વિરાટ સાથે નહિં પણ આ ખાસ મહેમાન સાથે અનુષ્કા આવી પહોંચી અમદાવાદમાં, શું તમે જોઇ આ તસવીર?

ભારત ઇંગ્લેન્ડ 5 ટી 20 સિરીઝ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ બધી મેચો માટે બંને ટીમોએ અમદાવાદમાં હોટેલ હયાત રિજેન્સીમાં લગભગ 1 મહિનો રહેવું પડશે. કોરોના મહામારીના કારણે હોટલ હયાત રિજેનસીમાં બધા જ રૂમ ક્રિકેટર માટે રાખવામાં આવ્યા છે. આ બધા જ ક્રિકેટરોને હોટેલમાં જ રહેવાનું છે એમને બહાર કોઈને મળવાની પરવાનગી નથી. એટલું જ નહીં હોટેલમાં કામ કરતા કર્મચારીઓને પણ 30 દિવસ બહાર જવાની પરવાનગી નથી. એવામાં અનુષ્કા શર્મા રવિવારે અમદાવાદમાં હોટેલ હયાત રિજેન્સીમાં પોતાની દિકરી વામિકા સાથે આવી હતી.

image source

ભારતીય ટીમના અમુક ખેલાડીઓ પોતાના પરિવાર સાથે અમદાવાદની હોટલ હયાતમાં રોકાયા છે. મેચની શરૂઆતથી રોહિત શર્મા, હાર્દિક પાંડયા, ઇશાંત શર્મા, ચેતેશ્વર પૂજારા, સૂર્યકુમાર યાદવ અને અજિકય રહાણે પોતાના પરિવાર સાથે અમદાવાદ આવ્યા હતા. આ બધા જ ખેલાડીઓને જ્યારે પણ નવરાશનો સમય મળે છે ત્યારે તે પોતાના પરિવાર અને બાળકો સાથે મસ્તી મજકના મૂડમાં આવી જાય છે.

image source

જો કે ભારતની ટેસ્ટ સિરીઝ ખતમ થતા જ ચેતેશ્વર પુજારા, અજિકય રહાણે, રિદ્ધિમાન સાહા અને ઇશાંત શર્મા ઘરે જવા રવાના થઈ ગયા છે. ભારતીય ટીમના કેટલાક ખેલાડીઓ ટી 20 મેચના 5 દિવસ પહેલા અમદાવાદ આવ્યા હતા. અનુષ્કા શર્મા પોતાની દીકરી વામિકા સાથે અમદાવાદની હોટેલ હયાત રિજેન્સીમાં પહોચી છે. હાલમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પોતાની દીકરી વામિકા સાથે સમય પસાર કરી રહ્યા છે બંનેની લાંબા સમય પછી મુલાકાત થઈ છે

image source

અનુષ્કા શર્મા પોતાની દીકરી વામિકા સાથે અમદાવાદ પહોંચી, એમને હોટલ હયાત રિજેન્સીના લોન્જમાંથી પોતાનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. એ ભૂરા કલરના ડેનિમ જિન્સમાં એક સોફા પર બેઠેલી અને લોનજ એરિયાની એક મોટી બારી પાસે એક જેકેટમાં દેખાઈ હતી. પોતાના ચહેરા પર તડકાની સાથે એમને આ ફોટો શેર કર્યો છે અને સાથે કેપ્સન પણ લખ્યું છે કે લાઈટ કેચર.

image source

જો કે ફોટામાં એમની દીકરી વામિકા નથી દેખાઈ પણ એ અનુષ્કા શર્મા સાથે અમદાવાદ તો આવી જ છે. અનુષ્કા શર્મા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા માટે આગામી ભારત ઇંગ્લેન્ડ ટી 20માં ભાગ લઈ શકે છે.

image source

તમને જણાવી દઈએ કે અનુષ્કા શર્માએ 11 જાન્યુઆરી 2021ના રોજ દીકરીને જન્મ આપ્યો હતો. અને પોતાની દીકરીનું નામ જણાવતા એને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ શેર કરી હતી.અનુષ્કાએ તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘અમે પ્રેમ, કૃતજ્ઞતા સાથે જીવન જીવ્યાં છીએ, પરંતુ નાનકડી વામિકાએ અમારું જીવન જ બદલી નાખ્યું છે. આંસુ, હાસ્ય, ચિંતા, આશીર્વાદ, લાગણીઓ મિનિટમાં અનુભવાય છે. ઊંઘ તો હવે આવતી નથી પરંતુ અમારું હૃદય એકદમ ભરેલું છે. તમારી પ્રાર્થના, શુભેચ્છા તથા પોઝિટિવ એનર્જી માટે તમામનો આભાર.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!