બિચારો બોયફ્રેન્ડ, ગર્લફ્રેન્ડના લગ્નમાં નવવધૂનો વેશ ધારણ કરીને ગયો છતાં ઘરવાળાઓને ખબર પડી ગઈ, પછી…

કહેવાય જ્યારે માણસ પ્રેમમાં હોય છે ત્યારે તેને દુનિયા અને તેની વાતોથી કઈ ફેર પડતો નથી. તે માણસ પ્રેમના પાગલપનમાં કોઈ પણ હદ સુધી જઈ શકો છે. હાલમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેના વિશે અહી વાત થઈ રહી છે. ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લામાં એક યુવક તેની ગર્લફ્રેન્ડને મળવા માટે એક એવી અનોખી યુક્તિ અજમાવી હતી જે સાંભળીને તમે ચોંકી જશો. આ વાત સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાઈ રહી છે.

image source

મળતી માહિતી મુજબ ઉત્તરપ્રદેશના ભદોહી જિલ્લાના ગોપીગંજ વિસ્તારની આ વાત છે. અહી એક બોયફ્રેન્ડ નવવધૂના વેશમાં ધારણ કરીને અને મહિલાઓની જેમ જ તૈયાર થઈને પોતાની ગર્લફ્રેન્ડના ઘરે પહોંચી ગયો હતો જ્યાં લગ્નપ્રસંગ ચાલી રહ્યો હતો. એક રિપોર્ટ દ્વારા મળતી માહિતી મુજબ યુવકની ગર્લફ્રેન્ડ બીજા કોઈ સાથે લગ્ન કરી રહી હતી જેના કારણે તેણે આવું કર્યું હતું. તે યુવતી પાસે પહોંચવા માટે યુવકે આખો વેશ દુલ્હન જેવા જ ધારણ કર્યો હતો.

image source

તેને માથામાં નકલી વાળ લગાવ્યા હતા, છોકરીઓ જેવો જ મેકઅપ કર્યો હતો, સેન્ડલ પહેર્યા અને ખભા પર લેડિઝ પર્સ પણ લટકાવ્યું હતું. જેથી કોઈને પણ શંકા ન થાય કે આ કોઈ પુરુષ છે. બીજી તરફ જ્યારે તે યુવક ત્યાં પહોંચ્યો ત્યારે યુવકની ગર્લ્ફફ્રેન્ડના ઘરે લગ્ન માટેની તૈયારીઓ ચાલી રહી હતી. છતાં પણ આ યુવકે ગમે તે કરીને પોતાની પ્રેમીકાને મળવા માંગતો હતો. પણ તે સમયે યુવકનું ગર્લફ્રેન્ડના રૂમમાં જવું સહેલું ન હતું. આ પછી ગર્લફ્રેન્ડના ઘરે પહોંચ્યા બાદ તેણે પોતાનો ચહેરો ઢાંકેલો રાખ્યો હતો. તેણે ત્યાં એક વ્યક્તિને કન્યા સાથે મુલાકાત કરાવવા માટે જણાવ્યુ હતું.

image source

આ પછી યુવકે નવવધૂના કપડાં જ પહેરી રાખ્યા હતા. પરંતુ છતાં પણ તે પકડાઈ ગયો હતો. જેનું કારણ એ હતું કે તેના ચાલવા-ફરવાની રીતથી ત્યાં હાજર લોકોને શંકા થઇ હતી. જો કે આ પછી તેને ઓળખી પણ લેવામાં આવ્યો હતો. યુવકે આમ તો સારું પ્લાનિંગ કર્યું પણ તે આખરે ફેલ થઈ ગયો હતો. લગ્નમાં આવેલા લોકોને શંકા જતાં તરત જ તેમણે નવવધૂનો વેશ ધારણ કરીને આવેલા યુવકને ઝડપી પાડ્યો હતો અને તેનો ચહેરો જોતાં માથા પરથી નકલી વાળ પણ ખેંચી લીધા હતા.

image source

આ બધી વાત પરથી પરદો ઉઠ્યો જે યુવકની પોલ ખૂલી ગઈ હતી. આ જોઈને ત્યાં હાજર લોકોમાં અફરાતફરી મચી ગઇ હતી. ત્યાં હાજર લોકોએ કહ્યું હતું કે યુવકે મહિલાઓની શૈલીમાં ત્યાં હાજર રહેલા લોકો સાથે વાતો કરી રહ્યો હતો. આ પછી જ્યારે ઘરની મહિલાઓએ તેને ઉત્સુકતાથી માથા પરથી ઘુંઘટ હટાવવા માટે કહ્યું ત્યારે તેણે ખચકાટ શરૂ કરી દીધી. આ જોતાં જ બધાંને શક થયો કે કઈક પ્રોબ્લેમ છે. આ પછી તેમણે જ્યારે અચાનક યુવકના માથેથી ઘુંઘટ ઉચકાવવામાં આવ્યો ત્યારે ત્યાં હાજર લોકોના હોશ ઉડી ગયા હતાં.

જ્યારે આ યુવકની પોલ ખુલી ત્યારે તેને જોઈને ત્યાં હાજર લોકો માંથી કેટલાક તો યુવકને માર મારવાનો પ્રયાસ કર્યો હતો. યુવકનું આવું રૂપ જોઈને અફરાતફરી મચી ગઇ હતી. આ પછી તેને ઘરની બહાર લાવવામાં આવ્યો હતો. જાણવા મળ્યું છે કે યુવક પૂરા પ્લાનિંગ સાથે આવ્યો હતો. તેને લોકોએ ઘરની બહાર કાઢયો ત્યાં તો પહેલેથી જ બે યુવકો બાઇક લઇને હાજર હતા. તકનો લાભ ઉઠાવીને યુવક તે બાઇક પર બેસીને ત્યાથી ભાગી હતો હતો. જો કે તેનો અસલી ચહેરો સામે આવતા લોકોએ પોલીસને જાણ કરી હતી પરંતુ પોલીસ ત્યાં આવે તે પહેલાં તે ત્યાંથી ભાગી જવામાં સફળ થયો હતો. આ વચ્ચે એવું પણ જાણવા મળ્યું છે કે પોલીસ સ્ટેશનમાં આવી કોઈ અરજી નોંધાઈ નથી.