આ એક કારણે ખતમ થઈ ગયો હતો મધુબાલા અને દિલીપ કુમારનો પ્રેમ સંબંધ, દિલીપ કુમાર જ નહીં કિશોર કુમારે પણ અંતિમ દિવસોમાં છોડી દીધો હતો સાથ

હિન્દી સિનેમાની સૌથી સુંદર અભિનેત્રી મધુબાલાની નામ એ અભિનેત્રીઓમાં સામેલ છે જેમને સિનેમા માટે પોતાની જાતને સંપૂર્ણપણે સમર્પિત કરી દીધી હતી. જો કે મધુબાલાની આખી જિંદગીનો સફળ ફક્ત 36 વર્ષનો છે. વેલેન્ટાઈન ડેના દિવસે જન્મેલી મધુબાલાને જો ઇશ્કનું બીજું રૂપ કહી દેવામાં આવે તો એ કઈ વધારે નહીં હોય. લાખો કરોડો દિલો પર રાજ કરનારી મધુબાલાને જન્મથી જ હૃદયમાં કાણું હતું.

मधुबाला और दिलीप कुमार
image source

મધુબાલા અને દિલીપ કુમારની લવ સ્ટોરીની શરૂઆત વર્ષ 1951માં આવેલી ફિલ્મ તરાનાના સેટ પર થઈ હતી. મધુબાલા અને દિલીપ કુમારને પહેલી નજરમાં જ એકબીજા સાથે પ્રેમ થઈ ગયો હતો. કહેવામાં આવે છે કે પોતાના પ્રેમનો એકરાર કરવા માટે મધુબાલાએ દિલીપ કુમારને ગુલાબનું ફૂલ અને એક લેટર મોકલ્યો હતો. થોડા સમય પહેલા આવેલી દિલીપ કુમારની બાયોગ્રાફીમાં પણ મધુબાલાની વાત કરવામાં આવી છે.

मधुबाला और दिलीप कुमार
image source

પણ મધુબાલાને પોતા અતાઉલ્લાહ ખાન તો આ સંબંધના સખત વિરોધી હતા. એ દરમિયાન બી આર ચોપડાની ફિલ્મ ન્યા દોરનું શૂટિંગ શરૂ થયું. દિલીપ અને મધુબાલા આ ફિલ્મમાં લીડ રોલ કરી રહ્યા હતા. ફિલ્મના એક શૂટ માટે બંનેને મધ્યપ્રદેશ જવાનું હતું પણ મધુબાલાના પિતા એ માટે રાજી ન થયા. એમને ચિંતા હતી કે ત્યાં ગયા પછી બંને એકબીજાની વધુ નજીક ન આવી જાય.

दिलीप कुमार और मधुबाला
image source

આઉટડોર શૂટિંગ પર ન જવાના કારણે બીઆર ચોપડાએ એમની જગ્યાએ વૈજયંતીમાલાને સાઈન કરવાનો આ મામલો એટલો બગડ્યો કે એ કોર્ટ સુધી પહોંચી ગયો. એ સાથે જ બંનેની પ્રેમ કહાની પણ અદાલત સુધી પહોચી ગઈ. એ દરમિયાન દિલીપ કુમારે ફિલ્મ ડાયરેકટરનો સાથ આપ્યો અને મધુબાલા વિરુદ્ધ કોર્ટમાં જુબાની આપી. દિલીપ કુમારની આ જુબાણીથી ન ફકી મધુબાલાનું દિલ તૂટી ગયું પણ એ ખૂબ જ આઘાતમાં પણ આવી ગઈ.

दिलीप कुमार मधुबाला
image source

દિલીપ કુમારની આ જુબાની પછી બંનેની પ્રેમ કહાનીમાં ક્યારેય ન દૂર થાય એવું અંતર આવી ગયું. ફિલ્મ મુગલ એ આઝમમાં જેવી કેમસ્ટ્રી દિલીપ અને મધુબાલાએ બતાવી એ ફક્ત અભિનય નહોતો, એ એમનો પ્રેમ હતો. મધુબાલાને લઈને દિલીપ કુમારે કહ્યું હતું કે ” હું એમને હંમેશા પ્રેમ કરીશ. પોતાના જીવનના છેલ્લા સમયમાં મધુબાલા ખૂબ જ એકલી પડી ગઈ હતી.

मधुबाला, दिलीप कुमार
image source

એ સમયે ખૂબ જ ઓછા લોકો એમના હાલચાલ પૂછવા આવતા હતા. 24 ફેબ્રુઆરી 1969માં હૃદય રોગના કારણે ફક્ત 36 વર્ષની ઉંમરમાં હિન્દી ફિલ્મોની આ ખૂબ જ સુંદર હીરોઈને દુનિયાને અલવિદા કહી દીધું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!