શું તમે જાણો છો શા માટે જેલના કેદીઓને પહેરાવવામાં આવે છે આ ખાસ યુનિફોર્મ? જાણો ક્યારથી થઇ હતી આની શરૂઆત

શું તમે જાણો છો કે શા માટે જેલમાં કેદની સજા ભોગવતા કેદીઓ એક સરખા રંગના જ કપડાં પહેરે છે. કદાચ તમને તેનો જવાબ ખબર ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આજના આ જાણવા જેવું વિભાગનાં આર્ટિકલમાં આપણે તેનું કારણ જાણીશું.

તમે હિન્દી પિક્ચરોમાં જોયું હશે કે કે જેમાં જેલની શૂટિંગ હોય અને તેમાં કેદીનો રોલ કરતા અભિનેતાઓ એક ખાસ પ્રકારનાં સફેદ અને કાળી લાઈન વાળા કપડાં પહેરેલા દેખાય છે. વળી, બધા કેદીઓના કપડાં એકસરખા જ હોય છે જાણે તેઓને સેના કે સ્કૂલમાં ભરતી ન કરવામાં આવ્યા હોય. આ દ્રશ્યો જોઈને તમને પણ ક્યારેક એ સવાલ થયો હશે કે આખરે કેદીઓને એકસરખા કપડાં પહેરવવા પાછળ શું કારણ હશે ? તો ચાલો તેના વિશે જાણીએ.

image source

ઇતિહાસ સાથે જોડાયેલી છે માહિતી

જેલમાં કેદીઓને એક સરખા કપડાં પહેરાવવાનો ઇતિહાસ આજકાલનો નહીં પણ બહુ જૂનો છે. માન્યતા મુજબ 18 મી સદીમાં અમેરિકામાં ઓર્બન પ્રિઝન સિસ્ટમ આવી હતી. એવું મનાય છે કે અહીંથી જેલમાં આધુનિકતાની શરૂઆત થઈ હતી. અહીંથી જ જેલના કેદીઓને ગ્રે અને બ્લેક કલરના ધારીદાર કપડાઓ આપવામાં આવ્યા હતા.

image source

શા માટે આપવામાં આવે છે યુનિફોર્મ

મીડિયા અહેવાલો અનુસાર સૌથી મોટું કારણ એ છે કે કેદીનો એક નિશ્ચિત ડ્રેસ હોવાથી જો કોઈ કેદી ભાગે તો અન્ય લોકો તેને ઓળખી શકે. એ સિવાય કેદીમાં અનુસાશનની સમજ આવે તે માટે પણ યુનિફોર્મ આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ગ્રે અને બ્લેક સ્ટ્રીપને એક ” સિમ્બોલ ઓફ શેમ ” રૂપે ગણવામાં આવતું પરંતુ બાદમાં કેદીઓનાં માનવ અધિકારોની ચર્ચા થઈ તો તેને સિમ્બોલ ઓફ શેમ ન ગણવામાં આવ્યું. ત્યારબાદ લગભગ 19 મી સદીમાં કાળા અને સફેદ રંગના કેદીઓનાં ડ્રેસ ચલણમાં આવ્યા.

image source

શું બધા દેશોમાં કેદીઓને એકસરખી જ યુનિફોર્મ આપવામાં આવે છે ?

એવું નથી કે વિશ્વમાં બધા દેશોમાં કેદીઓને એક સરખા જ કપડાં પહેરાવવામાં આવતા હોય. હા, ભારતમાં કેદીઓને કાળા અને સફેદ રંગનો લિટીવાળો યુનિફોર્મ અપાય છે. જો કે ભારતમાં આ ડ્રેસના ચલણ વિશે એવું કહેવાય છે કે અંગ્રેજોના સમયમાં કેદીઓની માનવ અધિકારોને લગતી વાતો માન્ય રાખવામાં આવી હતી અને આ રીતે આ ડ્રેસ ચલણમાં રહ્યો. એ પણ હકીકત છે કે બધા કેદીઓને યુનિફોર્મ નથી આપવામાં આવતો. મીડિયા અહેવાલો મુજબ જે કેદીઓને સજા સંભળાવી દેવામાં આવી હોય તેને જ યુનિફોર્મ આપવામાં આવે છે. અન્ય કેદીઓ જે માત્ર અટક કરીને જેલમાં રાખવામાં આવ્યા હોય તેને આ ડ્રેસ આપવામાં નથી આવતો.