ટીવીના આ 8 એક્ટ્રેસ, જે પોપ્યુલરિટીની બાબતમાં બોલીવુડની એક્ટ્રેસને પણ પાછળ છોડી દે તેમ છે.

ટેલિવિઝનની પહોંચ એટલી હદે છે કે ટીવી શોના એક્ટર્સ રાતો રાત ઘર ઘરમાં પોપ્યુલર થઈ જાય છે અને એમની ફેન ફોલોઇંગ પણ ખૂબ જ વધારે હોય છે. આજે અમે વાત કરીશું એવી જ અમુક ટીવી એક્ટ્રેસની જે પોપ્યુલરિટીની બાબતમાં બૉલીવુડ એક્ટ્રેસને પણ પાછળ મૂકી દે છે.

રુબીના દિલેક.

image source

બિગ બોસ 14ની વિનર રુબીના દિલેકનો શો દરમિયાન મળેલ લાખો કરોડો વોટ્સથી જ સાબિત થઈ જાય છે કે એ કેટલી બધી પોપ્યુલર છે. શક્તિ અસ્તિત્વ કે અહેસાસ કીથી લઈને છોટી બહુ સુધી રુબીનાએ ટીવી પર લોકોને ખૂબ પ્રેમ જીત્યો છે. બિગ બોસમાં પણ પોતાની સાદગી અને બેબાક અંદાજથી એમને દરેકનું દિલ જીતી લીધું હતું. રુબીના દિલેક બિગ બોસના ઇતિહાસમાં સોશિયલ મીડિયા પર સૌથી વધુ ટ્રેન્ડ થનારી કન્ટેસ્ટન્ટ પણ બની ગઈ હતી.

દિવ્યાંકા ત્રિપાઠી.

image source

ટેલિવિઝનની મોસ્ટ પોપ્યુલર એક્ટ્રેસમાંથી એક છે દિવ્યાંકા ત્રિપાઠી. યે હે મોહબ્બતે સીરિયલમાં ઇસીતાનું પાત્ર ભજવીને દિવ્યાંકા દરેક ઘરમાં માતાની ફેવરિટ વહુ બની ગઈ અને પોતાના ગુડ લુકસ અને એક્ટિંગ સ્કીલ્સના કારણે ફેન્સના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી. મોટાભાગે સિમ્પલ લુકમાં જ રહેતી દિવ્યાંકા સોશિયલ મીડિયા પર હિના ખાનથી પણ વધુ પોપ્યુલર છે. ઇન્સ્ટાગ્રામ પર એમના 13.8 મિલિયન ફોલોઅર્સ છે.

હિના ખાન.

image source

ટીવીની નાગીન અને બિગ બોસ 11ની ફાઇનલિસ્ટ રહી ચુકેલી હિના ખાન બિગ બોસ 14માં પણ દેખાઈ હતી. યે રિશ્તા ક્યાં કહેલાતા હે શોમાં સંસ્કારી વહુના રૂપમાં સૌના દિલમાં જગ્યા બનાવનારી નાના પડદાની હોટ અને યંગ એક્ટ્રેસ હિના ખાન પોતાના ફેન્સને પોતાની અદાઓથી એ હદે દીવાના બનાવી દે છે કે ફેન્સ એમની એક ઝલક જોવા માટે આતુર રહે છે. ઇન્સ્ટાગ્રામ પર હીનાના 11.8 ફોલોઅર્સ છે.

મૌની રોય.

image source

મૌની રોય ટીવીની સૌથી ફેવરિટ સ્ટાર્સમાંથી એક છે. ટેલિવિઝન પર નાગીન બનીને સૌનું દિલ ચોરી લેનાર મૌની રોયે મહાદેવ અને ક્યોંકી સાસ ભી કભી બહુ થી જેવામાં શોમાં પણ કામ કર્યું છે. ઘણા ઓછા લોકોને ખબર હશે કે મૌની જેટલી સારી એક્ટિંગ કરે છે એનાથી પણ સારી એ ડાન્સર છે અને ઘણી ફિલ્મોમાં આઈટમ નંબર કરી ચુકી છે મૌની ટીવીની હાઈએસ્ટ પેઈડ એક્ટ્રેસમાંથી એક તો છે જ પણ સોશિયલ મીડિયા કવીન પણ છે. ઇન્સ્ટાગ્રામ પર એમના 16.3 મિલિયન ફોલોઅર્સ છે.

શિવાંગી જોશી.

image source

યે રિશ્તા ક્યાં કહેલાતા હેની નાયરા એટલે કે શિવાંગી જોશીએ ખૂબ જ ઓછા સમયમાં પોપ્યુલરિટી મેળવી લીધી છે, જે બૉલીવુડ એક્ટ્રેસને વર્ષો પછી પણ નથી મળતી. એમની પોપ્યુલરિટીનો આલમ એ છે કે થોડા દિવસ પહેલા શોમાં નાયરાની મોત બતાવવામાં આવી તો સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો.

નિયા શર્મા..

image source

ટેલિવિઝનની સેક્સી એક્ટ્રેસ નિયા શર્મા પોતાના બોલ્ડ અંદાજના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. જમાઈ રાજથી લઈને નાગીન 4 અને ખતરો કે ખિલાડી સુધી નિયાએ દરેક શોમાં લોકોનું દિલ જીત્યું છે. અને સોશિયલ મીડિયા પર તો એમની પોપ્યુલરિટીનો આલમ એ છે કે એ ફક્ત લાલ લિપસ્ટિક લગાવીને પણ ફોટો શેર કરી દે તો ઈન્ટરનેટ પર આગ લાગી જાય છે. એશિયાની સૌથી સેક્સી 10 એક્ટ્રેસની લિસ્ટમાં છેલ્લા 5 વર્ષોથી નિયાએ પોતાની જગ્યા જાળવી રાખી છે.

જેનિફર વીંગેટ.

image source

જેનિફર ટીવીની સૌથી વધુ પસંદ પામનારી અને ટીવીની સૌથી મોંઘી એક્ટ્રેસમાં સામેલ છે. બેહદ સીરિયલમાં માયાના પાત્રએ એમને એ વખતે પોપ્યુલરિટી આપી જ્યારે એ પોતાની પર્સનલ લાઈફમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી હતી. સરસ્વતી ચંદ્ર, દિલ મિલ ગયે, કહી તો હોગા અને કસોટી જિંદગી કે જેવી પોપ્યુલર શોમાં કામ કરી ચુકેલી જેનિફર પોપ્યુલરિટીની બાબતમાં કોઈપણ બૉલીવુડ એક્ટ્રેસથી જરાય ઓછી નથી.

કરિશ્મા તન્ના.

image source

ક્યોંકી સાસ ભી કભી બહુ થી, ઝલક દિખલાજાથી લઈને બિગ બોસ અને ખતરો કે ખિલાડી સુધી કરિશ્મા તન્નાએ ટેલિવિઝન પર ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે. એ ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાના સુંદર અને સ્ટાઈલિશ ફોટા મૂકીને ચર્ચામાં રહે છે અને સોશિયલ મીડિયા પર તો એમના બોલ્ડ અંદાજના ફેન્સ દીવાના છે. ઇન્સ્ટાગ્રામ પર એમના ચાહકોની મોટી સંખ્યા છે.‘

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!