સિકોતર માતાના આ ચમત્કારીક મંદિરનો છે અનોખો ઈતિહાસ, દેશ વિદેશથી અહીં દર્શને આવે છે ભક્તો

ગુજરાતને સંતો અને મહારૂષોની ભૂમી કહેવાય છે. ગુજરાતમાં અનેક પૌરાણિક મંદિરો આવેલા છે. આ મંદિરોઓ અંગે અનેક લોકવાયકો પ્રચલિત છે. ઘણા સ્થાનો તો મહાભારત અને રામાયણ સાથે સંબંધ છે. ઘણા મંદિરો તો એવા છે જેમના ચમત્કાર જાણીને લોકો આજે પણ આશ્ચર્યમાં મુકાઈ જાય છે.

image source

આવુ જ એક મંદિર છે સિકોતેર માતાજીનું. જે ખંભાતથી 7 કિમીના અંતરે આવેલા રાલેજ ગામ ખાતે આવેલુ છે. આ મંદિર આશરે નવસો વર્ષ જુનુ મંદિર છે. નોંધનિય છે કે, આ મંદિર ખાતે ચૈત્ર માસની પૂનમ ઉપરાંત દર રવિવારે અહી મોટી સંખ્યામાં માઈ ભક્તો દર્શને આવે છે.

નોંધનિય છે કે, આ મંદિરના પૌરાણિક ઈતિહાસ અંગે જો વિગતે વાત કરીએ તો, ખંભાત નગરના શેઠ જગડુશા ખુબ જ અમિર હતા. વિદેશથી પોતાના કુટુંબીજનો અને નોકર ચાકરના કાફલા લઇ અઢળક ધન સંપત્તિ લઇ દરિયાઈ માર્ગે પોતાના વતન તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન દરિયામાં તોફાન શરૂ થતા શેઠ જગડુશાએ હરસિદ્ધિ માતે પ્રાર્થના કરવા લાગ્યા અને તેમના કાફલાને બચાવવા આજીજી કરી જેથી માતાજીએ તેમની પ્રાર્થના શાંઙળી અને ત્રિશુળની અણીએ વહાણ કિનારે પહોંચાડી દીધું હતું.

image source

તો બીજી તરફ શેઠ જગડુશાની ભક્તિથી માતાજી પ્રસન્ન થયા હતા અને માતાજીએ પોતાનું મંદિર બાંધવાનો આદેશ આપ્યો હતો. બસ ત્યારથી જ સિકોતર માતાજીના આ મંદિરની સ્થાપના થઈ છે અને વર્ષે લાખો લોકો માના દર્શને આવે છે. તમને જણાવી દઈએ કે, વર્તમાન સમયમાં રાલેજગ ગામે આવેલ આ વહાણવટી સિકોતર મંદિર ચમત્કાર દેશ વિદેશમાં પણ પ્રચલિત છે. નોંધનિય છે કે, ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં વસતા ગુજરાતી લોકો પણ જ્યારે અહિ વતનમાં આવે છે ત્યારે માતાના દર્શને અચુક આવે છે.

તમને જમાવી દઈએ કે, સિકોતર માતાજીના મંદિર નજીક એક સ્મશાન હતું, જ્યાં શિવ મંદિર પણ બિરાજમાન છે. નોંધનિય છે કે અહીં ભારતના નકશામાં ભારતભરમાં આવેલા તમામ શિવલિંગના એક જ જગ્યાથી દર્શન કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં એવા ઘણા મંદિર છે જ્યાં માતાજીના ચમત્કાર જોવા મળે છે, તમને જણાવી દઈએ કે હાલના સમયમાં દેશમાં દેવી માતાના ઘણા બધા મંદિર આવેલા છે અને બધા મંદિરોની પોતાની કોઈને કોઈ વિશેષતા છે. નોંધનિય છે કે, હંમેશા આ મંદિરોની અંદર કોઈને કોઈ પ્રકારના ચમત્કાર અચુક જોવા મળે છે, આ ચમત્કારના કારણે માઈ ભક્તો અહિ દુર દુરથી દર્શન માટે આવે છે.

