Site icon News Gujarat

મોં દ્વારા શ્વાસ આપીને આ વ્યક્તિએ આપ્યુ એક પક્ષીને નવું જીવન, લોકોએ કહ્યું- માનવતાથી મોટો કોઈ ધર્મ નથી!

આજે ઘણા પંખીઓ એવા છે જે સાવ લુપ્ત થઈ રહ્યા છે. એક તરફ માનવી સ્વાર્થી બની રહ્યો છે જેથી તે પોતાની જરુરીયાતો પુરી કર્વા માટે મુંગા પંખીઓના ઘરોને બેફામ કાપી રહ્યો છે. જંગલો કપાતા જવાના કારણે પક્ષીઓ બેઘર થયા છે. આ સિવાય પણ જે પક્ષીઓ આપણી આસપાસ જોવ મળી રહ્યા છે તેને બચાવવા માટે અનેક પ્રયત્નો ચાલી રહ્યા છે. હાલમા આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જે એક માણસના પ્રયાસથી એક પક્ષીનો જિવ બચી ગયો છે.

image source

મળતી માહિતી મુજબ એક પક્ષી શ્વાસ લઈ શકતુ ન હતુ. તે જે રીતે શ્વાસ ભરી રહ્યુ હતુ તેને જોતા લાગતુ હતું કે તે જાણે તેનું જીવન ફક્ત થોડી ક્ષણોમાં પુરૂ થઈ જશે. પરંતુ આ પછી જે થયુ જે જોઈને બધા ચોંકી ગયા હતા. આ સમયે ત્યા અચાનક જ એક માણસ આવી પહોચે છે અને સમજદારીપૂર્વક કામ લિધુ અને પક્ષીનો જીવ બચાવ્યો હતો.

image source

હવે આ પક્ષીને તે માણસે જે રીતે બચાવ્યુ તેની વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ વાયરલ થઈ રહેલા વીડિયોને જોઇને લોકો તે વ્યક્તિની સમજદારીની ખુબ પ્રશંસા કરી રહ્યા છે. આ જોઈને લોકો કહેતા હતા કે ખરેખર માનવતા હજી જીવંત છે! જાણવા મળ્યું છે કે આ વીડિયો આઈએફએસ અધિકારી સંદીપ ત્રિપાઠીએ દ્વારા શેર કરવામા આવ્યો છે. 8 જૂને તેમણે આ વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે કબુતરને જીવંત કરવાની હૃદયસ્પર્શી વાર્તા.

image source

આ સાથે આ વીડિયો વિશે વિગતે વાત કરવામા આવે તો એક ર્સ્વિમિંગ પૂલની નજીક એક પક્ષી ઉંધુ પડયુ હતું. આ પછી તેને આ રીતે પડેલ જોઈને એક માણસ તેની છાતીને હળવાશથી દબાવતો નજર આવે છે. મળતી માહિતી મુજબ પક્ષીને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. માણસ તેના મોં દ્વારા શ્વાસ લઈને પક્ષીને ઓક્સિજન આપવાનો પ્રયાસ કરી રહ્યો કે જેથી તે બચી જાય. ત્યારબાદ વીડિયોમા જોઈ શકાય છે કે થોડીક સેકંડ માટે આ રીતે કર્યા બાદ તે એર કોમ્પ્રેસરનો ઉપયોગ કરે છે.

આ પછી પક્ષી ફરી શ્વાસ લઈ રહ્યુ હોય તેમ લાગે છે અને તેની પાંખો ફેલાવે છે. આ જોઈને ત્યા આસપાસ રહેલા બધા તે માણસની સમજદારીને વધાવે છે. જાણવા મળ્યું છે કે આ વીડિયોને અત્યાર સુધીમા 29 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે અને લગભગ 2 હજાર લાઈક્સ પણ કરકવામા આવી છે. લોકો આ વીડિયો પર ઘણી કોમેન્ટ પણ કરી રહ્યા છે.

Exit mobile version