ચિંકી-મિંકીએ લાલ ડ્રેસ પહેરીને કર્યો ધમાકેદાર ડાંસ, સોશિયલ મીડિયામાં લગાવી આગ

ધ કપિલ શર્મા શોમાં દેખાયા બાદ જોડિયા બહેનો ચિંકી અને મિંકીએ ઘણી લોકપ્રિયતા મેળવી છે. સુરભી અને સમૃધિ એ તેમના અસલી નામ છે. સુરભી અને સમૃદ્ધિનો એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થઈ રહ્યો છે, જેમાં બંને બહેનો ‘બ્રોકન બટ બ્યુટિફૂલ 3’ વેબ સિરીઝના ‘મેરે લિયે’ ગીત પર સુંદર ડાન્સ કરી રહી છે. ચિન્કી-મિંકીની આ નવા વિડિયોમાં તેની સ્ટાઈલ જોવા જેવી છે. બંનેના આ લેટેસ્ટ ડાન્સ વીડિયોને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

image source

સુરભી-સમૃદ્ધિ વિડિયોએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ડાન્સ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં બંને એક જ લાલ ડ્રેસમાં નજર આવી રહ્યા છે. વીડિયો શેર કરતાં સુરર્ભી-સમૃદ્ધિએ કેપ્શન આપ્યું છે, “તુઝસે હી કરૂં ગલા દિલ દી સચિંયા. મારા માટે પણ પોતાનો ડાંસ કવર્સ બનાવો” જોડિયા બહેનોનો આ વીડિયોને લોકો દ્વારા ભારે પસંદ અને શેર કરવામાં આવી રહ્યો છે. બંનેની પ્રશંસા કરતાં એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે, તમે બંને કમાલ છો. તમે હિરોઇન કેમ નથી બની જાતા? આ રીતે લોકો ચિંકી-મિંકી વિડિયો પર ખૂબ પ્રેમ વહાવી રહ્યા છે.

image source

તમને જણાવી દઈએ કે, સુરભી અને સમૃદ્ધિ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેમના ફોલોઅર્સની સંખ્યા લાખોમાં છે. બંને બહેનો એક બીજાની કોપી લાગે છે. ઘણી વાર લોકો એકસાથે ચિંકી અને મિંકી ડાન્સ વીડિયો જોઈને મૂંઝવણમાં મૂકાઈ જાય છે. તે જ સમયે, સુરભી-સમૃધિ પણ તેમના ડાન્સ દ્વારા ચાહકોને મનોરંજન કરવાનું ભૂલતી નથી.

image source

સુરભી-સમૃદ્ધિએ શેર કરેલા આ વીડિયોમાં તે ખૂબ જ સુંદર ડાન્સ કરી રહી છે. આ દરમિયાન બંનેએ રાબેતા મુજબ સેમ ડ્રેસ પહેર્યો છે. સુરભી-સમૃધિએ લાલ ડ્રેસ પહેર્યો છે. બંનેના આ વીડિયોને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. સમાચાર લખવાના સમય સુધીમાં આ વીડિયોને અત્યાર સુધીમાં 69 હજાર જેટલી લાઈક્સ મળી છે.

સુરભી-સમૃધિ બંને ‘ટિક ટોક’ ની લોકપ્રિય સ્ટાર છે. ‘ટિક ટોક’ પર લગભગ એક મિલિયન ફોલોઅર્સ છે ખાસ વાત છે કે આ બંને ફક્ત ‘ટિક ટોક’ પર જ નહીં, પણ ઇન્સ્ટાગ્રામ પર પણ પ્રખ્યાત છે. આ બંનેના ઇન્સ્ટાગ્રામ પર 90 હજાર ફોલોઅર્સ પણ છે. સુરભી અને સમૃધિ મોડલિંગ સાથે સંકળાયેલા છે અને ઘણી બ્રાન્ડ્સને પ્રમોચ પણ કરે છે. તે બન્ને બહેનો ખૂબ જ સુંદર છે અને તેમની ડ્રેસિંગ સેન્સ પણ એકદમ સ્ટાઇલિશ છે. આ બંને ઈન્સ્ટાગ્રામ પર તેમના વીડિયો અને તસવીરો પોસ્ટ કરતી રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *