Site icon News Gujarat

શ્રીમંત પરિવારનો ચોંકાવનારો કિસ્સો: અમદાવાદનું કપલ હનીમૂન માટે ગયુ બેંગકોક, તો પત્નીએ વિદેશમાં દારૂ ના પીધો તો પતિએ ત્યાં જ…

વર્તમાન સમયમાં લગ્ન જીવનમાં કંકાસના અનેક કિસ્સાઓ બહાર આવતા હોય છે. એક તો લોકોની સહનશક્તિ ઓછી થઈ ગઈ છે, પાર્ટનરને સમજવાની ક્ષમતા કેટલાક લોકોમાં નથી હોતી અને કેટલાક લોકો ક્યારેય પોતાના વિચિત્ર સ્વભાવને બદલવાનો પ્રયાસ નથી. આ પ્રકારના કેટલાક કારણોસર લગ્ન થયાના થોડા જ દિવસોમાં વાત છુટ્ટાછેડા સુધી પહોંચી જતી હોય છે.

image source

આવો જ એક કિસ્સો અમદાવાદના પાલડી વિસ્તારમાંથી પ્રકાશમાં આવ્યો છે. હકીકતમાં આ વિસ્તારમાં રહેતા સભ્ય સમાજના એક નવપરણીત યુગલ હનીમૂન માટે બેંગકોંક ગયા હતા. યુવતીએ આક્ષેપ કર્યો કે, જ્યારે અમે બેંગકોંગ ગયા ત્યારે મારા પતિએ મને દારૂ પીવા માટે ફોર્સ કર્યો પરંતુ જ્યારે મેં દારૂ પિવાની ના પાડી તો તેણે મને માર માર્યો હતો.

image source

પાલડીના ભદ્ર સમાજના પરિવારનો મામલો પાલડી પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. યુવતીએ આક્ષેપ કર્યો છે કે તે લગ્નના 15 દિવસ બાદ તેના પતિ સાથે હનીમૂન કરવા માટે બેંગકોક ગઈ હતી. જ્યાં તેના પતિએ તેને પરાણે દારૂ પીવડાવ્યો હતો. યુવતીએ દારૂ પીવાની મનાઈ કરતાં તેના પતિએ તેને માર માર્યો હતો. એટલું જ નહીં, લોકડાઉનમાં તેના સાસરિયાઓએ પિયરમાંથી દોઢ લાખ રૂપિયા લાવવાનું કહી ત્રાસ આપ્યો હતો.

image source

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે પાલડીના નારાયણનગરમાં રહેતી 30 વર્ષીય યુવતીના લગ્ન પ્રીતમ નગર ખાતે રહેતા એક યુવક સાથે વર્ષ 2020માં થયા હતા. યુવતીના પતિએ પહેલા પણ એક છોકરીની સાથે લગ્ન કર્યા હતા. પરંતુ બન્ને વચ્ચે મનમેળ ન થતાં છૂટા પડી ગયા હતા. ત્યારબાદ આ યુવતી સાથે લગ્ન કર્યા હતા. યુવતીને પતિ તેમજ નણંદ પણ કામ બાબતે મહેણાં મારતા હતા. આ યુવતીની તબિયત નાદુરસ્ત થતાં તે ઉસ્માનપુરા ખાતે એક ડોક્ટરને બતાવવા ગઈ હતી.

image source

જ્યાં તે હોસ્પિટલમાં એડમિટ થઈ હતી ત્યારે તેને હોસ્પિટલમાં એડમિટ થઈ હતી ત્યારે તેને હોસ્પિટલમાંથી રજા આપતા તેના સાસરે ગઈ હતી. જ્યાં તેના પતિ તબિયત સારી ન થાય ત્યાં સુધી માતા પિતાના ઘરે જતી રહે તેમ કહી પિયર મૂકી ગયો હતો. જો કે ત્યાર બાદ તેઓ ઘરેથી કરિયાવર નહી લાવી હોવાનું કહીને મ્હેણા મારવાનું શરૂ કર્યું હતું. જેથી યુવતીના પિતાએ દોઢ લાખ રૂપિયા આપ્યા હતા. જો કે ત્યાર બાદ વારંવાર પૈસા માંગી તેના પર દબાણ કરવાનું શરૂ કર્યું હતું. ત્યાર બાદ આ મુદ્દે વારંવાર ઝગડાઓ થતા હતા. નણંદે પણ માનસિક ટોર્ચર કરવાનું શરૂ કર્યું હતું. આખરે પરિણીતાએ પાલડી પોલીસ સ્ટેશનમાં જઇને તપાસ શરૂ કરી હતી.

Exit mobile version