ડોક્ટરોએ કહ્યું, રસી લીધા પછી એક પણ ડોક્ટરનું મોત નથી થયું, વેક્સિન અવશ્ય લો, જાણો આ વિશે વધુમાં…

હાલમાં સમગ્ર વિશ્વ કોરોના સામે લડી રહ્યું છે. રોજ લાખોની સંખ્યામાં લોકો સંક્રમિત થઈ રહ્યા છે. એવામાં કોરોનાને કાબુ કરવા માટે કોઈ દવા કારગર સાબિત થઈ રહી નથી. ત્યારે વેક્સિન,સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઇઝરની મદદથી લોકો કોરોના સામે જંગ લડી રહ્યા છે.એક અહેવાત મુજબ જો 70 ટકા વસતિનું વેક્સિનેશન થઈ જાય તો હર્ડ ઈમ્યુનિટી આવી જશે અને લોકો મોતને ભેટતા અટકશે. તમને જણાવી દઈએ કે હાલમાં રાજ્યમાં દરરોજ 150થી વધુ લોકો મોતને ભેટી રહ્યા છે અને 14 હજારથી વધુ લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે.

image source

નોંધનિય છે કે હાલમાં ગુજરાતમાં ઓક્સિજન, ઈન્જેક્શન અને બેડ વિના દર્દીઓ હેરાન થઈ રહ્યા છે. તેથી જો આ પરિસ્થિતિમાંથી બહાર આવવું હોય તો નિષ્ણાતોના મતે વેક્સિન સિવાય બીજો કોઈ ઉપાય નથી. તમને જણાવી દઈએ કે 1 મેથી 18થી ઉપરની ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાની શરૂઆત થઈ રહી છે, જેના માટે આજથી રજિસ્ટ્રેશન શરૂ થઈ રહ્યું છે. રસી અંગે ગુજરાતના અનેક ડોક્ટરોએ પોતાનો અનુભવ શેર કર્યો છે.

આઅંગે સુરતનાં ડૉ.યામિની પટેલે જણાવ્યું હતું કે રસી લીધા બાદ કોરોના પોઝિટિવ આવીએ તો પણ ફેફસાંને વધુ પ્રમાણમાં નુકસાન થતું નથી. જ્યારે વેક્સિન લીધા વગરની વ્યક્તિને વધુ અસર થાય છે. જેથી દરેક લોકોએ રસી અવશ્ય લેવી જોઈએ. તો બીજી તરફ વિશ્વના વિકસિત અને વિકાસશીલ દેશોમાં પણ રસીને ખૂબ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. જેથી આપણે બધાએ રસી લેવી જોઈએ.

image source

તો બીજી તરફ રસી અ્ંગે રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજના પ્રોફેસર ડો.ગૌરવી ધ્રુવએ જણાવ્યું હતું કે કોરોનાથી બચવા માટે મુખ્ય હથિયાર રસી જ છે. મેં પણ વેક્સિન લીધી છે અને મારાં પરિવારજનોને પણ વેક્સિન લેવડાવી છે. તેની કોઈ આડઅસર નથી. તેથી મારી દરેક લોકોને વિનંતિ અને અપીલ છે કે દરેક લોકોએ રસી લેવી જ જોઈએ અને બીજાને રસી લેવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. જેથી આપણ કોરોના સામે લડી શકીએ.

તો આ અંગે રાજકોટના જ બાળરોગના નિષ્ણાત ડોક્ટર મેહુલ મિત્રાએ જણાવ્યું હતું કે દરેક લોકોએ રસી લેવી જોઇએ. કોરોના સામે લડવા માટે અત્યારે વેક્સિન જ સર્વ શ્રેષ્ઠ ઉપાય છે. મેં અને મારાં પરિવારજનોએ રસી લીધી છે. અને તેની કોઇ આડઅસર જોવા મળી નથી. તેમણે વધુમાં કહ્યું કે, આ પહેલા ભૂતકાળમાં આપણે રસીકરણથી મોટા મોટા રોગોનો સામનો કર્યો છે. તો આ કોરોનાને પણ આપણે સાથે મળીને જરૂર હરાવીશું. તેથી દરેક હુ દરેક લોકોને વિનંતિ કરું છું કે 45 વર્ષથી વધુ ઉંમરના લોકોએ રસી ન લીધી હોય તો તેઓ અચૂક લે અને 1 મેથી 18 વર્ષથી ઉપરના એટલે કે યુવાનો વેક્સિનેસન અભિયાનમાં જોડાય અને પોતે સુરક્ષિત બને અને તેમના પરિવારને અને સમજને સુરક્ષિત બનાવે.

image source

રસી અંગે સુરત IMAના પ્રમુખ ડોક્ટર હીરલ શાહે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, રસીકરણ મહાઅભિયાનમાં દરેક યુવાનોએ અવશ્ય જોડાવું જોઈએ. હાલમાં કોરોના સામેની લડાઈમાં રસિકરણ ખૂબ જરૂરી હથિયાર છે. તેમણે વધુમાં કહ્યું કે, નિષ્ણાતોએ કરેલા અભ્યાસમાં રસી લીધા પછી મૃત્યુનું પ્રમાણ ઓછુ રહે છે.

તો બીજી તરફ રસી અંગે અમદાવાદના બાળરોગ નિષ્ણાત ડો. નિધિ ધામેચાએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું હતું કે, કોરોના સામે લડવા માટે રસી અવશ્ય લેવી જોઈએ. તેમણે ઉમેર્યું કે, મેં રસીના બંને ડોઝ લીધા છે અને મને કોઈ ગંભીર આડઅસર એમાં જોવા મળી નથી. તેથી હુ લોકોને અપીલ કરૂ છુ કે દરેક લોકો રસી લે અને સુરક્ષિત બને.

image source

તોબીજી તરફ ડૉ.હરીશ ભાવસારે જણાવ્યું હતું કે જો સમયસર વેક્સિન લેવામાં આવે તો ખૂબ લાભ થઈ શકે છે. તેમણે ઉમેર્યું કે, આજે દવા, ઇન્જેક્શન અને ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે, ત્યારે રસી લેવી ખૂબ જ ફાયદાકારક છે, તેમણે વધુમાં કહ્યું કે, જે લોકોએ રસી લીધી છે તેમને તેનો ઘણો ફાયદો થયો છે, તેથી આવનારા દિવસોમાં પણ દરેક વ્યક્તિએ રસી લેવી જોઈએ.

તો બીજી તરફ સુરતના ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલના પૂર્વ પ્રમુખ ડૉ.ચંદ્રેશ જરદોશે કહ્યું કે, કોરોના સામેની લડાઈમાં આપણી પાસે સૌથી સારૂ હથિયાર રસી જ છે. રસીના બે ડોઝ લીધા પછી કોરોના સંક્રમણની શક્યતા ખૂબ ઘટી જાય છે. એની કોઈ આડઅસર પણ નથી. આ ઉપરાંત જો કોરોના થાય તો પણ રિકવર થવામાં ફાયદો રહે છે.

image source

આ અંગે અમદાવાદના સાઇકિયાટ્રિસ્ટ ડો.સ્પંદન ઠાકરે જણાવ્યું હતું કે કોરોના રસી લેવી જ જોઈએ, કારણ કે જેટલા પણ ડોકટર્સ તેમજ ફ્રન્ટલાઈનવર્કર્સે કોરોનાની રસીના ડોઝ લીધા છે અને આ બીજી લહેરમાં કોરોના પોઝિટિવ આવ્યા છે તેઓમાં કોરોનાની ગંભીરતા જોવા મળી નથી. તેમણે ઉમેર્યું કે, તેઓને માત્ર સામાન્ય કોરોના થયો હતો એટલુ જ નહી તેઓ ઝડપથી સાજા પણ થઈ ગયા હતા. તેથી લોકો રસી અવશ્ય લેવી જોઈએ. ખાસ વાત એ છે કે તેની કોઈ આડઅસર નથી.

