મહારાષ્ટ્રનો કિસ્સો જોઈ આખી દુનિયા ચોંકી ઉઠી, રસીના બે ડોઝ લીધા બાદ શરીરમાં લોખંડ-સ્ટીલનો સામાન ચોટવા લાગ્યો

એક તો દેશમાં પહેલાથી જ કોરોના રસીને લઈ લોકો અવઢવમાં છે અને રસી લેવાથી ડરી રહ્યા છે. એમાં પણ હવે જો અજીબ અજીબ કિસ્સા સામે આવે તો લોકોમાં ડરનો માહોલ વધારે પેદા થાય છે. ત્યારે હાલમાં જ એક એવો અજીબ કિસ્સો સામે આવ્યો છે કે જે જાણીને તમને પણ નવાઈ લાગશે. આ વાત છે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાની કે જ્યાંથી એક ખૂબ જ આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. એક પરિવારે દાવો કર્યો છે કે કોરોના વેક્સિનની બીજો ડોઝ લીધા બાદ તેના પરિવારના વૃદ્ધ સભ્યને શરીરમાં ચુંબકીય શક્તિનું સર્જન થઈ ગયું હોય એવું લાગે છે.

image source

કેસમાં કંઈક એવું બન્યું છે કે રસીના બે ડોઝ લીધા બાદ હવે તેમના શરીર પર ચમચી, સ્ટીલ તથા લોખંડના વાસણ તથા સિક્કા ચોંટવા લાગ્યા છે. આ તમામ સામગ્રી એવી રીતે ચોટી રહે છે કે જાણે લોચુંબક લોખંડ સાથે ચોંટી રહી હોય. જો કે જેવી જ આ ઘટનાની માહિતી સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેને થઈ કે તરત જ તેણે તપાસ માટે આદેશ આપ્યો છે. ગુરુવારે તેમણે કહ્યું કે આ કેસમાં શું હકીકત છે તે અંગેની માહિતી સામે આવવી ખુબ જ જરૂરી છે. કારણ કે શું તેની પાછળ કોઈ તબીબી કારણ જવાબદાર છે કે પછી અન્ય કોઈ કારણ તે તપાસ કરવામાં આવી રહી છે.

image source

પરંતુ આ કોઈ બીજી વાત નથી એવું પુરવાર પણ કર્યું છે અને પરિવારે આ ઘટનાને પ્રમાણિત કરવા માટે એક વીડિયો પણ તૈયાર કર્યો છે. જેમાં સ્પષ્ટ દેખાય છે કે તેમના શરીર સાથે ચમચી, નાની પ્લેટ અને ઘરમાં ઉપયોગમાં લેવામાં આવતા નાના વાસણો એક પછી એક ચોંટી રહ્યા છે. વીડિયો જોઈ કોઈને વિશ્વાસ પણ નહીં આવે પરંતુ આ વાત ખરેખર બની રહી છે લોકો ચોંકી રહ્યા છે. પરિવારે આ ઘટનાનો વીડિયો તૈયાર કર્યો છે અને જિલ્લા વહિવટીતંત્રને આ અંગે માહિતી આપી છે. સ્થાનિક વહિવટીતંત્રએ પણ ડોક્ટર્સની એક ટીમ બુધવારે અહીં તપાસ માટે પહોંચી હતી અને તેમને પણ આ ઘટના જોઈને ભારે આશ્ચર્ય થયું હતું.

image source

અરવિંદ સોનાર નામના આ શખ્સની તપાસ કરવા માટે પહોંચેલા ડોક્ટર અશોક થોરાટે સમગ્ર માહિતી આપતા જણાવ્યું હતું કે આ ઘટનાની તપાસ કરી રહ્યા છીએ. આ ખરેખર એક સંશોધનનો વિષય છે અને અત્યાર સુધી કોઈ જ કોમોન્ટ કરવી તે ઘણી ઉતાવળનું કામ હશે. અત્યારે અમે આ અંગેનો રિપોર્ટ મહારાષ્ટ્ર સરકારને મોકલશું અને તેમના દિશા-નિર્દેશ પ્રમાણે કામ કરશું અને માહિતી આપશું કે ખરેખર આ કિસ્સો શું કહેવા માગે છે અને આખરે આ રીતે ઘટના કેમ બની. નાસિકના સિટી હોસ્પિટલના ડો.નવીન બાઝીના મતે આવી અજબ ઘટના દેશની પ્રથમ એવી ઘટના છે કે જ્યારે વેક્સિનેશન બાદ એક હાથ પર લોખંડ અને સ્ટીલનો સામાન ચિપકી રહ્યો છે.

image source

આ સાથે જ ડોક્ટરનું એવું પણ કહેવું છે કે અરવિંદભાઈને એ ખાનગી હોસ્પિટલમાં ડોક્ટરમાં સલાહ લેવી જોઈએ કે જ્યાં તેમણે વેક્સિન લીધી છે. જો કે, આ અગાઉ આ પ્રકારની ઘટના ક્યારે સામે આવી ન હતી. વિગતો મળી રહી છે કે નાસિકના શિવાજી ચોક વિસ્તારમાં રહેતા 71 વર્ષના અરવિંદ જગન્નાથ સોનારે 2 જૂનના રોજ કોવીશીલ્ડના બન્ને ડોઝ પૂરા કરી લીધા હતા. ત્યારબાદ તેમણે દાવો કર્યો હતો કે તેમના શરીરમાં અચાનક જ આવો પાવર આવી ગયો છે.

image source

જો કે આ કેસમાં અગાઉ પરિવારને એવું લાગતું હતું કે કદાંચ પરસેવાને લીધે તેમના શરીરમાં આ વસ્તુઓ ચીપકી રહ્યા છે, પણ અનેક વખત આમ થવાથી તેમને પણ કંઈક નવું જ લાગ્યું અને આ રીતે વાત કરી છે. અરવિંદનો દિકરો જયંતે પણ આ અંગે માહિતી આપી હતી કે તે સમાચારો જોઈ રહ્યો હતો. મે મારા પિતાના શરીરના ભાગ પર કેટલાક સિક્કા જોયા. શરૂઆતમાં મને લાગ્યું કે તે ઉંઘી રહ્યા હશે અને જ્યારે તે જાગ્યા ત્યારે પરસેવાને લીધે બેડ પર પડેલા સિક્કા તેમને ચોટી ગયા હશે. ત્યારે હવે હાલમાં આ એક સંશોધનનો વિષય છે અને આખરે જોવાનું એ રહ્યું કે શું પરિણામ આવે છે અને ખરેખર વેક્સિન જ કારણભૂત છે કે પછી બીજું કંઈ?

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!