આલિયા ભટ્ટને થયો કોરોના, ફેન્સ માટે લખ્યો આ ખાસ મેસેજ, ખાસ વાંચજો તમે પણ કારણકે…

દેશમાં કોરોનાના આંકડા દિવસે ને દિવસે વધી રહ્યાં છે ત્યારે અભિનેત્રી આલિયા ભટ્ટને પણ કોરોના થઇ ગયો છે. કોરોનાના વધતા આંકડા ફરી એકવાર ડરાવવા લાગ્યા છે. રોજ કોરોનાના ઢગલો કેસ સામે આવી રહ્યા છે. બોલીવુડની પણ અનેક હસ્તીઓ કોરોનાની ઝપેટમાં આવી છે. કાર્તિક આર્યન, રણબીર કપૂર, મનોજ બાજપેયી, આમિર ખાન, તારા સુતરિયા બાદ હવે આલિયા ભટ્ટ પણ કોરોના સંક્રમિત થઈ ગઈ. આ વાતની જાણકારી ખુદ આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા આપી.

ઘર પર ક્વોરન્ટિન છે આલિયા ભટ્ટ

image source

આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું કે હેલો હું કોરોના સંક્રમિત થઈ છું. હું ઘર પર જ છું અને મે પોતાની જાતને ક્વોરન્ટિન કરી છે.  ડોક્ટરોના નિર્દેશ પર તમામ કોવિડ પ્રોટોકોલ્સનું પાલન કરી રહી છું. તમારા બધાના પ્રેમ અને સપોર્ટ માટે આભાર. તમારા બધાનો ખ્યાલ રાખો. પોતાની જોરદાર એક્ટિંગના દમ પર આલિયા ભટ્ટે બોલિવૂડમાં ટોચનું સ્થાન મેળવી લીધું છે અને પોતાની અલગ જ ઓળખ ઊભી કરી દીધી છે. તેની સાથે જ આલિયા બી-ટાઉનમાં સૌથી વધુ ફી લેનારી અભિનેત્રીઓમાંથી પણ એક છે. આલિયા ભટ્ટે ગયા વર્ષે 2020માં બાન્દ્રામાં એક 32 કરોડનું ઘર ખરીદ્યું છે. પરંતુ શું તમે જાણો છો આ ઘર સિવાય પણ આલિયા પાસે ઘણી અલ્ટ્રા લગ્ઝ્યુરિયસ વસ્તુઓ છે.

વેનિટી વેન

બોલિવૂડ સ્ટાર્સ માટે વેનિટી વેન સેકન્ડ હોમ હોય છે કારણ કે તેઓ પોતાનો મોટાભાગનો સમય શૂટિંગમાં વિતાવે છે અને આ દરમિયાન વેનિટી વેનમાં જ તેઓ મેકઅપથી લઈને મીટ અપ અને આરામ પણ કરે છે. આલિયા પાસે પણ તેની એક લક્ઝ્યુરિયસ વેનિટી વેન છે અને તેને ગૌરી ખાને ડિઝાઈન કરી છે. આલિયા ભટ્ટ તેમાં પોતાની તસવીરો પણ શેર કરતી રહે છે.

રણબીર કપૂર પણ થઈ ચૂક્યો છે કોરોના સંક્રમિત

image source

અત્રે જણાવવાનું કે આલિયા ભટ્ટ અગાઉ તેનો બોયફ્રેન્ડ રણબીર કપૂર પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી ચૂક્યો છે. રણબીર 9 માર્ચના રોજ કોવિડથી સંક્રમિત થયો હતો. ત્યારબાદ તે ક્વોરન્ટિન હતો. જો કે રણબીરનો રિપોર્ટ હવે નેગેટિવ આવ્યો છે અને તે કામ પર પાછો ફર્યો છે.

બ્રહ્માસ્ત્ર પર ચાલી રહ્યું છે કામ

રણબીરને 9 માર્ચના રોજ કોરોના થયો હતો અને તેના કારણે રણબીરની લાંબા સમયથી અટકેલી ફિલ્મ બ્રહ્માસ્ત્રનુ ટ્રેલર લોન્ચનુ એલાન કરવા માટે જે વીડિયો શૂટ કરવાનુ હતુ તેને પોસ્ટપોન કરવુ પડ્યુ છે.

2018થી ચાલી રહી છે શૂટિંગ

image source

બ્રહ્માસ્ત્ર રણબીર કપૂર માટે એક એવી ફિલ્મ બની ગઇ છે જે તેના કરિયર ગ્રાફને નીચે લઇ જઇ રહી છે. રણબીર 2018થી આ ફિલ્મની શૂટિંગ કરી રહ્યા છે પરંતુ કોઇ ને કોઇ કારણોસર ફિલ્મ બની જ નથી રહી. 2019ના પ્રયાગરાજ કુંભમાં રણબીર અને આલિયાએ આ ફિલ્મનુ સાથે પ્રમોશન કર્યુ હતુ. લાખો ડ્રોનની મદદથી આકાશમાં બ્રહ્માંડ લખવામાં આવ્યુ હતુ. આ બધી જ પ્રમોશનલ એક્ટિવીટી બેકાર ગઇ કારણકે ફિલ્મ બનીને તૈયાર થઇ શકી જ નથી.

300 કરોડ ઉપર બજેટ

ફિલ્મ બ્રહ્માંડનુ બજેટ 300 કરોડ કરતા ઉપર જતુ રહ્યું છે. જેના કારણે કરન જોહરની ચિંતા વધી ગઇ છે. કારણકે આ ફિલ્મના પ્રમોશનમાં પણ પૈસા લાગશે અને શું ફિલ્મ હિટ થશે કે નહી તે પણ એક મોટો સવાલ છે. મેકર્સ આ વાતને લઇને ટેન્શનમાં છે.

રણબીર વગર આલિયાએ ઉજવ્યો જન્મદિવસ

image source

15 માર્ચના રોજ આલિયાનો જન્મદિવસ હતો અને ફેમિલી તેમજ ફ્રેન્ડ્સ સાથે તેણે ધામધૂમથી ઉજવ્યો હતો બસ તેમાં રણબીર હાજર નહોતો. રણબીર ન આવી શક્યો પણ તેને નીતૂને આલિયાના ઘરે મોકલી હતી. આલિયાએ નીતૂ સાથે જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!