ફક્ત એક યાત્રીને મુંબઈથી દુબઈ લઈને પહોંચ્યું પ્લેન, અને એ પણ આપણા ગુજરાતી હો

24 એપ્રિલે યુએઈએ ભારતના મુસાફરો માટે પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. પરંતુ કેટલાક વર્ગોમાં હજી પણ દેશમાં ઉડાનની મંજૂરી છે. આમાં રાજદ્વારી મિશનના સભ્યો, ગોલ્ડન વિઝા ધારકો, સંયુક્ત આરબ અમીરાતના નાગરિકો અને મુસાફરોને મુક્તિ આપવામાં આવે છે અને યુએઈના અધિકારીઓ દ્વારા પ્રવેશની મંજૂરી આપવામાં આવે છે. આ દરમિયાનમાં એવા સમાચાર છે કે તાજેતરમાં જ અમીરાતે ફ્લાઇટે ઉડાન ભરી અને આ ફ્લાઇટમાં માત્ર એક જ મુસાફરે મુંબઇથી દુબઇ ની યાત્રા કરી.

image source

મુંબઇ એરપોર્ટના સૂત્રોએ એએનઆઈને જણાવ્યું હતું કે, મુંબઇ એરપોર્ટથી દુબઇ જઇ રહેલી EK-501 એમીરેટ્સની ફ્લાઇટ એક મુસાફર સાથે ઉડાવવામાં આવી. ફ્લાઇટ સવારે સાડા ચાર વાગ્યે ઉપડી હતી. આ બાબતે જ્યારે એરલાઇન્સનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે એરલાઇન્સના જવાબદાર અધિકારીએ કંઈપણ બોલવાની ના પાડી.

તે જ સમયે જે વ્યક્તિએ અમીરાત એરલાઇન્સની ફ્લાઇટમાં એકલા મુંબઇથી દુબઇની મુસાફરી કરી છે તે દુબઈ સ્થિત સ્ટારગેમ્સ ગ્રુપના સીઇઓ ભાવેશ ઝવેરી છે અને તે ગોલ્ડન વિઝા ધારક છે. તે જ સમયે, તે એકમાત્ર મુસાફરો હતા જેમણે મુબઈથી દુબઈ માટે EK 501 માં સફર કરી. વન સાઈડ મુસાફરી માટે Dh909 ની ચુકવણી કરી.

image source

આ સાથે ઝવેરીએ કહ્યું, આજે હું ખાસ છું કારણ કે મુંબઇથી દુબઈ જતી અમીરાતની ફ્લાઇટમાં હું એકમાત્ર મુસાફર છું. તેઓ મુંબઈ-દુબઈ રુટના ફ્રિકવન્ટ ફ્લાયર છે, અને છેલ્લા 20 વર્ષમાં 240થી વધુ વાર ટ્રાવેલ કરી ચૂક્યા છે. જોકે, પહેલીવાર તેમનું સ્વાગત તાળીઓના ગડગડાટ સાથે કરવામાં આવ્યું હતું. એમિરેટ્સના કેબીન ક્રૂ દ્વારા તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યારે ક્રૂ મેમ્બર તેમને વિમાન તરફ દોરી ગયા અને એર હોસ્ટેસે તેમનું સ્વાગત ઉત્સાહ સાથે કર્યું હતું.

આ ઉપરાંત પાઇલટે પણ ફ્લાઇટમાં ઝવેરીનું સ્વાગત કર્યું અને કહ્યું કે સામાન્ય રીતે હું એક મોટી જાહેરાત કરું છું. તમે અહીં એકલા જ છો, હું તમને તે આપવા જઇ રહ્યો છું. હું તમને આખા વિમાનની મુલાકાત કરાવીશ. તો બીજી તરફ એક એરહોસ્ટેસ તો તેમની પાસે આવીને કહ્યું કે, અમને લાગ્યું કે એકલા મુસાફરી કરવામાં તમને ડર લાગશે. તેમને કયા નંબરની સીટ પર બેસવું છે તેનો ઓપ્શન પણ આપવામાં આવ્યો હતો, અને ભાવેશભાઈએ પોતાના લકી એવા 18 નંબરની સીટ પસંદ કરી હતી. તમને જણાવી દઇએ કે, યુએઈએ કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે એન્ટ્રી પર પ્રતિબંધ લગાવી દીધો છે.

