પ્રિયંકા છે આટલાં કરોડની માલિક, પ્રિયંકા-નિકની નેટવર્થ સાંભળીને તમે પેઢીઓનો વિચાર કરવા લાગશો!

પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝનાં પાવરફુલ કપલ્સ છે અને તે દેશમાં જ નહીં પરંતુ દુનિયાભરના સૌથી વધુ પસંદ કરવામાં આવતી જોડી છે. પ્રિયંકા ચોપડા એક આઇકોન છે તે બોલિવૂડ સાથે હોલિવૂડમાં પણ સારી પકડ ધરાવે છે તો બીજી તરફ નિક જોનાસે પણ તેના મ્યુઝિક વીડિયોથી ખૂબ નામ બનાવ્યું છે. આ સાથે બંનેની ઉદારતા પણ કોઈથી છુપાયેલી નથી. આ કપલ હંમેશાં લોકોની મદદ માટે આગળ હોય છે ત્યારે તાજેતરનાં કોરોના સમયગાળામાં પણ આ કપલ લોકોની મદદ માટે આગળ આવ્યું છે. અહીં પ્રિયંકા અને નિકની નેટવર્થ કેટલી છે તે બાબતો પર વાત કરવામાં આવી છે.

image source

પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ પ્રોફેશનલી ખૂબ વ્યસ્ત છે અને બંનેની પ્રેક્ષકોમાં ખૂબ લોકપ્રિયતા પણ છે. જીક્યુ મેગેઝિન 2020નાં રિપોર્ટ મુજબ પ્રિયંકા અને નિક મળીને 734 કરોડ રૂપિયાના માલિક છે. આમ તો કોરોના મહામારી ચાલુ થઈ ત્યારથી જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ ઠપ થઈ ગઈ હોય તેવી હાલત છે. આ સ્થિતિમાં કોઈ ફિલ્મનું શૂટિંગ પણ ચાલી રહ્યું નથી જેથી એકટરોની કમાણી પણ બંધ છે. પરંતુ જો વાત કરવામાં આવે વર્ષ 2019ની તો પ્રિયંકા ચોપડા લગ્ન પછી કમ બેક કર્યું હતું. મળતી માહિતી મુજબ વર્ષ 2014માં પ્રિયંકા 23.4 કરોડ રૂપિયાની કમાણી સાથે ભારતમાં સૌથી વધુ કમાણી કરનારા એકટરની યાદીમાં 14મા ક્રમે હતી.

આ સાથે વાત કરીએ બોલિવૂડની ફિલ્મોમાં પ્રિયંકાની ફી કેટલી છે તેનાં વિશે તો અભિનેત્રી પ્રિયંકા ચોપરા એક તરફ હોલીવુડની ફિલ્મોનું મોટું નામ બની ગઈ છે અને બોલિવૂડની ફિલ્મોમાં ઓછી જોવા મળી રહી છે તેમ છતાં આજે પણ તેને બોલિવૂડની ટોચની અભિનેત્રી ગણવામાં આવે છે. તે સ્ટેજ પરફોર્મન્સ માટે ખૂબ ચાર્જ લે છે. પ્રિયંકા ચોપરાનાં ફેન ફોલોવિંગ હવે દુનિયાભરમાં છે પ્રિયંકા જે સ્ટેજ પરફોર્મન્સનો ભાગ બની જાય છે ત્યાં હજારો લોકો તેને જોવા માટે ઉમટી પડે છે. એક રિપોર્ટ મુજબ જાણવાં મળ્યું છે કે પ્રિયંકા દરેક સ્ટેજ પરફોર્મન્સ માટે 4 થી 5 કરોડ લે છે. પ્રિયંકા એ આ ક્ષેત્રે તેની કારકિર્દીમાં ઘણી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે અને આમ તો તેને બોલિવૂડથી જ નામનાં મેળવી છે.

