર રાખી શકે છે. તેમનો આખો ફાર્મ એરિયા વાયરલેસ નેટવર્કિંગ સાથે જોડાયેલ છે જ્યાં બ્રોડબેન્ડ પણ ઉપલબ્ધ છે.

મને મારા ગામ સાથે વધુ લગાવ હતો

image source

એક મીડિયા હાઉસ સાથેની વાતચિતમાં સુધાંશુએ કહ્યું કે પપ્પા અને દાદા બંને ખેડૂત હતા. તેમણે પોતાના સમયમાં ટેક્નોલોજીનો પણ સારો ઉપયોગ કર્યો હતો. તેની ઇચ્છા હતી કે મારે આઈ.એ.એસ. બનવું જોઈએ પણ મને મારા ગામ સાથે વધુ લગાવ હતો. આ જ કારણ હતું કે સેન્ટ પોલ સ્કૂલમાંથી 12 પાસ કર્યા બાદ અને યુનિવર્સિટીની હંસરાજ કોલેજ પોસ્ટ ગ્રેજ્યુએશન બાદ હું મુન્નારમાં ટાટા ટી બગીચામાં આસિસ્ટન્ટ મેનેજરની નોકરી છોડીને ગામમાં આવ્યો. મારો નાનો ભાઈ હિમાંશુ પણ ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમીની નોકરી છોડીને મારા એક વર્ષ પહેલાં ગામમાં આવ્યો હતો. અમે બંનેએ અમારા પૂર્વજોની ખેતીકામ કરવાનું નક્કી કર્યું.

દરેક વૃક્ષ માટે વ્યક્તિગત સિંચાઈની વ્યવસ્થા

image source

તેમની ખેતીથી સંબંધિત ટેક્નોલોજી જોઈને દરેક દંગ રહી જાય છે. સુધાંશુના કેરી, જામફળ, લીચી, કેળા, તેનાં રસ ઝરતાં ફળોની વગેરેનાં ઘણાં બગીચા છે. વિશેષ બાબત એ છે કે દરેક બગીચાના દરેક વૃક્ષ માટે, વ્યક્તિગત સિંચાઈની વ્યવસ્થા છે. એકલા કેળાના બગીચામાં ૨8 હજાર વૃક્ષો છે જેમાં દરેકના સિંચાઇ માટેની સ્વતંત્ર સિસ્ટમ સંપૂર્ણ રીતે કોમ્પ્યુટરાઇઝ્ડ અને સ્વચાલિત છે.

બધુ બેઠા બેઠા જ થઈ જાય છે

image source

આખી સિસ્ટમનું કંટ્રોલ કરનાર લેપટોપને ફક્ત એટલી સુચના આપવાની છે કે ઝાડને કેટલું પાણી આપવાનું છે. કેટલી વાર સુધી આપવાનું છે. તેમા ખાતર, દવા, જંતુનાશક મિશ્રણ કરવું કે નહીં, જો મિશ્રણ કરવું છે તો તેની માહિતી આપવાની છે. સુધાંશુ તેના મોબાઇલ પરથી લેપટોપ પર પણ આ માહિતી મોકલે છે. ત્યાર પછી બધુ બેઠા બેઠા જ થઈ જાય છે.

ખેતરો વચ્ચે સેન્ટ્રલ કંટ્રોલ રૂમ પણ બનાવ્યો

image source

સુધાંશુએ તેની ખેતી માટે ખેતરો વચ્ચે સેન્ટ્રલ કંટ્રોલ રૂમ પણ બનાવ્યો છે. 2019 માં તેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી નીતીશ કુમારે કર્યું હતું. આ સેન્ટરમાં ખાતર, દવા અને જંતુનાશકનું પાણી પુરવઠામાં ઓટોમેટિક મિશ્રણ થઈ જાય છે. જો આખા બગીચામાં એક જ ઝાડને કોઈ વિશેષ દવા આપવાની હોય તો તે પણ આપી શકાય છે. ખેતરમાં જવાની જરૂર નથી પડતી. ત્યાં દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા છે જેથી દરેક વૃક્ષ પાસે જવાની જરૂર નથી પડતી. સુધાંશુએ કહ્યું કે આ બધું ફક્ત ટેકનોલોજીના ઉપયોગથી જ શક્ય છે.

માઈક્રો ઈરીગેસન સિસ્ટમ વરદાન

image source

સુધાંશુ ખેતીની આ સફળતા માટે માઈક્રો ઈરીગેસન સિસ્ટમને વરદાન માને છે. બોલચાલથી ભાષામાં તેને ટપક સિંચાઈ પદ્ધતિ કહેવામાં આવે છે. જેમાં છોડને ટીપે ટીપે પાણી આપવામાં આવે છે. આના દ્વારા ખેતર અથવા બગીચામાં ભેજને નિયંત્રિત કરી શકાય છે. આ પદ્ધતિ દ્વારા તે લીચીની ખેતી માટે જરૂરી ભેજ સરળતાથી મેળવે છે. આ સાથે પરંપરાગત ખેતીમાં વપરાતા પાણીના વપરાશના ત્રીજા ભાગનું પાણી જ વપરાય છે, જે સમયની માંગ પણ છે. નાના ખેડૂત પણ વાવેતર કરી શકે છે. સરકાર 80 ટકા સુધીની સબસિડી આપે છે. સબસિડી માટે, કેટલીક દોડધામ કરવી પડશે.

કુલ ટર્નઓવર 80 લાખ

image source

છેલ્લા 31 વર્ષોની મહેનતમાં સુધાંશુએ તેમનું કુલ ટર્નઓવર રૂ. 25,000 થી વધારીને 80 લાખ કરી દીધું છે. આગામી પાંચ વર્ષમાં તેને બે કરોડમાં લઈ જવાની યોજના છે. પહેલા જ વર્ષમાં તેણે માત્ર કેરીના બાગમાંથી આવક 25 હજારથી વધારીને 1.35 લાખ કરી દીધી હતી. આમાં ફક્ત અને ફક્ત ટેકનોલોજીનું યોગદાન હતું. સુધાંશુનો પોતાનો મત છે કે ખેડુતો ઘઉં, ડાંગર, મકાઈથી ઉપર ઉઠીને બાગકામ તરફ આગળ વધવું જોઈએ, તો જ તેઓ નફો મેળવી શકે. તેઓએ તેમની કુલ ખેતીના ઓછામાં ઓછા ત્રણ ભાગ માટે બાગાયત અને ફળો માટે કામ કરવું જોઈએ.

2009 માં જગજીવન રામ કિસાન એવોર્ડ મળ્યો

image source

સુધાંશુને તેમની ઉપલબ્ધિ બદલ 2009 માં પ્રતિષ્ઠિત ખેડૂત સન્માન જગજીવન રામ કિસાન એવોર્ડ મળ્યો છે. તે આંતરરાષ્ટ્રીય સોસાયટી ગ્લોબલ ફાર્મર નેટવર્કના સભ્ય પણ છે. આંતરરાષ્ટ્રીય ફેલોશિપ પણ મેળવી છે. આ પ્રદેશમાં તેમને એટલો આદર મળ્યો છે કે સતત ચોથી વાર પ્રધાન બન્યા છે. સ્થાનિક ખેડુતો તેમની પાસેથી શીખવા અને જાણકારી મેળવવા આવે છે. દર વર્ષે બિહાર અને અન્ય રાજ્યોના 1200-1300 લોકો તેમના ખેતરની મુલાકાત લે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત