સળગતા ઉંબાડિયા ના લેશો!: એલિયન્સનો સંપર્ક કરશો તો ધરતી પરથી ખતમ થઇ જશે…. જાણો ગંભીર ચેતવણી આપતા વૈજ્ઞાનિકોએ શું કહ્યું આ વિશે

એલિયંસ સાથે જોડાયેલી ઘણી વાતો અત્યાર સુધીમાં અનેકવાર સાંભળવા, વાંચવા મળી છે. આ કલ્પનાઓને ત્યારે બળ મળ્યું જ્યારે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને અન્ય અમેરિકી એક્સપર્ટે યૂએફઓ જોયાની ઘટનાઓને પુષ્ટિ કરી હતી. અમેરિકી રક્ષા મંત્રાલયે પણ યુએફઓ સાથે જોડાયેલા રિપોર્ટ સાર્વજનિક કરવાની વાત કરી છે. તેવામાં હવે એક ભૌતિક વિજ્ઞાનીએ એલિયંસનો સંપર્ક કરવાની વાતને લઈ ચેતવણી આપી છે.

image source

એલિયંસને લઈને સમય સમય પર જે પ્રશ્નો ઊભા થાય છે તેને લઈ હવે ભૌતિક વિજ્ઞાની માર્ક બુકાનનએ દાવો કર્યો છે કે એલિયંસ છે તો તેનો સંપર્ક કરવાથી ધરતી પરનું જીવન જોખમમાં મુકાઈ શકે છે. એક રિપોર્ટ અનુસાર ભૌતિક વિજ્ઞાની માર્ક બુકાનનએ ચેતવણી આપી છે કે બીજા ગ્રહના પ્રાણીઓ સાથે સંપર્ક કરવાની વાત પર જો ભાર મુકવામાં આવે તો તેનાથી માનવ જીવન પર જોખમ ઊભું થઈ શકે છે.

image source

ભૌતિક વિજ્ઞાની માર્ક બુકાનનએ તે વીડિયોનો ઉલ્લેખ પણ કર્યો છે કે જેમાં અમેરિકી નૌસેનાએ આ રહસ્યમી સ્પેસ ઓબ્જેક્ટનો સામનો કર્યો હતો. માર્કે લખ્યું છે કે આ સંભાવના વચ્ચે આપણે સૌએ આભારી રહેવું જોઈએ કે આપણે અત્યાર સુધીમાં એલિયંસનો સંપર્ક કર્યાના કોઈ પુરાવા નથી. માર્કે કહ્યું હતું કે, બહારના લોકો સાથે સંવાદ કરવાનો પ્રયાસ જો તેનું અસ્તિત્વ છે તો તે આપણા માટે તે ખૂબ જ ખતરનાક છે. જો ત્યાં વાસ્તવમાં જીવન છે તો કોણ જાણે છે કે તે મિત્રવત છે કે કેમ ?

image source

તેમનું માનવું છે કે આપણે એલિયંસની જે સભ્યતાઓ સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરશું તે માણસોની સરખામણીમાં ઘણા અધિક વિકસિત હશે તેવી સંભાવના છે. કેટલાક ખગોળવિદોનું માનવું છે કે એલિયંસથી સંપર્ક માનવતાને લાભ કરાવી શકે છે.

image source

એમઈટીઆઈના અધ્યક્ષ અમેરિકી ખગોળ વિજ્ઞાની ડગલસ વાકોચે એલિયંસ સાથે સંપર્ક કરવામાં વિશ્વાસ કરે છે અને સક્રિય રીતે આમ કરવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે. વાકોચ એક અનુસંધાન સંગઠન ચલાવે છે. જે એલિયંસ સાથે સંપર્ક બનાવવા માટે સંકેત મોકલવાનું કામ કરે છે. તેઓ લખે છે કે આપણે આપણા અલૌકિક પાડોશીઓ સાથે સંપર્ક ન કરીને અનુપલબ્ધ માર્ગદર્શનનું જોખમ ઉઠાવીએ છીએ. જે આપણી પોતાની સભ્યતાની સ્થિરતાને વધારી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!