કોરોના શું હોય છે? આખા વિશ્વમાં કોરોનાના હાહાકાર પછી ચીન કરી રહ્યું છે આવા જલસા, આ તસવીર જોઇને પેટનું પાણી હલી જશે

ચીનના બેઇજિંગમાં ગ્રેટ વોલ પર આવેલા હજારો પ્રવાસીઓએ બધાને આશ્ચર્યચકિત કર્યા છે. આ પ્રવાસોમા તમને કોરોનાનો એક પણ નિયમ પાળતા કોઈ જોવા નહીં મળે. સામાજિક અંતરને અનુસરતાં પણ દેખાતા નથી અથવા તો માસ્ક પહેરેલું પણ કોઈ નથી. લોકો ભીડમાં કોઈની ફિકર વગર જ ફરી રહ્યા છે. આ તસવીર ચીનથી સામે આવી છે અને હવે ખલબલી મચી ગઈ છે. મોટાભાગના લોકો તેમાં માસ્ક પહેરેલા જોવા મળ્યા ન હતા. તેની તસવીરો બહાર આવી છે, જેણે સોશિયલ મીડિયા પર ગભરાટ ફેલાવી દીધો છે.

image source

લોકોને આશ્ચર્ય થાય છે કે ચીનના લોકો વિશ્વમાં કોરોના ફેલાવીને આવી સરળતા સાથે પોતાનું જીવન જીવી રહ્યા છે તો એને શરમ પણ નહીં આવતી હોય. આ તસવીર પછી લોકો ચીનને ટાર્ગેટ પણ કરી રહ્યા છે અને મોટી મોટી ગાળો પણ ભાંડી રહ્યા છે. ચીનની ગ્રેટ વોલ વિશ્વની સાત અજાયબીઓમાં ગણાય છે. દર વર્ષે આશરે 1 કરોડ લોકો અહીં આવે છે. આમાં, પીક સીઝનમાં એક દિવસમાં 80 હજાર સુધી પ્રવાસીઓ આવે છે. આજના સમયમાં, જ્યાં વિશ્વમાં એક અઠવાડિયામાં 9 લાખ લોકો સકારાત્મક આવી રહ્યા છે, તે દરમિયાન 1 મે ના રોજ ચીનમાં, ઘણા લોકો ચીનની ગ્રેટ વોલમાં ફરવા માટે આવ્યા હતા.

image source

વિશ્વમાં કોરોના કેસ ઝડપથી વધી ગયા છે. ભારતમાં બીજી લહેરે લાશોનો ઢગલો કરી દીધો છે, પરંતુ ચીનમાં માત્ર 11 થી 12 કેસ નોંધાયા છે. મજૂર દિવસના દિવસે લોકો આનંદના મૂડમાં દેખાયા હતા. લોકોની ભીડ માત્ર ચીનની દિવાલ પર જ નહીં પણ અન્ય ઘણા પર્યટક સ્થળો પર પણ જોવા મળી હતી.

image source

તે ચીનના વુહાનથી જ કોરોના વાયરસ ફેલાયો હતો. આ વાયરસથી ચીનથી આખી દુનિયામાં હોબાળો મચી ગયો હતો. પરંતુ આજદિન સુધી ચીને જણાવ્યું નથી કે વાયરસ કેવી રીતે ફેલાયો? હવે ચીને કડક લોકડાઉન લગાવીને દેશમાં વાયરસને નિયંત્રણમાં રાખ્યો છે. જ્યારે લોકો ચીનમાં મસ્તી કરતા જોવા મળે છે, વિશ્વ હજી પણ કોરોના યુગ સાથે સંઘર્ષ કરી રહ્યું છે. હવે આ તાજી તસવીરો સાથે ચીન ફરી નિશાન પર છે. ઉલ્લેખનીય છે કે ડાર્ટમાઉથ કોલેજના મેડિસિન વિભાગના પ્રોફેસર ડો.નોર્મન પેરાડિસે જણાવ્યું હતું કે વુહાન ઈન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજી પર શંકા છે અને તે વુહાનમાં જે ઠેકાણેથી વાઈરસ પહેલી વાર ફેલાયો હોવાનું મનાય છે ત્યાંથી 16 કિમી દૂર છે. તેમણે કહ્યું કે વુહાન લેબ આ વિસ્તારમાંથી કોરોના વાઈરસ એકત્ર કરે છે અને તેને બીજા જંગલી વાઈરસ સાથે મિશ્રિત કરીને એવો વાઈરસ બનાવે છે અને ત્યાંથી ફેલાવે છે.

image source

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી એવું મનાતું હતું કે વુહાન ઈન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજીમાંથઈ કોરોના વાઈરસ ફેલાયો છે અને ડબલ્યુએચઓને પણ તેની આશંકા હતી. હાલમાં ડબલ્યુએચઓનોની ટીમ આ વાતની ખાતરી કરવા માટે વુહાન ગઈ છે અને ત્યાંથી પરિસ્થિતિનો તાગ મેળવી રહી છે. વૈજ્ઞાનિકો જણાવી રહ્યાં છે કે વુહાન ઈન્સ્ટીટ્યુટમાંથી વાઈરસ ફેલાયો હોવાની પૂરી સંભાવના છે કારણ કે વુહાન લેબોરેટરીમાં સંશોધકો બીજા ઘણા પ્રકારના કૃત્રિમ વાઈરસ પેદા કરી રહ્યાં છે અને તેને બીજા વાઈરસ સાથે મિશ્રિત કરીને ફેલાવી રહ્યાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!