Site icon News Gujarat

રાજકોટની સાસુ-વહુની જોડીને 6 કરોડ જનતાએ વખાણી, કલેક્ટરને ચેક આપીને કહ્યું- જેટલા ભરવા હોય તેટલા ભરી દો

હાલમાં ક્યાંય પણ કોરોના ન હોય એવું નથી. બધી જગ્યાએ વાયરસે હાહાકામ મચાવ્યો છે. એ પછી મેગાસિટી હોય તો પણ ભલે અને 500 લોકોની વસતી ધરાવતું ગામડું હોય તો પણ ભલે. કઈ કેટલા લોકોના મોત થઈ રહ્યા છે અને જરૂરી વસ્તુઓ પણ મળી રહી નથી. ત્યારે આવા માહોલની વચ્ચે રાજકીય નેતાઓને પણ શરમાવે તેવું કાર્ય રાજકોટની સાસુ-વહુની જોડીએ કરી બતાવ્યું છે અને હાલમાં આ જોડી આખા રાજ્યમાં વખણાઈ રહી છે. જે જોડીની વાત કરવામાં આવી રહી છે એ જોડીમાં 35 વર્ષથી સાસુ નિર્મળાબેન અને 5 વર્ષથી વહુ ખૂશ્બુબેન સિલાઇકામ કરી રહ્યાં છે.

image source

જો મળતી માહિતી પ્રમાણે વાત કરવામાં આવે તો કોરોનાની કપરી પરિસ્થિતિમાં સાસુ-વહુએ પોતાની જીવનભરની પુંજી કોરોનામાં હેરાન-પરેશાન થતા લોકોને આપવા નક્કી કર્યું. બંને કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને કલેક્ટર રેમ્યા મોહનને કોરો ચેક આપી કહ્યું કે આમાં તમારે જેટલા રૂપિયા ભરવા હોય તેટલા ભરી દ્યો. આ સાંભળી કલેક્ટર પણ સ્તબ્ધ થઇ ગયા હતા. સાસુ નિર્મળાબેન 35 વર્ષથી સિલાઈ અને ભરતકામ કરે છે. વહુ ખૂશ્બુબેન 5 વર્ષથી સિલાઈ કામ કરે છે. સાસુએ તથા વહુએ વર્ષોથી કરેલી મહેનતની પૂંજી દાનમાં આપી છે.

image source

ખરેખર વંદન કરવાનું એટલે મન થાય કે આ અનુદાન સાસુ-વહુએ પોતાની પાસે ન રાખ્યું અને જિલ્લા કલેક્ટરને આપવા માટે ગયા હતા. સાસુ-વહુએ જિલ્લા કલેકટરને કોરો ચેક આપ્યો અને કહ્યું ભરી દ્યો. જિલ્લા કલેક્ટરે ચેક ન લીધો અને સેવા માટે આ રૂપિયા વાપરવા માટે જણાવ્યું હતું. ત્યારે જિલ્લા કલેક્ટરે સાસુ-વહુની કામગીરીને બિરદાવી અને નારી સન્માન કર્યું. હાલમાં ચારેકોર આ જ વાત કરવામાં આવી રહી છે. કારણ કે મધ્યમ વર્ગના સાસુ-વહુની અનોખી કમાલ કપરા કાળમાં જોવા મળી છે. ભરત ગુંથણ કામ, સિલાઈ કામના ભેગા કરેલા રૂપિયામાંથી જરૂરિયાતમંદ લોકોને ઓક્સિજન પૂરા પાડ્યા છે.

image source

જો આ સાસુ વહુની સેવા વિશે વાત કરવામાં આવે તો 50થી 60 જેટલા ઓક્સિજનના બાટલા વસાવ્યા છે. આ સેવાથી અનેક લોકોએ અનુદાન આપ્યું છે. પોતાના આ કામ વિશે વાત કરતાં ખૂશ્બુબેને જણાવ્યું હતું કે, અમે લોકો અત્યારે સિલાઈ કામ, મોતીનું કામ અને ભરતગુંથણ કામ કરીએ છીએ. આ દરેક કામમાંથી એક ચોક્કસ રકમ એકઠી થાય છે. અમારી જે પુંજી એકઠી થયેલી છે તેને અમે હાલ જે કોરોનાની મહામારી ચાલી રહી છે તેમાં ઘણાં કુટુંબો વીખાય ગયા છે કે કુટુંબને મદદરૂપ થવા માટે કલેક્ટરને આપી છે.

image source

આવા લોકોનો પરિવાર સારી રીતે ચાલે એ જ અમારો હેતુ છે. આ જોડી કહે છે કે હેતુ એક જ હોવો જોઈએ કે જરૂરિયાતમંદ પરિવારો સુધી આ રકમ પહોંચવી જોઈએ. એ વખતે કલેક્ટરે પણ અમને ગર્વ અનુભવ કરાવ્યો અને કહ્યું હતું કે, બેન તમે અત્યારે નારી શક્તિ તરીકે આવ્યા છો અને તમારી શક્તિને હું પ્રણામ કરું છું. તમારા કામને બિરદાવું છું, અત્યાર સુધી જેટલા લોકોએ પણ જે કંઈ અર્પણ કર્યું છે તેના કરતાં તમે જ દીધુ એ સૌથી મોટું હોવાની પણ વાત કરી. એક તરફ ઘરમાં સાસુ વહુ લડતાં જોવા મળતા હોય પણ આ ઘરમાં કંઈક અલગ જ નજારો જોવા મળ્યો હતો.

Exit mobile version