Site icon News Gujarat

ઈન્ડિયન નેવીએ 40 વર્ષનું સૌથી મૂશ્કેલ ઓપરેશન કરીને 638 લોકોની જિંદગી ડૂબતી બચાવી લીધી, હજુ 91 ગુમ

કાલે આપણે સૌએ દમણમાં એક વીડિયો જોયો કે કઈ રીતે નેવીના જાબાંઝ જવાનોએ રેસ્ક્યૂ કર્યું હતું અને લોકોને જીવના જોખમે બચાવ્યા હતા. ત્યારે લોકોએ આ કામગીરીને વખાણી પણ હતી. હાલના માહોલમાં તાઉ તે’ના કારણે દરિયામાં ફસાયેલા લોકોને નીકાળવા માટે કૉસ્ટ ગાર્ડ અને નૌસેનાના જહાજ રાત દિવસ કામ કરી રહ્યા છે. નૌસેનાના હેલિકોપ્ટરો અને કૉસ્ટ ગાર્ડની સાથે ભારતીય નૌસેનાના 5 જહાજની મદદથી P-305ના 91 લોકોને શોધવા અને તેમને બચાવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. આ તમામ લોકો વાવાઝોડામાં ગુમ થઈ ગયા છે.

image source

મળતી માહિતી પ્રમાણે મુંબઈ દરિયાકિનારેથી 35 દરિયાઈ માઇલ નૌકા ડૂબ્યા બાદ 20 કલાકથી વધારે સમય બાદ પણ લોકોને શોધવા માટે ઑપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. જો કે નૌકાથી કુલ 180 લોકોને બચાવી લેવામાં આવ્યા એવી પણ માહિતી મળી રહી છએ. 4 જહાજોની મદદથી શરૂ થયેલા અભિયાન દરિયાન 638 લોકો અને તેમની નૌકાઓને મંગળવાર સાંજ સુધી સુરક્ષિત નીકાળી દેવામાં આવ્યા હોવાનું પણ કહેવામાં આવ્યું છે.

image source

આ વિશે માહિતી આપતી વખતે અધિકારીઓએ જણાવ્યું હતું કે P-305 ઉપરાંત ત્રણ નૌકાઓ પર રહેલા તમામ કર્મચારીઓને સુરક્ષિત છે. P-305 પર 180 લોકો ઉપરાંત જીએએલ કન્સ્ટ્રક્ટરની નૌકા પર 137 કર્મચારી હતા. નૌસેના અને ઓએનજીસીના સૂત્રોએ જણાવ્યું કે આ તમામને મંગળવારના બચાવી લેવામાં આવ્યા. સૂત્રોએ કહ્યું કે ત્રીજી નૌકા, સપોર્ટ સ્ટેશન-3 પર 220 લોકો હતા. આ સાથે જ માહિતી મળી રહી છે કે આમાં એક ટગબોટ પણ જોડાયેલી હતી. આ નૌકાઓ પર રહેલા તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ત્રણ બોટ શાપૂરજી પલ્લોનજી સમૂહની કંપની એફકૉન્સની છે અને આમાં કંપની દ્વારા કામ પર રાખવામાં આવેલા લોકો હતા. નૌસેનાના અધિકારીએ વાત કરી કે 707 કર્મચારીઓને લઇ જઈ રહેલી 3 બોટ અને ઑયલ રિગ સોમવાર દરિયામાં ફસાયું હતુ. આમાં 273 લોકોને લઇ જઇ રહેલી P305 નૌકા, 137 કર્મચારીઓને લઇ જઇ રહેલા ‘ગલ કન્સ્ટ્રક્ટર’ અને SS-3 બોટ સામેલ છે, જેમાં 196 કર્મચારીઓ હતા.

image source

આ સિવાય એક મુશ્કેલી એવી પણ હતી કે ONGCનું ડ્રિલશિપ સાગર ભૂષણ પણ પીપાવાવ બંદરથી દૂર જતુ રહ્યું. જો કે ઓપરેશન હાથ ધરીને તેને પણ સુરક્ષિત રીતે દરિયાકિનારે લાવવામાં આવી રહ્યું છે. આમાં ઓએનજીસીના 38 કર્મચારીઓ સહિત 101 લોકો હતા. મંગળવારના ત્રણ નૌસૈનિક જહાજ આઈએનએસ વ્યાસ, બેતવા અને તેગ-પી-305 માટે સર્ચ અને રેસ્ક્યુ માટે આઈએનએસ કોચી અને કોલકાતાના અભિયાનમાં સામેલ થયું હતુ.

image source

સાથે જ પી-8 આઈ અને નૌસેનાના હેલિકોપ્ટરને તહેનાત કરવામાં આવ્યા છે અને લોકોને તાબડતોડ બચાવવામાં આવી રહ્યા છે. એક અધિકારીએઆ કામગીરી વિશે પણ માહિતી આપી હતી કે વિપરીત હવામાનથી ઝઝૂમતા ભારતીય નૌસેના અને કૉસ્ટ ગાર્ડે તાઉ તેના આગમન પહેલા મુંબઈની નજીક અરબ સાગરમાં ફસાયેલી 2 નૌકાઓમાં રહેલા 317 લોકોને સુરક્ષિત બહાર કાઢીને બચાવી લીધા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version