આ છે ખરી વાસ્તવિકતા, અમદાવાદ સિવિલ બહાર મહિલાનું ઓક્સિજન 45 થઈ જતાં રોડ પર સારવાર કરવાની નોબત

એક તરફ કોરોના કેસ વધી રહ્યા છે તો બીજી તરફ આરોગ્ય તંત્ર તૂટી રહ્યું છે, માત્ર એક જ મહામારીએ લોકોને જણાવી દીધું કે તમારી સામે કેવી આરોગ્ય સિસ્ટમ કામ કરે છે. ત્યારે વધારે એક કિસ્સો સામે આવ્યો છે અને જે જોઈને લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. આ વાત છે સિવિલની 1200 બેડની કે જો હોસ્પિટલમાં દાખલ કરવા રોજે રોજ 40-50 એમ્બ્યુલન્સની લાંબી લાઈનો લાગી રહી છે. એક દર્દીને દાખલ કરવામાંય દોઢ કલાક નીકળી જાય એવી હાલત છે. હોસ્પિટલ તંત્રએ દર્દીઓને લઈને ઊભી રહેતી એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો માટે ગેટ પાસે મંડપ પણ બાંધી રાખ્યા છે.

image source

આજે જે કરૂણ કિસ્સાની વાત કરવી છે એ વાત શનિવારી છે કે જ્યાં 12.30 વાગે વટવાથી રિક્ષામાં આવેલી એક મહિલાનું ઓક્સિજન લેવલ ઘટીને છેક 45 થઈ ગયું હતું. ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવાને બદલે માત્ર ગ્લુકોઝનો બાટલો ચઢાવાયો હતો. જો કે વાત એ નથી. પરંતુ કરૂણ સ્તિથિ એવી છે કે 6 કલાક સુધી મહિલાને દાખલ કરાઈ ન હતી. આખરે મહિલાને ગભરામણ અને પેટમાં દુખાવો ઉપડતાં તેના પુત્રે ઓપીડી સામે રોડ પર સૂવડાવવી પડી હતી. લગભગ 7.30 કલાકની રઝળપાટ પછી આખરે મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

image source

શું શું મથામણ કરી એ વિશે જો વાત કરીએ તો મહિલાના પરિવારે 108ને ફોન કર્યો હતો પરંતુ 2 કલાક સુધી એમ્બ્યુલન્સ આવી ન હતી. આખરે તેમનો પુત્ર રિક્ષામાં લઈને આવ્યો હતો. તેઓ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તેમનો 60મો નંબર હતો અને મહિલાનું ઓક્સિજન લેવલ સતત ઘટી રહ્યું હતું. થોડા દિવસો પહેલા 1200 બેડ ઈમર્જન્સી પાસે જઈને ખરેખર શું સ્થિતિ છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હસતા રમતા અમદાવાદ શહેરમાં જાણે અચાનક કોઈ ડરનો માહોલ આવી ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. લોકો એક બીજાને બચાવવા માટે હવાતિયાં મારી રહ્યા છે.

image source

હાલમાં આખા અમદાવાદમાં એવી પરિસ્થિતિ છે કે ક્યાંક એમ્બ્યુલન્સ વેઈટીંગ, ક્યાંક સારવારમાં વેઈટીંગ, ક્યાંક દવામાં વેઈટીંગ તો ક્યાંક મૃતદેહ લેવામાં અને ત્યાર પછી અંતિમવિધિ માટે સ્મશાનમાં વેઈટીંગ છે. સૌથી મોટી કોરોના હોસ્પિટલ 1200 બેડમાં રાતથી સવાર સુધી સતત એમ્બ્યુલન્સ ગેટ પાસે ઉભેલી જોવા મળે છે.

image source

સાથે જ હોસ્પિટલમાં સારવાર માટે વેઈટીંગ પણ સામે આવ્યું છે. સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની બહાર પણ એમ્બ્યુલન્સ વેઈટીંગમાં છે. જ્યાં દર્દીનો વારો આવે ત્યારે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. બીજી તરફ દર્દીનો નંબર ન આવે ત્યાં સુધી તેમને એમ્બ્યુલન્સમાં જ રાખવામાં આવે છે. આ રીતે સારવાર કરવામાં આવી રહી છે અને લોકોના જીવ બચાવવામાં આવી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!