જમાલપુર કાજીના ધાબા પાસે 5 માળની ઈમારત પત્તાંના મહેલની જેમ થઇ ધરાશાયી, યા અલ્લાહ રહેમની બૂમ પાડી લોકોએ

અમદાવાદ શહેરમાં વધુ એક દુર્ઘટના સર્જાય છે. આજે શહેરના જમાલપુર વિસ્તારમાં એક ઈમારત પત્તાના મહેલની જેમ કકડભુસ થઈ ગઈ હતી. લોકોની નજર સામે આ ઘટના બનતા ત્યાં હાજર લોકો પણ ઈશ્વરને યાદ કરવા લાગ્યા હતા. અમદાવાદમાં ગઈકાલે જ હજુ તો તાઉતે વાવાઝોડાએ તબાહી મચાવી હતી. શહેરને વાવાઝોડાએ જાણે બાનમાં લીધું હોય તેમ લોકો બસ નજર સામે વાવાઝોડાની ભયંકરતા જોતા રહી ગયા હતા.

image source

અમદાવાદમાં વાવાઝોડાના કારણે ઠેરઠેર વૃક્ષો ધસી પડ્યા હતા તો કેટલીક જગ્યાઓએ હોર્ડિંગ્સ પણ ધરાશાયી થયા હતા. તેવામાં આજે સાંજે અચાનક જ જમાલપુર વિસ્તારમાં આવેલા કાજીના ધાબા પાસે આવેલી એક પાંચ માળનું રહેણાક મકાન ધરાશાયી થયું હતું. આ ઘટનામાં મકાન જાણે પત્તાનું બનેલું હોય તેમ પવનની સાથે પડી ગયું હતું. જો કે ઈમારત પડી ત્યાં સુધીમાં તેમાંથી લોકો બહાર નીકળી ગયા હતા. જેના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી.

Ahmedabad: Building collapses in Amraiwadi area, three dead
image source

અચાનક જ પાંચ માળની ઈમારત ધસી પડતા આસપાસના લોકો પણ ધડાકો સાંભળી એકઠા થવા લાગ્યા હતા. લોકોની નજરની સામે જ પાક્કું મકાન જમીનદોસ્ત થઈ ગયું હતી. આ ઘટના નજરે નિહાળનાર લોકો પણ ડરી ગયા હતા લોકો તેમજ બાળકો ચીચીયારી પાડી ગયા હતા.

જાણવા મળ્યાનુસાર આ ઈમારતમાં ગઈકાલે ધ્રુજારી અનુભવાઈ હતી જેના કારણે એન્જિનયિર પાસે ચેક કરાવવામાં આવ્યું હતું. આ ઈમારતમાં એક જ પરિવારના લોકો રહેતા હતા. જાણવા મળ્યું હતું કે ઈમારતની નીચે ગટરલાઈનમાં કોઈ સમસ્યા હતી. જેના કારણે બિલ્ડીંગમાં રહેતા લોકોને જર્ક આવ્યો હતો. પરિવારે સાવચેતીના ભાગરુપે બહાર નીકળી ગયો હતો. ત્યાં આજે આ બિલ્ડીંગ ધરાશાયી થઈ ગયું હતું આ ઘટના બની તે સમયે ઈમારતમાં કોઈ હાજર ન હતું.

image source

પાંચ માળની ઈમારત પડ્યાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે બિલ્ડીંગ પડ્યાની જાણ તેમને કરવામાં આવી હતી. પોલીસની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી. આ ઘટનામાં સારી વાત એ છે કે કોઈ વ્યક્તિ ઈજાગ્રસ્ત પણ થયું નથી કે ન તો જાનહાનિ થઈ છે. પોલીસે જણાવ્યું હતું કે ઘટનામાં જેણે બેદરકારી દાખવી છે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ટીમ દ્વારા જે ઈમારત ધસી પડી હતી તેની આસપાસની જગ્યા ખાલી કરાવી દેવામાં આવી હતી. સમગ્ર વિસ્તાર ખાલી કરાવી અને કાટમાળ હટાવવા કામગીરી હાથ ધરવામાં આવી હતી.

image source

જણાવી દઈએ કે આ ઈમારત ટેકરાવાળી મસ્જિદ પાસે કાજીના ધાબા છીપાવાડ પાસે હોકાબાજ વાળામાં આવેલી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!