image source

મળતી માહિતી મુજબ અભિનેત્રી બોલીવુડની ફિલ્મમાં કામ કરવા માટે લગભગ 12 કરોડ રૂપિયા લે છે. પ્રિયંકા હોલીવુડમાં કારકિર્દી શરૂ કર્યા પછી નિર્માતા તરીકે પણ કામ કરી રહી છે. આ સાથે હવે તે પીપીપી (પર્પલ પેબલ પીચર્સ) નામની કંપની ચલાવે છે. પ્રિયંકા આ આ કંપની દ્વારા પણ ઘણી આવક મેળવી રહી છે. આ અગાઉ વર્ષ 2016 માં તેની ફિલ્મ વેન્ટિલેટર 35 કરોડના બજેટમાં તૈયાર કરવામાં આવી હતી. પરંતુ આ ફિલ્મે લગભગ 250 કરોડની જોરદાર કમાણી કરી હતી. આ સિવાય તેની ફિલ્મ સ્કાય ઇઝ પિંક પણ આ પ્રોડક્શન હાઉસ હેઠળ બનાવવામાં આવી હતી. આ ફિલ્મે પણ 344 મિલિયનની કમાણી કરી હતી.

image source

આ સિવાય પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ ઘણી એડ પ્રોજેક્ટ્સનો ભાગ છે અને તેઓ ઘણી કંપનીઓના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. આ સાથે તે બ્લેન્ડર પ્રાઇડ, લિફ મોબાઇલ્સ અને પેંટેન જેવી કંપનીનો ચહેરો બની ચૂકી છે. આ રીતે જો પ્રિયંકાની આવકના તમામ સ્ત્રોત ભેગા કરવામા આવે અભિનેત્રી એક વર્ષમાં લગભગ 73 કરોડ રૂપિયા કમાય છે.

image source

મળતી માહિતી મુજબ નિક જોનાસ તેના બોય બેન્ડ ગ્રુપ જોનાસ બ્રધર્સ દ્વારા તેના આલ્બમ્સ અને મ્યુઝિક વીડિયો લોંચ કરે છે. આ સિવાય તે ડિઝની ચેનલ્સની ફિલ્મોનો પણ ભાગ રહી ચૂક્યો છે. તેની નેટવર્થ વિશે વાત કરીએ તો સેલિબ્રિટીની નેટવર્થ પ્રમાણે તે લગભગ 367 કરોડ રૂપિયાના માલિક છે.

प्रियंका चोपड़ा
image source

પ્રિયંકા અને નિક જોનાસ આલિશાન બંગલો અને કારો ધરાવે છે. પ્રિયંકા ચોપડા અને નિક જોનાસે લગ્ન બાદ 144 મિલિયન રૂપિયાનું મેંશન ખરીદ્યું હતું. આ સિવાય તેની પાસે 1 કરોડ 18 લાખની કિંમતની મર્સિડીઝ અને અન્ય બીએમડબ્લ્યુ, એક ઓડી, કાર્મા ફિસ્કર, Chevrolet Camaro, Dodge Challenger R/T છે. પ્રિયંકા ચોપડા સાથે જોડાયેલી હોલીવૂડની વાત કરીએ તો હોલીવૂડ ઇન્ડસ્ટ્રીમાં પણ પ્રિયંકાનું સારું નામ છે.

image source

તેણે વર્ષ 2015માં ફિલ્મ બેવોચથી હોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. આ પછી તે ક્વાંટિકો ડ્રામા સિરીઝમાં જોવા મળી હતી. એક રિપોર્ટ્સ દ્વારા જાણવા મળ્યુ છે કે અભિનેત્રીએ આ ટીવી સિરીઝનાં દરેક એપિસોડ માટે 3 કરોડ રૂપિયા ચાર્જ વસૂલ કર્યો હતો અને આજે પણ તે મોટા હોલીવૂડ પ્રોજેક્ટ્સનો એક ભાગ છે. આવનાર સમયમાં તે ટેક્સ્ટ ફોર મી અને મેટ્રિક્સ 4 ફિલ્મોમાં જોવા મળશે.