Site icon News Gujarat

તમે ક્યારેય 600 રૂપિયાનું પાન ખાધું છે? જાણો એવું તો શું છે આ પાનમાં કે જે ખાતા જ ગ્રાહકો થઇ જાય છે ખુશ-ખુશ, સાથે જાણો ક્યાં મળે છે આ પાન

અનેક લોકો ખાવાપીવાના શોખીન હોય છે તેમને તેમના શહેરમાં કઈ કઈ ડિશો અને ખાવાપીવાની ચીજો પ્રખ્યાત છે તેના વિશે તો માહિતી હોય જ છે પણ સાથે સાથે તેઓને અન્ય શહેરોની પ્રખ્યાત ખાવાપીવાની ચીજવસ્તુઓ ચાખવાની પણ તાલાવેલી હોય છે.

image source

જો તમે પણ ખાવાપીવાના શોખીન છો તો તમારા માટે આ આર્ટિકલ વાંચવો રોચક બની રહેશે. કારણ કે અહીં અમે તમને દિલ્હીમાં આવેલ એક એવી પાનની દુકાન વિશે જણાવવાના છીએ જેના વિશેષ પાનનો વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ દુકાનમાં વેંચાતું એક વિશેષ પાનની ખૂબી એ છે કે તેની કિંમત 10 કે 20 રૂપિયા નહીં પણ 600 રૂપિયા છે. હવે કદાચ તમને એ પ્રશ્ન થશે કે એ પાનમાં એવું તે વળી શું હશે કે સામાન્ય પાન અને આ પાનની કિંમતમાં આવડો મોટો ફેરફાર ?

image source

તો એ બાબતે ખુલાસો કરી દઈએ કે દિલ્હીની ઉપરોક્ત દુકાનમાં વેંચાતું એ પાન અસલમાં સામાન્ય પાન નથી પરંતુ ગોલ્ડ પાન એટલે કે સોનાનું પાન છે. દિલ્હીના કનોટ પ્લેસમાં આવેલ યમુ કી પંચાયત નામની દુકાનમાં વેંચાય રહેલા આ ગોલ્ડ પાનનો વિડીયો આજકાલ સોશ્યલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે જેના વિશે જાણવા લોકો અધીરા બન્યા છે.

image source

યમુ કી પંચાયત પાનની દુકાને વેંચાતા આ સોનાના વરખ વાળા પાનનો વિડીયો યમુ કી પંચાયતના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેયર કરવામાં આવ્યો હતો. સોનાના વરખ વાળા આ પાનની અન્ય વિશેષતા તેમાં નાખવામાં આવતી ખાદ્યસામગ્રી છે.

image source

આ પાન બનાવવામાં દેશી નારીયલ, સુકી ખજૂર, એલચી, મીઠી ચટણી, ગુલકંદ, લવિંગ, ચેરી સહિત અનેક સ્વાસ્થ્ય વર્ધક વસ્તુઓ નાખવામાં આવે છે. પાન તૈયાર થઈ જાય એટલે છેલ્લે તેના ઉપર સોનાનું વરખ ચઢાવી તેને કવર કરવામાં આવે છે. સોનાના પાનનો આ વીડિયો જોઈ લોકો તેના તરફ આકર્ષિત થઈ રહ્યા છે.

ઇન્સ્ટાગ્રામ પર મુકવામાં આવેલ આ વીડિયોની પોસ્ટના લખાણમાં એમ જણાવવામાં આવ્યું છે કે ” આ રફેલો ગોલ્ડ પાન 600 રૂપિયાનું છે ” આ વીડિયો જોયા બાદ અન્ય સોશ્યલ મીડિયા યુઝર્સ તેમાં પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. ખેર, પાન ખાવાના શોખીન લોકો આ પાન ખાવું જરૂર પસંદ કરશે. જો તમે દિલ્હીમાં જ રહેતા હોય તો તમે આ પાનનો સ્વાદ ચાખવાનો લ્હાવો મેળવી શકો છો. પરંતુ જો તમે દિલ્હી બહાર રહેતા હોય તો તમારે આ પાન ચાખવા માટે દિલ્હીના કનોટ પ્લેસ ખાતે આવેલ આ યમુ કી પંચાયત દુકાનની મુલાકાત લેવી પડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version