જમીનના અભાવને લીધે આ દેશે ખેતી કરવા કર્યો અનોખો જુગાડ જાણીને નવાઈ લાગશે…

આજના સમયમાં લગભગ દરેક ક્ષેત્રે આધુનિકતા જોવા મળી રહી છે. ખાસ કરીને ખેતી કરવાની પદ્ધતિ પહેલા કરતા ઘણા અંશે ઓછી મહેનત અને વધુ ઉપજ આપનારી બની છે. આપણા ગુજરાત સહિત દેશભરમાં ખેડૂતો પોતાની ખેતીમાં આધુનિકતાનો ઉપયોગ કરતા અને વધુ પાક મેળવતા થઈ ગયા છે અને આ જ કારણ છે કે હવે શિક્ષિત વર્ગના લોકો પણ ખેતી તરફ વળ્યા છે.

image source

આપણી આસપાસ તો ખેતી મોટાભાગે જમીન પર જ કરવામાં આવતી હોય છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે હવે દીવાલ પર પણ ખેતી થવા લાગી છે. એટલું જ નહીં દીવાલ પરની આ ખેતી દ્વારા અનાજ અને શાકભાજીના પાક પણ લઈ શકાય છે. ” વર્ટીકલ ફાર્મિંગ ” નામે ઓળખાતી ખેતીની આ પદ્ધતિ ધીમે ધીમે લોકોમાં વધુને વધુ લોકપ્રિય થઈ રહી છે. ત્યારે શું છે આ વર્ટીકલ ફાર્મિંગ ? આવો જાણીએ.

image source

વર્ટીકલ ફાર્મિંગ એટલે દીવાલ પર ખેતી કરવાની સૌપ્રથમ શરૂઆત ઇઝરાયલમાં થઈ છે. અસલમાં ઇઝરાયલ અને અન્ય કેટલાક દેશોમાં ખેતી કરી શકાય તેવી જમીન બહુ ઓછી છે અને આ સમસ્યાના ઉકેલ તરીકે ત્યાંના લોકોએ વર્ટીકલ ફાર્મિંગનો પ્રયોગ કર્યો.

image source

ગ્રીનવોલ કંપનીના સંસ્થાપક પાયોનિર ગાઈ બારનેસના જણાવ્યા મુજબ તેની કંપની સાથે ગૂગલ અને ફેસબુક જેવી વિશ્વસ્તરની કંપનીઓ પણ જોડાયેલી છે અને તેના સહયોગથી ઇઝરાયલમાં અનેક દીવાલો પર વર્ટીકલ ફાર્મિંગ પધ્ધતિ દ્વારા ખેતી કરવામાં આવી રહી છે.

કઈ રીતે થાય છે વર્ટીકલ ફાર્મિંગ ?

image source

વર્ટીકલ ફાર્મિંગ અંતર્ગત છોડવાઓને કુંડાઓમાં રોપી નાના નાના યુનિટ્સ તરીકે લગાવવામાં આવે છે અને સાથે જ એ પણ તકેદારી રખાય છે કે છોડ કૂંડામાંથી પડી ન જાય. આ કુંડાઓમાં સિંચાઈ માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. જો કે અનાજ ઉગાવવા માટે યુનિટ્સને અમુક સમય માટે દીવાલ પરથી ઉતારી લેવામાં આવે છે અને બાદમાં દીવાલ પર જ લગાવી દેવામાં આવે છે.

પર્યાવરણ માટે ફાયદાકારક વર્ટીકલ ફાર્મિંગ

image source

એવું નથી કે વર્ટીકલ ફાર્મિંગ ફક્ત ઇઝરાયલમાં જ કરવામા આવતી હોય. દીવાલ પર ખેતી કરવાની આ પદ્ધતિ અમેરિકા, યુરોપ અને ચીનમાં પણ ઝડપભેર લોકપ્રિય થઈ રહી છે. આ પદ્ધતિ દ્વારા ખેતી કરવાનો સૌથી મોટો.ફાયદો એ થાય છે કે દીવાલ પર લીલાં છોડવાઓ હોવાથી ઘરનું તાપમાન પણ બહુ ઊંચું નથી જતું અને આસપાસનું વાતાવરણ પણ ભેજયુક્ત ઠંડુ રહે છે. એ સિવાય ધ્વનિ પ્રદુષણની અસર પણ ઓછી અનુભવાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત