જાણો એક એવા શહેર વિશે જ્યાંથી તમને જો આવે છે એક ફોન તો તમે બની શકો છો કંગાળ

ભારતના ઝારખંડ રેકીમાં આવેલું જામતાડા શહેર આમ તો સાંપોના કારણે પ્રસિદ્ધ છે કારણ કે અહીં ઘણી મોટી સંખ્યામાં સાંપો મળી આવે છે અને આ જ કારણ છે કે આ શહેરનું નામ જામતાડા પડ્યું.

image source

જામતાડા નામ અસલમાં જામા અને તાડ શબ્દથી બન્યું છે અને સંથાલી ભાષામાં જામા શબનો અર્થ સાપ અને તાડ શબ્દનો અર્થ ઘર થાય છે. એ મુજબ જામતાડાનો અર્થ સાપોનું ઘર એવો પણ કાઢી શકાય. પરંતુ હવે આ શહેર બીજી એક બાબતને લઈને પણ ચર્ચામાં આવ્યું છે જે મુજબ આ શહેર ઓનલાઇન ઠગોનું ઘર પણ બની ચૂક્યું છે. અને અહીંથી ફોન કોલ દ્વારા લોકોના પૈસા ઓનલાઇન જ ઠગી લેવામાં આવે છે.

image source

કહેવાય છે કે જામતાડા સાઇબર ક્રાઇમનું એપી સેન્ટર છે અને સમગ્ર દેશમાં સાઇબર ઠગો દ્વારા પૈસા પડાવવાના 80 ટકા કેસો આ જામતાડા શહેર સાથે જોડાયેલા હોય છે. આખા દેશમાં માત્ર પાંચ – છ રાજ્યો સિવાય લગભગ દરેક રાજ્યની પોલીસ ઓનલાઇન ઠગના મામલે તપાસ કરવા આ શહેરમાં આવી ચુકી છે. જામતાડા શહેરનું પણ કરમાટાંડ ગામ આ બાબતનું ખાસ કેન્દ્ર છે.

image source

થોડા વર્ષો પહેલા બૉલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચનના અકાઉન્ટમાંથી પાંચ લાખ રૂપિયા ઉપડી ગયા હતા. એ સિવાય પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહના પત્ની અને સાંસદ એવા પરણિત કૌરના એકાઉન્ટમાંથી પણ 23 લાખ રૂપિયા ઉપડી ગયા હતા. એ ઉપરાંત એંય એક કેન્દ્રીય મંત્રીના એકાઉન્ટમાંથી બે લાખ, કેરળના એક સાંસદના એકાઉન્ટમાંથી દોઢ લાખ ઉપડી ગયા હતા અને આ બધા કેસોના તાર જામતાડા સાથે જોડાયેલા હતા. આ વીઆઈપી કેસો સિવાય પણ એવા હજારો કેસ છે જેના બેન્ક એકઉન્ટમાંથી પૈસા ઉપડી ગયા અને ક્યારેય પાછા નથી મળ્યા.

image source

પોલીસ રિપોર્ટ અનુસાર જામતાડામાં સાઇબર ક્રાઇમ થકી લોકોને ઠગવાની શરૂઆત વર્ષ 2013 થી થઇ હતી. ત્યારથી લઈને અત્યાર સુધી વિવિધ રાજ્યોની પોલીસ આ મામલે સેંકડો લોકોને પકડી ચુકી છે. આ આરોપીઓની તપાસ કરતા માલુમ પડ્યું કે તેની આવક કરતા સંપત્તિ વધુ છે. અને તેઓ લોકોને ફોન દ્વારા મૂર્ખ બનાવી તેના બેન્ક એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરી લેતા હતા.

image source

જામતાડા જિલ્લાના સેંકડો ગામ છે અને લગભગ દરેક ગામમાં સાઇબર ક્રાઇમના કેસ નોંધાયેલા છે. આ લોકો સૌપ્રથમ પોતાના સ્ત્રોતો દ્વારા લોકોના બેન્ક એકાઉન્ટની વિગતો મેળવે છે અને ત્યારબાદ તેને ફોન કરે છે અને એવું કહે છે કે તે બેન્ક અધિકારી છે તથા તમારું બેન્ક એકાઉન્ટ અપડેટ કરવામાં આવી રહ્યું છે અથવા તમારું એકાઉન્ટ બંધ કરવામાં આવી રહ્યું છે માટે તમે ફલાણી ફલાણી વિગત જણાવો. ગભરાયેલા માણસો આ ઠગોની વાત સાચી માની પોતાના એકાઉન્ટની વિગતો આપી દે છે અને અમુક મિનિટોમાં જ તેના એકાઉન્ટમાંથી પૈસા પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લે છે.

image source

આવા ઠગોથી બચવાનો એક જ ઉપાય છે અને તે છે બુદ્ધિનો ઉપયોગ અને સાવચેતી. જો તમારા ફોનમાં પણ આવો કોઈ ફોન આવે અને બેન્ક સંબંધી કોઈપણ વિગત માંગવામાં આવે તો તેની સાથે વાતમાં ન ફસાવું અને તેની વિગતો તાત્કાલિક પોલીસને આપવી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત