GPSC દ્વારા 1427 જગ્યા માટે જાહેરાત, જાણો કઇ-કઇ જગ્યાઓ માટે પડી છે ભરતી, સાથે જાણો A TO Z માહિતી

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)એ રાજ્યમાં થનારી સરકારી નોકરીની ભરતીનું કેલેન્ડર બહાર પાડ્યું છે. રાજ્યમાં શિક્ષિત બેરોજગારો અને યુવાનો-યુવતીઓ માટે સરકારી નોકરી માટે વર્ગ 1, 2 અને 3ની 1427 જગ્યા માટે ભરતી કરવાની જાહેરાત કરી છે. જેમાં રાજ્ય સરકારની સેવાઓ, ગુજરાત ખનિજ વિકાસ નિગમ લિ. અને ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ માટે 16 માર્ચથી 31 માર્ચ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. GPSCની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે આજે એક ખુશખબર મળી રહ્યા છે. GPSC દ્વારા સરકારના વિવિધ વિભાગો હેઠળની વર્ગ-1, 2 અને વર્ગ ‌-3ની કુલ 1427 જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. જેમાં ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા તબીબી અધિકારી, વર્ગ-2ની 1000 જગ્યાઓ, વિવિધ વિષયના ટ્યુટર, ગુજરાત તબીબી સેવાનો સમાવેશ થાય છે.

image source

GPSCની વર્ગ- 2ની ભરતીમાં 75 જગ્યાઓમાં નાયબ સેક્શન અધિકારી, (કાયદાકીય બાજુ) અને વર્ગ-3ની 19 જગ્યાઓમાં રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-3ની 243 જગ્યાઓ, ચીફ કેમીસ્ટ, વર્ગ-1ની એક જગ્યા, ખેતી ઇજનેર, વર્ગ- 2ની 04 જગ્યાઓ, સરકારી હોમિયોપેથી
કોલેજો ખાતે વિવિધ વિષયના લેક્ચરરની કુલ-03 જગ્યાઓ, સરકારી મેડીકલ કોલેજો ખાતે વિવિધ વિષયોના પ્રાધ્યાપકોની કુલ-10 જગ્યાઓ, સહપ્રાધ્યાપકોની કુલ-07 જગ્યાઓ, મદદનીશ પ્રાધ્યાપકોની કુલ-65 જગ્યાઓ, એમ કુલ-1427 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ઉપરોક્ત જાહેરાતો અન્વયે તા.16/03/2021 (13.00 કલાક) થી તા.31/03/2021 (13.00 કલાક) સુધીમાં અરજી કરી શકાશે. ગુજરાત જાહેર સેવા આયોગે જાહેરાતની સાથે ઉમેદવારોને શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

image source

રાજ્ય સરકારે વિવિધ વિભાગોમાં ભરતી પ્રક્રિયાનો દોર શરૂ કર્યો છે. સરકારના વિવિધ વિભાગોની 1427 જગ્યાઓ માટે ભરતી બહાર પડાઇ છે. GPSCએ વર્ગ-1, 2 અને 3ની જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરી છે. રાજ્ય સરકારે તબીબી અધિકારી, વર્ગ-2ની 1000 જગ્યાઓ માટે જાહેરાત બહાર પડાઇ છે. વિવિધ વિષયના ટ્યુટર, ગુજરાત તબીબી સેવા માટે પણ જાહેરાત કરાઈ છે. આ સાથે જ નાયબ સેક્શન અધિકારી, ખેતી ઇજનેર, રાજ્ય વેરા નિરીક્ષક, ચીફ કેમીસ્ટ ભરતી માટે જાહેરાત બહાર પડાઇ છે તેમજ સરકારી હોમિયોપેથી કોલેજો ખાતે વિવિધ વિષયના લેક્ચરર માટે પણ GPSC ભરતી કરાશે.

વર્ગ- 3ની 19 જગ્યાઓ રાજ્ય વેરા નિરીક્ષક માટે

image source

વર્ગ- 3ની 19 જગ્યાઓ રાજ્ય વેરા નિરીક્ષક માટે, વર્ગ-3ની 243 જગ્યાઓ ચીફ કેમીસ્ટ માટે અને વર્ગ-1 ની એક જગ્યા ખેતી ઇજનેર માટે, વર્ગ- 2ની 04 જગ્યાઓ, સરકારી હોમિયોપેથી કોલેજો ખાતે વિવિધ વિષયના લેક્ચરરની કુલ-03 જગ્યાઓ, સરકારી મેડીકલ કોલેજો ખાતે
વિવિધ વિષયોના પ્રાધ્યાપકોની કુલ-10 જગ્યાઓ, સહપ્રાધ્યાપકોની કુલ-07 જગ્યાઓ, મદદનીશ પ્રાધ્યાપકોની કુલ-65 જગ્યાઓ એમ કુલ-1427 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

પોલીસ વિભાગમાં પણ અલગ-અલગ જગ્યા પર ભરતીની જાહેરાત

image source

અત્રે ઉલ્લેખનીય છે કે, આ સાથે જ લાંબા સમયથી ગુજરાતમાં પોલીસની ભરતીની રાહ જોઇ રહેલા યુવાનો માટે પણ રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે. ગુજરાત પોલીસ વિભાગમાં પણ અલગ-અલગ જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે અને તેના ફોર્મ ભરવાની તારીખ પણ જાહેર કરી દેવાઈ છે. રાજ્યના પોલીસ બેડામાં મોટી ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે.

પોલીસ બેડામાં 1382 ખાલી જગ્યાઓ માટે ભરતી કરાશે. બિન હથિયારધારી PSIની 202 જગ્યા, બિન હથિયારધારી મહિલા PSIની 98 જગ્યાઓ અને હથિયારધારી PSIની 72, પુરૂષ ઈન્ટેલિજન્ટ ઓફિસરની 18 જગ્યા માટે ભરતી કરાશે.

ઓનલાઈન અરજી એડિટેબલ છે

image source

GPSC દ્વારા યોજાનારા ભરતી પ્રક્રિયાની ઓનલાઈન અરજી હોવાથી ઉમેદવારોએ એક જાહેરાતમાં એક જ અરજી કરવી તેમ જણાવ્યું છે. તેમાં કોઈ ભૂલચૂક રહી જાય તો તેને આપેલી તારીખોની વચ્ચે એડિટ વિકલ્પ પસંદ કરીને ફરી સુધારી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!