ફોનની બેટરી વારંવાર થઇ જાય છે પુરી? તો આ 4 PowerBank તમારા માટે છે બેસ્ટ ઓપ્શન

સ્માર્ટફોનના વધી રહેલા ઉપયોગને કારણે યુઝરો પોતાના ફોનની બેટરી પણ બહુ જલ્દી પુરી કરી નાખે છે. જેના કારણે તેઓને કામ ચાલુ રાખવા ફોન ચાર્જીંગમાં લગાવેલો રાખવો પડે છે અથવા પાવર બેંકનો ઉપયોગ કરવો પડે છે. સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે જે લોકો ઘરની બહાર રહેતા હોય અને મુસાફરી કરતા હોય તેઓને પાવર બેંકની વધુ જરૂર પડે છે. ત્યારે આજના આ આર્ટિકલમાં અમે આપને અમુક એવી શાનદાર પાવર બેંક વિશે જણાવીશું જે તમારા સ્માર્ટફોન માટે બેસ્ટ છે.

Mi પાવર બેંક 3i

image source

Mi ની આ પાવર બેંક 20,000 mAh ની બેટરી સાથે મળે છે.જે તમારા સ્માર્ટફોનને ઝડપથી ચાર્જ કરી શકે છે. આ પાવર બેંક ટુ વે 18W ફાસ્ટ ચાર્જીંગને સપોર્ટ કરે છે. આ પાવર બેંકમાં 3 પોર્ટ આપવામાં આવ્યા છે જેમાં બે પોર્ટ ટાઈપ A પોર્ટ છે જ્યારે એક પોર્ટ માઈક્રો યુએસબી / યુએસબી સી પોર્ટ છે. સુરક્ષા માટે આ પાવર બેંકમાં 12 પડની સર્કિટ પ્રોટેક્શન અને સ્માર્ટ પાવર મેનેજમેન્ટ આપવામાં આવ્યું છે. Mi ના આ પાવર બેંકને ફૂલ ચાર્જ કરવામાં માત્ર 6.9 કલાકનો જ સમય લાગે છે.

URBN 20000mAh પાવર બેંક

image source

કયા પાવર બેંકમાં 20,000 mAh ની બેટરી આપવામાં આવી છે. જે સ્માર્ટફોનને ઝડપથી ચાર્જ કરી શકે છે. સ્માર્ટફોન ચાર્જ કરવા માટે આ પાવર બેંક ટુ વે 18W ફાસ્ટ ચાર્જીંગ સપોર્ટ કરે છે. આ પાવર બેંકમાં બે પોર્ટ આપવામાં આવ્યા છે જે પૈકી એક યુએસબી આઉટપુટ પોર્ટ અને એક ટાઈપ સી પોર્ટ 18 W ચાર્જીંગ સપોર્ટ છે. સુરક્ષા માટે આ પાવર બેંકમાં સર્કિટ પ્રોટેક્શનના 12 પડ આવે છે અને BIC સર્ટિફાઇડ પણ છે. આ પાવર બેંકને શાનદાર કાર્બન ફાઇબર ટેક્સચર્ડ ફિનિશ સાથે સ્લિમ ડિઝાઇન આપવામાં આવી છે.

Redmi 20000mAh પાવર બેંક

image source

Redmi ની આ પાવર બેંકમાં 20,000 mAh ની બેટરી ક્ષમતા ધરાવે છે જે ફાસ્ટ ચાર્જીંગ માટે ટુ વે 18W ફાસ્ટ ચાર્જીંગ સપોર્ટ કરે છે. પાવર બેંકમાં બે ચાર્જીંગ પોર્ટ આપવામાં આવ્યા છે જેમાં એક પોર્ટ યુએસબી આઉટપુટ છે અને બીજો ટાઈપ સી 18W ચાર્જીંગ પોર્ટ છે. ઓવર કરંટ, ઓવર ચાર્જ, ઓવર વોલ્ટેજ અને શોર્ટ સર્કિટથી સલામતી માટે આ પાવર બેંકમાં 12 પડનું સર્કિટ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. આ પાવર બેંક ફૂલ ચાર્જ થવામાં 6.9 કલાકનો લે છે. પાવર બેંક પર મજબૂત પકડ માટે તેમાં એન્ટી સ્લીપ ટેક્ચર આપવામાં આવ્યું છે.

Syska 20000mAh પાવર બેંક

image source

Syska ની આ પાવર બેંક 20,000 mAh ની બેટરી ક્ષમતા ધરાવે છે જે 10W ફાસ્ટ ચાર્જીંગ સપોર્ટ કરે છે. તેમાં ચાર્જીંગ માટે 2 યુએસબી પોર્ટ આપવામાં આવ્યા છે. પાવર બેંકમાં રહેલા બેટરી પાવરને જોવા માટે તેમાં એલઇડી ઇન્ડિકેટર પણ આપવામાં આવ્યું છે. ફૂલ ચાર્જ કરવા માટે આ પાવર બેંકને 10 કલાકનો સમય લાગે છે. પાવર બેંકમાં ABS પ્લાસ્ટિક એક્સટિરિયર અને ટેક્સચર્ડ ફિનિશ આપવામાં આવ્યું છે.