રેશન કાર્ડમાં પરિવારના નવા સભ્યનું નામ એડ કરવાનું છે? તો જાણી લો આ સરળ પ્રોસેસ

રેશન કાર્ડ દ્વારા સરકાર દેશના અલગ અલગ રાજ્યોમાં રહેતા મધ્યમ અને ગરીબ પરિવારોને રાશન આપે છે. આ રેશનનું અનાજ મેળવવા માટે રેશન કાર્ડ હોવું જરૂરી છે. એ સિવાય પણ રેશન કાર્ડનો ઉપયોગ અનેક જગ્યાઓએ કામ આવે છે અને ઓળખના પુરાવા તરીકે પણ કેટલીક જગ્યાઓએ તે માન્ય ગણવામાં આવે છે. દાખલા તરીકે જો ઘરેલુ ગેસ સિલિન્ડર માટે કનેક્શન લેવું હોય કે ડ્રાઇવિંગ લાયસન્સ બનાવડાવવાનું હોય રેશન કાર્ડ એડ્રેસ પ્રુફ તરીકે માન્ય રાખવામાં આવે છે. પરંતુ અહીં ધ્યાન આપવા કહેવી બાબત એ પણ છે કે રેશન કાર્ડ ગમે તેનું નથી બની શકતું. અને તેની મર્યાદા અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ હોય છે. એ સિવાય તમે રેશન કાર્ડમાં પરિવારમાં શામેલ થયેલા નવા સભ્યનું નામ પણ જોડાવી શકો છો.

image source

જો તમારા પરિવારમાં પણ કોઈ નવા સભ્યનો ઉમેરો થયો હોય એટલે કે ઘરમાં બાળકનો જન્મ થયો હોય કે ઘરમાં નવી વહુ પરણીને આવી હોય તો તેનું નામ તમે પરિવારના રેશન કાર્ડમાં જોડાવી શકો છો. આ માટે તમારે અમુક સરળ સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે.

અહીં આપવી પડશે માહિતી

image source

રેશન કાર્ડમાં નવા સદસ્યનું નામ જોડવા માટે તમારે તમારબાધાર કાર્ડમાં સંશોધન કરાવવું પડશે. દાખલા તરીકે જો કોઈની દીકરી તમારા ઘરે પરણીને આવે અને તે પોતાની અટક બદલીને સાસરિયા પક્ષની રાખે તો તેણીએ પહેલા પોતાના આધાર કાર્ડમાં પોતાના પિતાની જગ્યાએ પતિનું નામ અને ત્યારબાદ પતિના પરિવારની અટક, તેમજ નવા એડ્રેસને અપડેટ કરવું પડશે. ત્યારબાદ નવા આધાર કાર્ડની માહિતી સાસરિયા પક્ષના વિસ્તારમાં આવેલા ખાદ્ય વિભાગના અધિકારીને આપવી પડશે.

image source

તમે ઇચ્છો તો આ કામગીરી ઓનલાઇન પણ કરાવી શકો છો. આ માટે ઓનલાઇન વેરિફિકેશન કરાવ્યા બાદ ઘરના નવા સદસ્યનું નામ જોડાવી શકાય છે. તેની પ્રોસેસ મુજબ તમારે જુના રેશન કાર્ડમાંથી જે તે નામ કમી કરાવી તેનું નામ નવા રેશન કાર્ડમાં જોડવા માટે એપ્લાય કરવી પડશે. આ કામગીરી માટે તમારો મોબાઈક નંબર રજીસ્ટર્ડ હોવો જરૂરી છે અને આ ઓનલાઇન કામગીરી માટે તમારે જે તે રાજ્યની ખાદ્ય અને પુરવઠા વિભાગની સત્તાવાર વેબસાઈટ પર જવું પડશે.

આ.ડોક્યુમેન્ટની જરૂર પડશે

image source

> રેશન કાર્ડમાં જો નવા જન્મેલા બાળકનું નામ ચડાવવાનું હોય તો આ માટે ઘરના મુખ્ય સભ્યના રેશન કાર્ડ (ઓરીજીનલ અને ઝેરોક્સ બન્ને), બાળકના જન્મનું પ્રમાણપત્ર અને બાળકના માતા પિતાના આધારકાર્ડની જરૂર પડશે.

> રેશન કાર્ડમાં જો ઘરમાં પરણીને આવેલી નવી વહુનું નામ જોડવાનું હોય તો તેના માટે તેના પિયરીયાના રેશન કાર્ડમાંથી નામ કમી કરાવ્યાનો દાખલો, મેરેજ સર્ટિફિકેટ (લગ્નનું પ્રમાણપત્ર), પતિનું રેશન કાર્ડ (ઓરીજીનલ અને ઝેરોક્સ બન્ને) અને પત્નીનું આધાર કાર્ડ જરૂરી છે.