કાળમુખા કોરોનાએ આખો પરિવાર ખતમ કરી નાંખ્યો, માત્ર 10 જ દિવસમાં બે દીકરા અને માતા-પિતાનો જીવ લઈ લીધો

હાલમાં ભારત સાથે સાથે ગુજરાતમાં કોરોનાએ વિકરાળ સ્વરુપ ધારણ કર્યું છે. માતેલા સાંઢની જેમ કોરોના દિવસે ને દિવસે વધી રહ્યો છે. એ જ રીતે છત્તીસગઢમાં સૌથી વધારે ખરાબ સ્થિતિ દુર્ગની છે. છેલ્લા એક સપ્તાહમાં 3921 લોકો સંક્રમિત થયા છે અને 35 લોકોના જીવ ગયા છે. ટ્વિનસિટીએ નવા વધતા કેસોમાં ઘણાં રેકોર્ડ તોડી દીધા છે. મોટા શહેરોની સરખામણીએ પણ દુર્ગમાં કેસો વધી ગયા છે.

image source

આ આંકડો ચોંકાવનારો છે. ત્યારે આજે એક એવા સમાચાર આવ્યા છે કે જે સાંભળીને તમારું મન વિચલીત થઈ જશે, કારણ કે કોરોનાએ આખા પરિવારનો ભોગ લઈ લીધો છે. આ ઘટનાને લઈ ચકચાર મચી જવા પામી છે. તો આવો વાત કરીએ આ કરુણ કિસ્સાની. આ વાત છે છત્તીસગઢના દુર્ગ જિલ્લાની. કે જ્યાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. તેની સાથે જ તેના ઘાતક પરિણામ પણ સામે આવી રહ્યા છે. ભિલાઈમાં 10 દિવસની અંદર એક હસતો-રમતો પરિવાર મોતના મુખમાં ધકેલાઈ ગયો છે.

જો આ પરિવાર વિશે વાત કરીએ તો પરિવામાં દંપતિ અને તેમના બે દિકરાનું મોત થઈ ગયું છે. જ્યારે પરિવારમાં હજી પુત્રવધુ અને તેમના બે બાળકો કોરોના સંક્રમિત છે જેથી બધાને ખુબ જ ચિંતા થઈ રહી છે. આ પરિવાર માટે કોરોના ખુબ જ ઘાતક સાબિત થયો છે. મળતી માહિતી પ્રમાણે વાત કરવામાં આવે તો ભિલાઈ સેક્ટર-4માં રહેતા 78 વર્ષના હરેન્દ્ર સિંહ રાવત પહેલાં કોરોનાથી સંક્રમિત થયા.

image source

કોરોના સામે લડતાં લડતાં તેમનું 16 માર્ચના રોજ મોત થયું હતું. ત્યારપછી તેમના દીકરા 51 વર્ષના દિકરા મનોજ સિંહ રાવત કોરોનાની ઝપટમાં આવ્યા હતા. તેમને રાયપુરની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન 21 માર્ચના રોજ તેમનું મોત થયું હતું.

image source

આ બે માત બાદ પરિવારમાં જાણે સોપો પડી ગયો હોય શોકનો માહોલ તો હતો જ. પરંતુ હજુ પરિવારને કોરોના છોડતો નહોતો. ત્યારપછીની વાત કરીએ તો હરેન્દ્ર સિંહના 70 વર્ષના પત્ની કૌશલ્યા રાવતનું સંક્રમણના કારણે 25 માર્ચના રોજ અને ત્યારપછી 44 વર્ષના દીકરા મનીષનું તે જ દિવસે સાંજે મોત થયું હતું. બાદમાં શું થયું એની જો વાત કરું તો રાવત પરિવારના સંબંધી પ્રહલાદ સિંહ બિષ્ટે આ સમગ્ર વાતનો ખુલાસો કર્યો છે.

image source

તેમણે આ અંગે વાત કરતાં માહિતી આપી કે મનોજ સિંહ રાવતે 4 માર્ચના રોજ વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. રાવત પરિવારના સભ્યોના અચાનક મોતના કારણે તેમને ખૂબ આઘાત લાગ્યો છે. હાલ તેમની વહુ અને પૌત્ર પણ કોરોના સંક્રમિત છે. આ સાથે જ તેમણે રાજ્ય સરકારને આર્થિક સહાય મદદ કરવા કહ્યું છે. જો કે મળશે કે કેમ એના પર હજુ શંકા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!