image source

તમને જણાવી દઈએ કે ભારતમાં દેવી માં ના ઘણા અલૌકિક મંદિરો છે તેમાનું એક છે રતનગઢ માતાનું મંદિર છે. નોંધનિય છે કે, આ મંદિર વિષે એવી લોક વાયકા છે કે અહીયાની માટી અને ભભૂતમાં એક ચમત્કારિક શક્તિ છે, જે કોઈ વ્યક્તિ શારીરક રીતે બીમાર રહે છે, જો તે વ્યક્તિ અહીની ભભૂત ચાટી લે છે તો તેની તમામ બીમારીઓ દુર થઇ જાય છે, તમને જણાવી દઈએ કે, અહીની સૌથી મોટી ખાસીયત એ છે કે આ મંદિરની માટીની એ છે કે તેને ચાટતા જ ઝેરીલા જીવોનું ઝેર પણ કોઈ અસર નથી કરતું.

આ ઉપરાંત માતાનું એક મંદિર મધ્ય પ્રદેશથી અંદાજે 55 કી.મી.ના અંતરે રામપુર ગામમાં આવેલું છે, નોંધનિય છે કે, રતનગઢ માતાનું આ મંદિર સિંધ નદીના કિનારે વસેલુ છે, તમને જણાવી દઈએ કે, આ મંદિરમાં દેવીમાં ની મૂર્તિ ઉપરાંત કુંવર મહારાજની મૂર્તિ પણ સ્થાપિત છે, તમને જણાવી દઈએ કે પ્રચલિત લોકવાયકા પ્રમાણે એવું કહેવામાં આવે છે કે કુંવર મહારાજ દેવી માતાના સૌથી મોટા ભક્ત હતા, અને તે કારણથી જ આ મંદિરની અંદર માતાની પૂજા સાથે તેમની પણ પૂજા કરવામાં આવે છે.

image source

તમને જણાવી દઈએ કે, આ રતનગઢ વાળા માતાના મંદિરની સૌથી વિશેષ વાત એ છે કે, આ મંદિરની ધૂળમાં એટલી શક્તિ છે કે તેને ચાટવાથી સાંપ, વિછી કે કોઈ પણ પ્રકારના ઝેરી જીવોના ઝેર દુર થઇ જાય છે, નોંધનિય છે કે આ દેવી માતાના મંદિરમાં જે ભભૂત નીકળે છે તે ઘણી જ ચમત્કારિક માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે જો આ ભભૂતને પાણીમાં ભેળવીને કોઈ બીમાર વ્યક્તિને આપવામાં આવે તો તેનાથી તમામ પ્રકારના રોગ મચી જાય છે. આ ઉપરાંત દેવી માતાના આ મંદિરમાં માત્ર માણસોને જ નહીં પરંતુ પશુઓની પણ સારવાર કરવામાં આવે છે,

image source

તમને જણાવી દઈએ કે, અહિના સ્થાનિક લોકો ભાઈ બીજના દિવસે પશુને બાંધવાના દોરડાને દેવી માં પાસે મુકે છે અને તે પછી આ દોરડાથી ફરી પશુને બાંધી દે છે જેનાથી પશુને કોઈ પણ પ્રકારની શારીરિક તકલીફ હોય તો તે જલ્દી દુર થઇ જાય છે. અહિ ભાઈ બીજના દિવસે ભરાતા મેળાની અંદર સ્થાનિક લોકો સાથે સાથે દુર દુરથી માઈ ભક્તો આવે છે. તો બીજી તરફ આ દેવી માતાના આ મંદિર વિષે એવું પણ કહેવામાં આવે છે કે આ મંદિરનું નિર્માણ મુગલ કાળ દરમિયાન કરવામાં આવ્યું હતું, નોંધનિય છે કે, તે સમય દરમિયાન યુદ્ધ વખતે શિવાજી વીંધ્યાચલના જંગલોમા ભૂખ્યા તરસ્યા ભટકી રહ્યા હતા ત્યારે તેને કોઈ કન્યાએ ભોજન કરાવ્યું હતું. નોંધનિય છે કે જ્યારે સ્થાનિક લોકોએ એવું જણાવ્યું હતું કે શિવાજીએ પોતાના ગુરુ સ્વામી રામદાસને તે કન્યા વિશે જ્યારે પૂછ્યું તો તેમણે પોતાની દિવ્ય દ્રષ્ટિથી જોઇને શિવાજીને કહ્યું કે તે કન્યા બીજુ કોઈ નહી પરંતુ જગત જનની માં દુર્ગા હતી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