Site icon News Gujarat

આમળા, બીટ અને બેસનથી આ રીતે તૈયાર કરો હોળીના રંગ, જાણો પ્રોસેસ

વૈદિક કાળથી પ્રાકૃતિક જડી બુટ્ટીઓનો ઉપયોગ કરીને રંગ તૈયાર કરવામાં આવે છે અને સાથે આ પ્રાકૃતિક રંગથી હોળી રમવામાં આવે છે. આયુર્વેદમાં રંગોને કઇ રીતે તૈયાર કરવા તેનો ઉલ્લેખ કરાયો છે અને સાથે હિન્દુસ્તાનના સુંદર પ્રાકૃતિક ક્ષેત્રમાં આજે પણ ગ્રામીણ અને વનવાસી વૃક્ષ અને છોડનો ઉપયોગ રંગ તૈયાર કરવા માટે કરવામાં આવે છે.

image source

જાણો ઘરે જ કઇ રીતે હર્બલ કલર બનાવી શકાય છે અને શું છે તેની પ્રોસેસ…

આમળા, બીટ અને બેસનથી આ રીતે તૈયાર કરો હોળીના રંગ, જાણો પ્રોસેસ

હર્બલ લાલ રંગ

image source

જાસૂદના ખૂબ બધા તાજા ફૂલ ભેગા કરો અને છાંયડામાં સૂકવી લો. બાદમાં તેને મસળીને તેનો પાવડર બનાવો. આ રીતે તૈયાર થઇ જશે લાલ રંગ. આ લાલ રંગ વાળ માટે કંડીશનરનું કામ કરે છે. જાસૂદ વાળને કસમયે ખરતા અટકાવે છે અને તેનો રંગ પણ કાળો કરે છે.

હર્બલ લીલો રંગ

ગુલમહોરના પાન, ઘઉંના તાજા લીલા પાન અને તુલસીના લીલા પાનને સૂકવી લો અને પીસીને પાવડર બનાવી લો. આ રીતે હર્બલ કલર તૈયાર થશે. પાની વાળો રંગ બનાવવા 1 લિટર પાણીમાં થોડા પ્રમાણમાં મહેંદી (લગભગ 1 ચમચી) સારી રીતે મિક્સ કરો અને તેમાં પાલક, કોથમીર, ફૂદીનો, તુલસીના પાનના રસને મિક્સ કરો. ઓષધિય ગુણોથી ભરપૂર આ રંગ તમારા તહેવારની મજા બમણી કરી દેશે.

હર્બલ ગુલાબી રંગ

image source

1 બીટ લો. તેના બારીક ટુકડા કરો અને તેને 1 લિટર પાણીમાં નાંખીને 1 રાત રહેવા દો. સવારે ગુલાબી રંગ તૈયાર થઇ જશે.

હર્બલ કેસરિયા રંગ

ગ્રામીણ ભારતમાં ટેસૂના ફૂલ જેને પલાશ કે ઢાક પણ કહે છે, તે કેસરિયા રંગનો ભરપૂર યૂઝ કરાય છે. આ ફૂલોને 2 દિવસ પાણીમાં પલાળીને રાખવામાં આવે છે અને તેને ગાળીને પાણીને કેસરિયા રંગનું બનાવીને ઉપયોગમાં લેવાય છે.

હર્બલ પીળો રંગ

image source

પીળો રંગ સૂકવીને તૈયાર કરવા માટે 1 ચમચી હળદર અને 2 ચમચી બેસનને મિક્સ કરીને પીળો રંગ તૈયાર કરાય છે. તે ન તમારી હોળીને સુંદર બનાવે છે પણ તમારા ચહેરાને પણ તેજ આપે છે. સ્કિનની સુરક્ષા માટે હળદર અને બેસન ખૂબ જ સારું છે.

હર્બલ ભૂરો રંગ

ભૂરો રંગ બનાવવા માટે કત્થાનો ઉપયોગ કરાય છે. કત્થાને પાણીમાં મિક્સ કરીને કોઇ માટીના વાસણમાં નાંખીને રાત ભર રાખી દો. સવારે પાણીને સારી રીતે હલાવી લો. ભૂરો તરલ રંગ તૈયાર થશે.

હર્બલ કાળો રંગ

image source

આમળાના ફળોને લોખંડના કોઇ વાસણમાં ઉકાળવામાં આવે અને તે પાણીને સારી રીતે કોઇ વાસણમાં રહેવા દેવામાં આવે તો તે પાણી સવાર થતાં જ કાળા રંગનું થશે અને તેનો ઉપયોગ કરી શકાશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Exit mobile version