અમેરિકાના રેસ્ટોરન્ટમાં છે અજીબોગરીબ નિયમ, માસ્ક પહેરેલા લોકોએ આપવા પડે છે એકસ્ટ્રા રૂપિયા

વૈશ્વિક મહામારી કોરોના વાયરસથી બચવા માટે આખું વિશ્વ માસ્કને ખૂબ મહત્વનું માની રહ્યું છે. કારણ કે કોરોના ચેપ ફક્ત ચેપગ્રસ્ત વ્યક્તિની ખાંસી અથવા છીંક દ્વારા જ ફેલાય છે, આવી સ્થિતિમાં, માસ્ક સૌથી અસરકારક બચાવનો ઉપાય છે. જો કોઈ વ્યક્તિ ખાંસી, છીંક અથવા ચીસો પાડે છે, તો તેના મોં અને નાકમાંથી ઘણા ડ્રોપલેટ્સ બહાર નિકળે છે અને હવામાં ફેલાય છે, જેનાથી ચેપનું જોખમ વધી જાય છે.

image source

363 રૂપિયાનો વધારાનો ચાર્જ ચૂકવવો પડે છે

આવી સ્થિતિમાં, માસ્ક મોટા પ્રમાણમાં સુરક્ષા પ્રદાન કરે છે. જીવલેણ કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે ભારત સહિત ઘણા દેશોએ જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. આપણા દેશના ઘણા રાજ્યોમાં, માસ્ક ન પહેરવા બદલ દંડ પણ વસુલવામાં આવે છે. પરંતુ અમેરિકામાં એક રેસ્ટોરન્ટ માલિકે માસ્ક અંગે એક વિચિત્ર નિયમ બનાવ્યો છે.

image source

માસ્ક પહેરીને રેસ્ટોરન્ટમાં આવતા ગ્રાહકોએ 5 ડોલર (લગભગ 363 રૂપિયા)નો વધારાનો ચાર્જ ચૂકવવો પડે છે. આ નિયમ અંગે રેસ્ટોરન્ટના માલિકનું કહેવું છે કે લોકડાઉનને કારણે ‘સામૂહિકરૂપથી થયેલા નુકસાનની ભરપાઈ કરવા ગ્રાહકોએ આ ચુકવણી કરવી જોઈએ.

એકત્રિત થયેલ નાણાં ચેરિટીમાં જશે

image source

હકીકતમાં, કેલિફોર્નિયાના મેન્ડોસિનોમાં ફિડલહેડ કાફેના માલિક ક્રિસ કેસલનું માનવું છે કે લોકો માત્ર સમાજની સુધારણા માટે માસ્ક પહેરે છે. આવા લોકોને 5 ડોલરનો વધારાનો ચાર્જ ચૂકવવામાં કોઈ તકલીફ રહેશે નહીં. આ વધારાના ચાર્જમાંથી એકત્રિત થયેલ નાણાં ચેરિટીમાં જશે. મને નથી લાગતું કે સમાજની સંભાળ રાખવાનો દાવો કરનારા માસ્ક પહેરેલા લોકો પાસેથી ચેરિટી માટે 5 ડોલર મેળવવી એ મોટી રકમ છે.

image source

જીવલેણ કોરોના વાયરસના ચેપને ફેલાવવા માટે રોકવામાં આવેલા લોકડાઉનથી રેસ્ટોરન્ટના વ્યવસાયને ખૂબ અસર થઈ છે. આવી સ્થિતિમાં તેની અસર કેસલમેનના વ્યવસાયને પણ થઈ છે. લોકડાઉનને કારણે થતા નુકસાનની ભરપાઇ માટે આવા પગલા લેવામાં આવ્યા છે.

કેસલમેન વ્યક્તિગત રૂપે માસ્ક પહેરવાની તરફેણમાં નથી

image source

તમને જણાવી દઈએ કે કેસલમેન વ્યક્તિગત રૂપે માસ્ક પહેરવાની તરફેણમાં નથી. તેમનું કહેવું છે કે મોટાભાગના ગ્રાહકો તેમના જેવી જ માનસિકતા રાખે છે. ‘કેસ્ટલમેન કહે છે,’ હું તેઓને તેમના પસંદના નિર્ણય લેવાની સ્વતંત્રતા આપું છું. એટલું જ નહીં, કેસલમેન માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવવું સરકારના ‘બિનઅસરકારક’ પગલાઓના ભાગરૂપે માને છે. જો કે હાલમાં આ વિચિત્ર નિયમથી આ રેસ્ટોરન્ટ સમગ્ર અમેરિકામાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ વિશે લોકો સોશિયલ મીડીયાના માધ્યમથી વિવિધ પ્રકારની કોમેન્ટો કરી રહ્યા છે.