image source

તમને જણાવી દઈએ કે, ભાવેશભાઈ ઝવેરી જે એરક્રાફ્ટમાં મુંબઈથી દુબઈની મુસાફરી કરી તે બોઈંગ 777ની ગણના દુનિયાના સૌથી મોટા ટ્વીન એન્જિન એરક્રાફ્ટ તરીકે થાય છે અને તેનું વજન 17 ટન છે. તમને જાણાને આશ્ચર્ય થશે કે મુંબઈથી દુબઈ પહોંચવા માટે તેમાં 8 લાખ રુપિયાનું ફ્યુઅલ બાળવું પડે છે અને આ મુસાફરીમાં અઢી કલાકનો સમય લાગે છે.

image source

હવે તમને સવાલ થતો હશે કે આ ઘટના કેવી રીતે બની. તમને જણાવી દઈએ કે, ભારતમાં કોરોનાની બીજી સહેર આવી ત્યારથી ઘણા દેશોએ ભારતીયોની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવી દીધા છે, એટલુ જ નહી ઘણા દેશોએ ફ્લાઈટ્સ પણ બંધ કરી દીધી છે. જેમા યુએઈનો પણ સમાવેશ થાય છે પરંતુ યુએઈના નાગરિકો તેમજ ગોલ્ડન વિઝા ધરાવતા લોકોને તેમા ખાસ છૂટ આપવામાં આવી છે. તો બીજી તરફ દુબઈથી આવતી ફ્લાઈટ પર ભારતમાં કોઈ પ્રતિબંઘો નથી. જેથી આ ફ્લાઈટ દુબઈથી તો અહીં આવી ગઈ હતી, પરંતુ ઉપરોક્ત બે કેટેગરી સિવાય બીજા કોઈ પેસેન્જર તેમાં મુસાફરી કરી શકે તેમ નહોતા. તમને જણાવી દઈએ કે ભાવેશભાઈ ઝવેરી યુએઈના ગોલ્ડન વિઝા ધરાવે છે, અને તેમણે રેગ્યુલર ફ્લાઈટ સસ્પેન્ડ થયા બાદ હજુ એક સપ્તાહ પહેલા જ આ ફ્લાઈટની ટિકિટ બુક કરાવી હતી.

image source

તો બીજી તરફ આ અંગે ભાવેશભાઈએ જણાવ્યું હતું કે, મોટા ભાગે તેઓ બિઝનેસ ક્લાસમાં યાત્રા કરે છે, પરંતુ આ વખતે તેમને થયું કે, આમ પણ કોરોનાકાળમાં દુબઈ જનારા વધુ લોકો નહીં હોય તેથી તેમણે ઈકોનોમી ક્લાસની ટિકિટ બુક કરાવી. આ મુસાફરી માટે તેમણે ઈકોનોમી ક્લાસની ટિકિટ લીધી હતી, જેના માટે માત્ર રૂ. 18,000 ચૂકવવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, જ્યારે સવારે 4.30 વાગ્યે ટેક-ઓફ કરનારી ફ્લાઈટમાં જવા માટે એરપોર્ટ પહોંચ્યા ત્યારે તેમને અંદર પ્રવેશ આપવાની પણ મનાઈ કરી દેવામાં આવી જેનુ કારણે એ હતું કે તેમની ટિકિટ પર તારીખ તો લખી જ નહોતી.

image source

ત્યાર બાદ તેમણે એન્ટ્રન્સની બહાર ઉભા રહીને અમિરાતની ઓફિસમાં ફોન કર્યો તો તેમને કહેવામાં આવ્યું કે ફ્લાઈટ નંબર EK501નો આખોય સ્ટાફ માત્ર તેમની જ રાહ જોઈ રહ્યો છે. આ સાંભળી તેઓ પણ એક પળ માટે ચોંકી ગયા. નોંધનિય છે કે, આખી ફ્લાઈટમાં માત્ર એક જ મુસાફર હોય તેવી ઘટના ભૂતકાળમાં પણ ઘણીવાર સામે આવી ચૂકી છે. જોકે, કોરોના સમયગાળામાં ઘણા દેશો દ્વારા લગાવામાં આવેલા પ્રતિબંધોના કારણે આવા કિસ્સા બનતા રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *