આમળા છે ગુણોનો ખજાનો, જાણો આમળા ખાવાથી કઇ બીમારીઓ થઇ જાય છે છૂ

આમળાંમાં વિટામિન સી રહેલું છે. તેનો સૌથી મોટો લાભ એ છે કે તેને રાંધવાથી પણ વિટામિન જળવાઇ રહેતું હોવાથી મુરબ્બો, ચ્યવનપ્રાશ વગેરે બનાવી શકાય છે. આમળાં એ કુદરતે માણસને આપેલી અમૂલ્ય ભેટ છે. માણસ વર્ષોથી એના અદભૂત ગુણોને ભોગવી રહ્યાં છે અને ઘણીબધી દવાઓમાં પણ આમળાંનો ખૂબ ઉપયોગ થાય છે. મુરબ્બો, અથાણાં અને ચાવનપ્રાશથી જાણીતા આમળાં ઘણાબધા દેશી ઉપચારોમાં પણ કામ કરે છે. શિયાળુ ખોરાક તરીકે જાણીતી દરેક વસ્તુઓમાં આમળાંમાં સૌથી વધુ વિટામિન ‘સી’ આવેલું છે.નારંગી કરતાં આમળામાં ૨૦ ગણું વિટામિન ‘સી’ આવેલું છે અને અદભૂત બાબત એ છે કે તેને રાંધવાથી પણ વિટામિન ‘સી’ નાશ પામતું નથી.

image source

કોઈ પણ જાતના ચામડીના દદોઁ માટે આમળાં આશીર્વાદ સમાન છે. આમળામાં ૮૦ ટકા ભાગ પાણીનો છે. તે ઉપરાંત તેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફાઇબર, મિનરલ અને વિટામિન આવેલાં છે. વિટામિન અને મિનરલ્સમાં ખાસ કરીને કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, કેરોટિન, વિટામિન અને વિટામિન બી-કોમ્પ્લેકસ આવેલા છે. આમળાનો ઉપયોગ દવા તરીકે ભરપૂર પ્રમાણમાં કરવામાં આવે છે. કોલેસ્ટેરોલ આપણા શરીરમાં ખૂબ જ મહત્વનું તત્વ છે. ન વપરાતું કોલેસ્ટેરોલ શરીરમાં લોહીમાં જમા થાય છે, જે હાઇ કોલેસ્ટેરોલનું કારણ બને છે અને હાર્ટએટેકનું પણ કારણ બને છે.
આમળામાં આવેલું વિટામિન ‘સી’ આ બ્લડ વેસલને ડાયલ્યૂટ કરવામાં અને બ્લડપ્રેશરને ઓછું કરવામાં મદદરૂપ થાય છે. સવારે ભૂખ્યા પેટે આમળાં અથવા આમળાંનો પાઉડર લેવાથી કોલેસ્ટેરોલ ઓછું થાય છે.

image source

અત્યારે પશ્ચિમના આંધળા અનુકરણમાં વધુ પડતા ફાસ્ડફુડ, એરેટેડ વોટર, તમાકુ અને દારૂના સેવનથી દર્દીઓ માટે આમળાં, જાંબુ અને કારેલાંના પાઉડરને સરખા ભાગે સવારે અને સાંજે ૧-૧ ચમચી લેવાથી ઘણો ફાયદો થાય છે. લાઈફસ્ટાઇલ ડિસીઝમાં અત્યારે સૌથી વધુ પ્રમાણમાં એસિડિટી છે. મોટા ભાગના ઘરમાં અત્યારે એસિડિટી માટેની ગોળીઓનું પ્રમાણ વધી ગયું છે. ઘણા લોકો તો ઉજાગરા કરીને, ગળ્યા, તળેલા ખાદ્યપદાર્થો ખાઇને અને બિનજરૂરી ટેન્શન લઇને એસિડિટી કરે છે. પછી તે મટાડવા બેહદ આઈસક્રીમ ખાઈને વજન પણ વધારી દેતા છે. વધુ પડતા ટેન્શનવાળી જિંદગીમાં ચા, કોફી, તમાકુનું સેવન વધતું જ જાય છે.

image source

આ બધું જ એસિડિટી માટે જવાબદાર છે અને તેના કારણે વધુ પડતો ગુસ્સો, દુ:ખ અને ડિપ્રેશન પણ આવતાં હોય છે. આમળાં વિટામિન ‘સી’ ધરાવે છે. માટે વાઇરલ ફીવર અથવા સ્વાઈન ફલુમાં રોગ પ્રતિકારક તરીકે ગુણકારી છે. જ્યારે પેટમાં વધુ પડતી એસિડિટીથી બળતરા થાય ત્યારે એક ચમચી આમળાંનો પાઉડર દૂધ સાથે લેવાથી ફાયદો થાય છે. આયુર્વેદમાં પણ આમળાનું લાભદાયી ફળ તરીકે વર્ણન કરવામાં આવ્યું છે.

ઇમ્યૂનિટી અને મેટાબૉલિઝ્મ વધારવાનું કામ કરે છે આમળા

image source

આમળામાં વિટામિન-સી મળી આવે છે જે ઇમ્યૂનિટી અને મેટાબૉલિઝ્મ વધારવાનું કામ કરે છે. આમળા કોલ્ડ, કફ ઉપરાંત શરીરમાં વાયરલ અને બેક્ટીરિયલ ઇન્ફેક્શન થવા દેતું નથી. આમળામાં એવા તત્ત્વ પણ મળી આવે છે જે કેન્સર સેલ્સ સામે લડવાનું કામ કરે છે. આમળાનો જ્યુસ શરીરની તમામ પ્રક્રિયાઓને સંતુલનમાં રાખે છે અને ત્રિદોષ એટલે કે વાયુ, કફ અને પિત્તને ખત્મ કરે છે.

અસ્થમામાં રાહત અપાવવાની સાથે-સાથે ડાયાબિટીસને પણ કંટ્રોલ કરે

અસ્થમામાં ફાયદાકારક :- આમળા શ્વાસની બીમારીઓ જેવી કે અસ્થમામાં રાહત અપાવવાની સાથે-સાથે ડાયાબિટીસને પણ કંટ્રોલ કરે છે. આમળાથી પાચનતંત્ર પણ સ્વસ્થ રહે છે. તેમાં રહેલ વિટામિન-સીને ઇમ્યૂનિટી અને રેસ્પિરેટરી ટ્રેક્ટ બંને માટે યોગ્ય માનવામાં આવે છે.

નિયમિત રીતે આમળાનો જ્યૂસ પીવાથી કોલેસ્ટ્રોલનું સ્તર ઘટી જાય

image source

કોલેસ્ટ્રૉલ પર કંટ્રોલ :- નિયમિત રીતે આમળાનો જ્યૂસ પીવાથી કોલેસ્ટ્રોલનું સ્તર ઘટી જાય છે અને શરીર સ્વસ્થ રહે છે. તેમાં મળી આવતો એમિનો એસિડ અને એન્ટીઑક્સીડેન્ટના કારણે હૃદય સારી રીતે કામ કરે છે.

આમળામાં લિવરને સુરક્ષિત રાખવાના તમામ તત્ત્વ

લિવર માટે ફાયદાકારક :- આમળામાં લિવરને સુરક્ષિત રાખવાના તમામ તત્ત્વ મળી આવે છે. આ શરીરમાંથી તમામ વિષાક્ત પદાર્થોને બહાર કાઢે છે.

ખાંસી અને ફ્લૂની સાથે-સાથે મોંઢાના ચાંદા માટે પણ ખૂબ જ ફાયદાકારક

image source

મોંઢામાં ચાંદા પડવા :- હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે આમળાનો રસ ખાંસી અને ફ્લૂની સાથે-સાથે મોંઢાના ચાંદા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આમળાનો એક અસરકારક ઘરેલૂ ઉપચાર તરીકે ઉપયોગમાં લઇ શકાય છે.. બે ચમચી આમળાના જ્યુસમાં બે ચમચી મધ મિક્સ કરીને દરરોજ પીવાથી શરદી અને ખાંસીમાં ઘણી મદદ મળે છે. મોંઢામાં પડતાં ચાંદાથી છૂટકારો મેળવવા માટે બે ચમચી આમળાના જ્યુસને પાણીમાં મિક્સ કરીને તેનાથી કોગળા કરો.

એક ન્યૂટ્રિશન ડ્રિન્કની જેમ પણ પી શકાય

વાળને મજબૂત બનાવવા :- વાળ માટે આમળા એક દવાની જેમ કામ કરે છે. આપણા વાળની રચનામાં 99  ટકા પ્રોટીનનું યોગદાન હોય છે. આમળામાં મળી આવતો એમીનો એસિડ અને પ્રોટીન વાળને વધારે છે,ખરતાં રોકે છે અને જડથી મજબૂત બનાવે છે.

image source

દાગ-ધબ્બાથી છૂટકારો :- આમળા જ્યુસ સ્કિન ટ્રીટમેન્ટના કામમાં પણ આવે છે. આમળાના રસને રૂમાં પલા ળીને લગાવવાથી ચહેરા દાગ-ધબ્બા દૂર થાય છે અને ચહેરા પર ચમક આવે છે.

ન્યૂટ્રિશન ડ્રિન્ક :- વિટામીન-સી ઉપરાંત આમળામાં આયરન, કેલ્શિયમ અને ફૉસ્ફરસ પણ વધુ પ્રમાણમાંમળી આવે છે અને તેને એક ન્યૂટ્રિશન ડ્રિન્કની જેમ પણ પી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત