“સાથ નિભાના સાથિયા”ની રાશિ આજે જીવે છે કંઇક આવી જીંદગી, જોઇ લો તસવીરોમાં તમે પણ

મિત્રો, વર્ષ ૨૦૨૦મા થયેલા લોકડાઉનના કારણે ઘણા બધા લોકો તેમના ઘરોમા કેદ થઈ ગયા હતા. આ સમયે અનેકવિધ લોકો બેરોજગાર બન્યા હતા. આ સમય દરમિયાન લોકોના મનોરંજન માટે રામાયણ ફરી એકવાર દૂરદર્શન પર ટેલિકાસ્ટ કરવામાં આવી હતી. કોઈને પણ અપેક્ષા નહી હોય કે, આ રામાયણ આ સમયે ટી.આર.પી. ના તમામ રેકોર્ડ તોડી નાખીને એક નવો વિક્રમ સર્જશે.

image source

તેની સફળતા જોઈને અન્ય ખાનગી ચેનલ દ્વારા પણ ટેલીવિઝન પર પોતાના જુના શો બીજી વખત બતાવવાનુ શરૂ કર્યુ. આ સમયે એક શો નો સંવાદ ખૂબ જ પ્રખ્યાત બન્યો હતો. અમે અહી વાત કરી રહ્યા છીએ સ્ટાર પ્લસ ચેનલ પર ખુબ જ લોકપ્રિય બનેલી સિરિયલ ‘સાથ નિભાના સાથિયા’ વિશે. આ શો ના ડાયલોગનો વીડિયો હાલ થોડા સમય પહેલા જ સોશિયલ મીડિયા ખુબ જ વાયરલ થયો હતો અને આ સીરીયલના ચાહકોને ભરપૂર મનોરંજન મળ્યુ હતુ.

image source

આ વાયરલ વીડિયોમા આ ટીવી સીરિયલનુ એક મહત્વપૂર્ણ પાત્ર રાશી મોદી એટલે કે અભિનેત્રી રૂચા હસબનીસ પણ જોવા મળી હતી. આ શો મા તેમની ભૂમિકા ખુબ જ મહત્વની હતી. આજે તે ૩૩ વર્ષની છે. તેણીનો જન્મ ૮ ફેબ્રુઆરી, ૧૯૮૮ના રોજ મુંબઇમા થયો હતો.

તેણીએ વર્ષ ૨૦૦૯મા મરાઠી ટીવી સિરીઝ ‘ચૌર ચૌગી’ થી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી પરંતુ, વર્ષ ૨૦૧૦મા સ્ટાર પ્લસ પર શરૂ થયેલા શો ‘સાથ નિભાના સાથિયા’ થી તેને ઘરે-ઘરે ઓળખ મળી. તમને જણાવી દઈએ કે, તેણી છેલ્લે વર્ષ ૨૦૧૩મા નચ બલિયેની સીઝન-૬ મા જોવા મળી હતી.

image source

આમાં તેણે વિશાલ સિંહ સાથે ડાન્સ પરફોર્મન્સ આપ્યો હતો. ટીવી પરથી ડેઇલી સોપની દુનિયાને અલવિદા કહી દીધા બાદ તેણીએ ૨૬ જાન્યુઆરી, ૨૦૧૫ ના રોજ બોયફ્રેન્ડ રાહુલ જગદલ સાથે લગ્ન કર્યાં હતા. આ બંનેના લગ્ન મહારાષ્ટ્રિયન રીતી-રિવાજો સાથે થયાં હતાં.

image source

લગ્નના ચાર વર્ષ પછી જ તેણીએ ડિસેમ્બર ૨૦૧૯મા એક ખુબ જ સુંદર પુત્રીને જન્મ આપ્યો. તેણી તેની ગર્ભાવસ્થા દરમિયાન પોતાની એક-એક તસવીર શેર કરતી હતી. માતા બન્યાની ખુશી તેણે સોશિયલ મીડિયા પર સૌ કોઈ સાથે શેર કરી હતી. ફોટો શેર કરતી વખતે તેણે કેપ્શન માં લખ્યું હતું, અમારી ખુશી ૧૦/૧૨/૧૯ ના રોજ આવી. તે મારી આ બેબી ગર્લ છે.

image source

જ્યારે આ અભિનેત્રીએ આ શો છોડ્યો હતો ત્યારે શોની ટીઆરપી ઘણી વધારે હતી. તેણીએ તેના નવા અભ્યાસને આગળ વધારવા માટે આ શો છોડી દીધો. આજે તે પોતાના પતિ સાથે ખુશહાલ જીવન જીવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!