શાહરુખ ખાનનું લોકડાઉનનું ગીત થયું વાયરલ, ખૂબ જ ફની પણ સમજવા જેવા છે ગીતના શબ્દો.

બૉલીવુડ સેલિબ્રિટી સોશિયલ મીડિયા પર હંમેશા છવાયેલા રહે છે. એમના વિડીયો અને ફોટા વાયરલ થતા રહે છે. હાલ શાહરુખ
ખાનનો એક વિડીયો પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં શાહરુખ ખાન પોતાના દીકરા અબરામ ખાન સાથે લોકડાઉન વિશેનું
ગીત ગાતા દેખાઈ રહ્યા છે.

image source

આ ગીતમાં શાહરુખ ખાન ગાઈ રહ્યા છે કે દેખો દેખો ટાઈમ કિતના બુરા ચલ રહા હે, એસઆરકે ભી સિંગર બન રહા હે. પહેલે
એક્ટિંગ સે બનાયા અભી સિગિંગ સે બનાયેગા. એ લોકડાઉન ઓર ક્યાં ક્યાં દિન દિખાયેગા. આ દરમિયાન કિંગ ખાનનો દીકરો
અબરામ પોતાના પિતા સાથે મસ્તી કરતો દેખાય છે. વીડિયોમાં અબરામ ડાન્સ સ્ટેપ પણ કરી રહ્યા છે. જેને ફેન્સ ખૂબ જ પસંદ કરી
રહ્યા છે.

image source

તમને જણાવી દઈએ કે શાહરુખ ખાનનો આ વીડિયો ગયા વર્ષે કોવિડ 19 વિરુદ્ધની લડતમાં યોગદાન માટે બોલિવુડે ફેસબુક પર
લાઈવ કોન્સર્ટ કર્યું હતું એનો છે અને આ વીડિયોને આ વર્ષે વિરલ ભયનાનીએ શેર કર્યો છે જેને સોશિયલ મીડિયા યુઝર્સ ખૂબ જ
પસંદ કરી રહ્યા છે. આ કોન્સર્ટ આઈ ફોર ઇન્ડિયામાં લગભગ 85 ભારતીય તેમજ વૈશ્વિક કલાકારોના ગીત, કવિતા, વાદન અને
અંગત મેસેજ પ્રસારિત કરવામાં આવ્યા હતા. અને આ જ કોન્સર્ટમાં શાહરુખ ખાન અને એમના દીકરાએ આ લોકડાઉન સોન્ગ પર
પરફોર્મન્સ કર્યું હતું.

શાહરુખ ખાને એ સમયે આ વીડિયો ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. કિંગ ખાન આ વીડિયોમાં એક અલગ અંદાજમાં
ગીત ગાતા દેખાઈ રહ્યા હતા. ગીતના શબ્દો સબ સહી હો જાયેગા. એમને વિડીયોન કેપ્સનમાં લખ્યું હતું કે હવે ભાઈ લોકડાઉનમાં
મને ગાતાં પણ સહન કરવો પડશે. આ ગીતને બાદશાહે કમ્પોઝ કર્યું હતું.

image source

તમને જણાવી દઈએ કે આ કોન્સર્ટમાં અમિતાભ બચ્ચન, ગુલઝાર, એઆર રહેમાન, બ્રાયન એડમ્સ, વિલ સ્મિથ, સોનુ નિગમ,
ઋત્વિક રોશન, નિક જોનસ, વિકી કૌશલ, આયુષ્યમાન ખુરાના, કપિલ શર્મા, ઉસ્તાદ અમજદ અલી ખાન, અનુષ્કા શંકર, પ્રિયંકા
ચોપરા, આમિર ખાન, અનિલ કપૂર, રણવીર સિંહ, અભિષેક બચ્ચન જેવા કલાકારોએ ભાગ લીધો હતો. ગિવ ઇન્ડિયા પ્લેટફોર્મને
ફંડ આપીને મદદ કરવા માટે આ ઇવેન્ટમાં કલાકારોએ i can, i will, i must help સ્લોગન બોલીને મદદની અપીલ કરી હતી.

આ ઇવેન્ટ પાછળ કરણ જોહર, ફરહાન અખ્તર અને જોયા અખ્તરની મુખ્ય ભૂમિકા હતી. બોલિવુડના બધા જુના નવા કલાકારોએ
એના સ્પોર્ટમાં પોતાના ઘરેથી વિડીયો રેકોર્ડ કર્યો. ગિવ ઇન્ડિયાએ આ ઇવેન્ટ દ્વારા 6 કરોડ રૂપિયા ભેગા કરવાનું લક્ષય રાખ્યું હતું.

image source

13 હજારથી વધુ લોકોએ ફેશબુક દ્વારા કોરોના પીડિતની મદદ માટે પૈસા ડોનેટ કર્યા હતા. આ રાશિ ફક્ત ઓનલાઇન ડોનેશનની છે.

એ સિવાય ઘણા લોકોએ ઓફલાઇન કરોડો રૂપિયા ડોનેટ કર્યા હતા.