સ્ત્રીઓ પણ મેળવી શકે છે બજરંગબલીની અસીમ કૃપા, માત્ર રોજ કરો આ કાર્યો…

મિત્રો, પ્રભુ શ્રી બજરંગબલીની પૂજામા સ્ત્રીઓ માટે અમુક નિયમ શાસ્ત્રોમા ઉલ્લેખ કરેલા છે કારણકે, પ્રભુ શ્રી બજરંગબલી બધી જ સ્ત્રીઓને તેમની માતાના રૂપમા જુએ છે. દરેક સ્ત્રીઓ તેમની સામે માથા નમાવે છે. આપણે સૌ આ વાતને ખુબ જ સારી રીતે જાણીએ છીએ કે,બજરંગબલી એ બ્રહ્મચારી છે.

image source

પરંતુ, હનુમાનજીના જન્મોત્સવના પર્વ પર અને અન્ય અવસરો પર પણ સ્ત્રીઓ આ રીતે બજરંગબલીની સેવા કરીને તેમની કૃપા મેળવી શકો છો. આ કૃપા મેળવવા માટે પણ તમારે અમુક વિશેષ કાર્યો કરવા પડશે. તો ચાલો આજે માહિતી મેળવીએ ક્યા છે આ કાર્યો?

image source

સ્ત્રીઓએ નિયમિત પ્રભુ શ્રી બજરંગબલીને દીપ અર્પિત કરે તો તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આ સિવાય સ્ત્રીઓ ગૂગળની ધૂપ બજરંગબલીને અર્પણ કરો તો પણ તે તમારા માટે લાભદાયી સાબિત થઇ શકે છે. આ સિવાય જો કોઈ સ્ત્રી નિયમિત હનુમાન ચાલીસા, સંકટ મોચન, હનુમાષ્ટક, સુંદરકાંડ વગેરેનો પાઠ કરો તો તે પણ તમારા માટે લાભદાયી સાબિત થઇ શકે છે.

આ સિવાય જો સ્ત્રીઓ પ્રભુ શ્રી બજરંગબલીને પોતાના હાથે બનાવેલો ભોગ ધરાવે છે તો તે પણ તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આ સિવાય જો કોઈ સ્ત્રી લાંબા સમય સુધી બજરંગબલીનુ અનુષ્ઠાન કરે તો તેનાથી પણ પ્રભુ શ્રી બજરંગબલી પ્રસન્ન થઇ જાય છે.

image source

આ ઉપરાંત જો કોઈ સ્ત્રી માસિકમાં હોય ત્યારે બજરંગબલી સાથે સંકળાયેલ કોઈપણ કાર્ય કરવુ જોઈએ નહિ. આ સિવાય સ્ત્રીઓએ પ્રભુ શ્રી બજરંગબલીને ક્યારેય પણ સિંદૂર અર્પણ કરવા નહિ, તે અશુભ ગણાય છે. સ્ત્રીઓએ ક્યારેય પણ બજરંગબલીને ચોલા અર્પણ કરવા જોઈએ નહિ.

આ સિવાય સ્ત્રીઓએ બજરંગબાણનુ પઠન કરવુ જોઈએ નહિ. સ્ત્રીઓને પાદ્ય એટલે કે ચરણપાદુકા અર્પિત કરવી જોઈએ નહિ. આ સિવાય સ્ત્રીઓએ હમેંશા બજરંગબલીને પંચામૃતથી સ્નાન કરાવવુ જોઈએ નહિ. આ સિવાય કોઈ સ્ત્રી કોઈપણ બ્રહ્મચારી વ્યક્તિને કપડા આપવા જોઈએ નહિ, આમ કરવુ અશુભ ગણાય છે.

image source

આ સિવાય સ્ત્રીઓએ કોઈપણ વ્યક્તિને યજ્ઞોપવિત એટલે કે જનેઉ અર્પિત કરવી જોઈએ નહિ.આમ, કરવુ પણ અશુભ ગણાય છે. આ અમુક એવા કાર્યો હતા કે, જેના વિશે જો સ્ત્રીઓ યોગ્ય કાળજી લો તો તેમને પ્રભુ શ્રી બજરંગબલીના વિશેષ આશીર્વાદ મળશે.