તો બીજી તરફ અમદાવાદના કન્સલ્ટન્ટ એન્ડોક્રોનોલોજિસ્ટ અને ડાયાબિટોલોજિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરતા શાલીન શાહે પણ રસી અંગે પ્રતિક્રિયા આપી છે અને લોકોને રસીનું મહત્વ સમજાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે વિશ્વમાં જે દેશોએ કોરોના સામે વિજય મેળવ્યો છે એની પાછળનું કારણ રસી જ છે. રસી લેવાથી ચેપ લાગવાની શક્યતા શૂન્ય નથી થતી, પણ ચેપ ગંભીર ન થાય તેની ખાતરી રહે છે.

આ અંગે સુરતના ડૉ. કેતન શાહે જણાવ્યું હતું કે રસી લેવાથી કોઈ આડઅસર થતી નથી. ઘણા લોકો સોશિયલ મીડિયા પર રસી અંગે ખોટી અફવા ફેલાવી રહ્યા છે,. રસી એકદમ સુરક્ષિત છે. તેમણે ઉમેર્યું કે, રસી લીધાના એકાદ દિવસ થોડાઘણા અંશે તાવ કે શરીરમાં દુખાવો રહી શકે છે, પરંતુ એનાથી વિશેષ કોઇ મોટી આડઅસર જોવા મળી નથી. તેથી લોકોએ નિ:સંકોચ પણ રસી લેવી જોઈએ.

image source

તો આ તરફ સુરતના ડૉ. વિનોદ શાહે જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. જેમા અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન, ઈઝરાયેલ વગેરે દેશોમાં રસી લીધા બાદ કોરોનાના કેસમાં ઘણો ઘટાડો આવ્યો છે અને મૃત્યુદર પણ ઘટ્યો છે. નોંધનિય છે કે, ઇઝરાયેલમાં તો રસીકરણને કારણે કોરોનામાંથી જાણે મુક્તિ મળી ગઈ હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. જેથી આપણે પણ આપણા અને અન્યના બચાવ માટે રસીકરણના મહાઅભિયાનમાં જોડાવુ જોઈએ અને દરેક લોકોએ રસી અવશ્ય લેવી જોઈએ.

તો બીજી તરફ સુરતના એક ડોક્ટર ડૉ. દીપ્તિ પટેલે પણ રસી અંગે પોતાનું મંતવ્ય આપ્યુ છે. તેમણે જણાવ્યું હતું કે ફ્રન્ટલાઈન વોરિયર્સમાં ડૉક્ટરોને રસી મૂકવા આવ્યા બાદ એક પણ ડોક્ટરનું મૃત્યુ થયું નથી. નોંધનિય છે કે, પહેલી લહેરમાં કોરોના સંક્રમિત થતાં ઘણા ડોક્ટરોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, હાલામં રસી લીધા પછી કોરોના પોઝિટિવ થયા બાદ પણ એની વધુ ગંભીર અસર જોવા મળતી નથી, તેથી રસી બધા માટે સુરક્ષિત છે અને તે બધાએ લેવી જોઈએ.

image source

આ અંગે રાજકોટની સ્ટાર સિનર્જી હોસ્પિટલના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડો. જયેશ ડોબરિયાએ જણાવ્યું હતું કે, હમ હોંગે કામિયાબ, કોરોના મહામારી સામે લડવા મેં વેક્સિન લીધી છે. આ ઉપરાંત મારાં માતા-પિતાએ પણ વેક્સિન લીધી છે. તેમણે વધુમાં કહ્યું કે, SMS એટલે કે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઇઝર સૂત્રની સાથે સાથે વેક્સિનેશનની મદદથી આપણે કોરોનાને હરાવીશું. તેમણે ભાર પૂર્વક કહ્યું કે, રસીની કોઇ આડઅસર થતી નથી, લોકો ડરે નહીં અને અચૂક વેક્સિન લે અને સુરક્ષિત બની પરિવાર અને દેશને સુરક્ષિત બનવા મદદરૂપ થાય એવી અપીલ કરું છુ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!