જાણો કલર બ્લાઇન્ડ લોકો માટે વાહન ચલાવવા સંબંધી એક ખુશખબર, જાણો કેવી રીતે મળશે લાયસન્સ

હાલના સમયમાં જ્યારે ચારે બાજુ વિવિધ પ્રકારના વાહનોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે તેની સરખામણીએ રોડ રસ્તાઓ એટલા પહોળા અને એટલી સંખ્યામાં નથી. પરિણામે દેશભરમાં દરરોજ હજારો રોડ એક્સીડેન્ટ થાય છે અને સેંકડો લોકો મૃત્યુ પામતા હશે.

माइल्ड कलर ब्लाइंड भी कर सकेंगे ड्राइविंग लाइसेंस के लिए अप्लाई.
image source

જો કે લોકોની સલામતી અને વાહન સંબંધી રોડ રસ્તા બાબતે સરકારમાં એક ખાસ મંત્રાલય કેન્દ્રીય સડક પરિવહન અને રાષ્ટ્રીય રાજમાર્ગ મંત્રાલય અસ્તિત્વમાં છે અને સમયાંતરે આ મંત્રાલય દ્વારા વિવિધ પ્રકારની અધિસુચનાઓ જાહેર કરવામાં આવે છે. ત્યારે તાજેતરમાં જ કેન્દ્રીય સડક પરિવહન અને રાષ્ટ્રીય રાજમાર્ગ મંત્રાલય દ્વારા કલર બલાઇન્ડ લોકો એટલે કે વર્ણન્ધ લોકો માટે ડ્રાઇવિંગ લાયસન્સ આપવા સંબંધે એક અધિસુચના જાહેર કરવામાં આવી હતી. આ અધિસુચના શું હતી તેના વિશે વિસ્તૃત વિગત જોઈએ.

કેન્દ્રીય સડક પરિવહન અને રાષ્ટ્રીય રાજમાર્ગ મંત્રાલય દ્વારા ગયા વર્ષે મોટર વાહનોમાં સંશોધન કરવા માટે અધિસુચના જાહેર કરી હતી. આ અધિસુચના અનુસાર હવે હલકા તેમજ મધ્યમ કલર બલાઇન્ડ લોકોને ઓન ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવશે.

image source

જો હવે કોઈ વાહન ચાલક હલકા તેમજ મધ્યમ બલાઇન્ડ હોય તો તેઓને પણ સરકાર દ્વારા ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવશે. કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા ગત શુક્રવારે આ બાબતમાં મોટર વાહનોમાં આવશ્યક સંશોધન માટે અધિસુચના જાહેર કરવામાં આવી હતી. મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વિશ્વના અન્ય ભાગોમાં પણ આની અનુમતિ છે.

નવા સંશોધનમાં અધિસુચના જાહેર કરવામાં આવી

image source

કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કેન્દ્રીય મોટર વાહન CMV નિયમ 1989 ના ફોર્મ 1 અને ફોર્મ 1A ના સંશોધન માટે અધિસુચના જાહેર કરી છે. જેથી હલકા અને મધ્યમ વર્ણન્ધ નાગરિક ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી શકશે.

કલર બલાઇન્ડ લોકોને પણ મળી શકશે લાયસન્સ

image source

કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ” દિવ્યાંગજન ” નાગરિકોને પરિવહન આધારિત સેવાઓ વિશેષરુપે ડ્રાઇવિંગ લાયસન્સ ઉપલબ્ધ કરાવવા માટે અનેક પગલાંઓ લઈ રહી છે. મંત્રાલય દ્વારા વધુમાં જણાવાયું હતું કે ” દિવ્યાંગજન ” નાગરિકોને ડ્રાઇવિંગ લાયસન્સ માટે પરામર્શ જાહેર કરી દેવામાં આવ્યો છે. હવે કલર બલાઇન્ડ લોકો માટે ડ્રાઇવિંગ લાયસન્સ માટે પરામર્શ જાહેર કરવામાં આવી રહ્યો છે.

કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા એ બાબતે ફરિયાદ કરવામાં આવી હતી કે બલાઇન્ડ નાગરિકોને ડ્રાઇવિંગ લાયસન્સ નથી આપવામાં આવી રહ્યા. આ બાબતે ચિકિત્સા વિશેષજ્ઞ સંસ્થાનો પાસે મંતવ્ય પૂછવામાં આવ્યું હતું. તેમની ભલામણોને આધારે હલકા તેમજ મધ્યમ વર્ણન્ધ લોકોને ડ્રાઇવિંગ લાયસન્સ આપવાની પરવાનગી આપવામાં આવી હતી. જો કે ગંભીર વર્ણન્ધ નાગરિકોને ડ્રાઇવિંગ લાયસન્સ નહિ આપવામાં આવે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!