શું છે એસીડ રીફ્લ્ક્ષ, કેમ જમ્યા બાદ આવે છે ખાટા ઓડકાર, જાણો તમે પણ

ખાઈને થોડીવાર આરામ કરવો જોઈએ. આડા પડવું જોઈએ. બપોરના ભોજન પછી ડાબા પડખે આડા પડી આરામ કરવો તેને વામકુક્ષિ કહે છે. જમીને તરત આરામ ન થાય તો તંદ્રા લાગુ પડે છે. જમ્યા પછી તરત ઘસઘસાટ બે-ત્રણ કલાક ઊંઘી જનારને ચરબી વધવાનો રોગ થાય છે. જમીને સો ડગલા ચાલનારનું આયુષ્ય વૃદ્ધિ પામે છે અને જે વ્યક્તિ જમીને તરત દોડે છે, તેની પાછળ મૃત્યુ પણ દોડે છે.

image source

ઓડકાર આવવા સ્વાભાવિક છે, જેમાં પેટના માધ્યમથી વધારાનો ગેસ શરીરની બહાર નીકળી જાય છે, પણ જો તમને વારંવાર ઓડકાર આવતા હોય તો, સ્થિતિ અસહજ બની જતી હોય છે. વધારે ઓડકાર આવવાના બે મુખ્ય કારણો છે. પહેલી વખત જમતી વખતે અથવા તો પાણી પીતી વધતે જરુરિયાત કરતા વધુ હવા શરીરની અંદર જવાથી, બીજું ખાવાનું સારી રીતે પચતું નથી. આમ કેટલીકવાર એટલા બધા ઓડકાર આવવા લાગે છે કે શરમમાં મૂકાવું પડે છે.

આ કારણે થાય છે:

image source

વધુ પડતા ચા, કોફી, સોપારીથી અગ્નિમાંદ્ય થતાં ગેસની સમસ્યા ઊભી થાય છે.

ઓવરઈટિંગ – ભૂખ હોય એના કરતાં વધારે ઠાંસી-ઠાંસીને જમવાની ટેવ હોય, જમ્યા પછી ઘણા તરત ચવાણુ કે ફરસાણ, મીઠાઈ ખાતા હોય છે. પહેલાંનું ખાધેલું પચ્યું ના હોય તો પણ ખાવાની આદતથી ગેસ થાય.

કઠોળને આયુર્વેદમાં દુર્જર કહ્યા છે. ચોખા, ચણા, વાલ, વટાણા, વગેરેથી ગેસ ખૂબ થાય છે. ફણગાવેલા કઠોળથી પણ ગેસ થાય છે.

દૂધ સાથે ફળો વધારે કે ખટાશ લેવાથી – વિરુદ્ધ ભોજનથી અગ્નિમંદ થતાં ગેસ થાય છે.

image source

આગળ, પ્રમાદ ગેસ થવા માટેનાં મજબૂત કારણો છે. શારીરિક શ્રમ વગરનું બેઠાડુ જીવન જીવવાથી ગેસ વધુ થાય છે.

રાત્રે મોડા જમવાથી પાચન મંદ થતાં ગેસ થાય છે.

ઉજાગરા કરવાથી પણ પાચન નબળું પડે છે. ગેસ થાય.

ચિંતા, ઉદવેગ, સતત ગુસ્સો, વગેરેની અસર જઠરાગ્નિપર પડે છે. છેવટે ગેસની સમસ્યા ઉદભવે છે.

ઘણાં દર્દીઓને લાંબા સમયથી ગેસ-અપચાની સમસ્યા હોય તેમણે કૂવ્યાદ રસ, અગ્નિમુખ ચૂર્ણ, લવણ ભાસ્કર, અજમોદાચૂર્ણ વગેરે ઔષધિઓ પણ લઈ શકાય. આ ઔષધિઓ તમારા નજીકના વૈદ્યરાજના માર્ગદર્શન હેઠળ લેવી.

વધારે પડતાં ઓડકાર આવતા હોય તો, આટલું કરો:

image source

ધીમે ધીમે ખાઓ અને પીવો. તમારો જમવાનો સમય વધારે લેવાથી તમે ઓછી હવા ગળી શકો છો. ભોજનને સરળતાથી લેવાનો પ્રયત્ન કરો; જ્યારે તમે તાણમાં હો ત્યારે ના ખાશો, કારણકે ત્યારે તમે હવા વધારે પડતી ગળી જશો, જેને લીધે વધારે પડતાં ઓડકાર આવે.

કાર્બોનેટેડ પીણાં અને બિયર ટાળો. તેઓ કાર્બન ડાયોક્સાઇડ ગેસ છોડે છે.

ગમ અને સખત કેન્ડી છોડો. જ્યારે તમે ગમ ચાવતા હો અથવા સખત કેન્ડી ચુસશો, ત્યારે તમે ઘણીવાર સાથે સાથે હવા ગળી જશો. જેને લીધે વધારે પડતાં ઓડકાર આવે.

ધૂમ્રપાન ન કરો. જ્યારે તમે ધૂમ્રપાન સાથે શ્વાસ લો છો ત્યારે, તમે હવા પણ શ્વાસમાં લો છો અને ગળી જાવ છો, આમ કરવાથી પણ વધારે પડતાં ઓડકાર આવે.

image source

તમારા ડેન્ટર્સ (જેમાં દાંત ચોંટેલા છે તે પેઢાંની પંક્તિઓ) તપાસો. જ્યારે તમે ખાતા પીતા હોવ ત્યારે નબળી રીતે ફિટિંગ થયેલાં ડેન્ટર્સ તમને વધારે હવા ગળાવી શકે છે. એ ને લીધે વધારે પડતાં ઓડકાર આવે. જમીને સોએક ડગલા ચાલો. ખાધા પછી થોડુક ચાલવાથી હવા બેસી જાય છે.

હાર્ટબર્નની સારવાર કરો. પ્રસંગોપાત, હળવા હાર્ટબર્ન, વધારે પડતાં એસિડિટી વિરુદ્ધ દવાઓનું સેવન, અથવા અન્ય દર્દોની દવાઓ કે ઉપાયો આવી ખોટી હવા પેદા કરવામાં મદદરૂપ થાય છે. જીઈઆરડી (GERD) એવી જિદ્દી બીમારી છે કે જે જલ્દીથી હટાવી શકાતી નથી. એને માટે કોઈ સારાં, અનુભવી ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટનાં નિદાનની જરૂર પડે છે. અથવા અન્ય સારવારની જરૂર પડી શકે છે. એનાં માટે માથું મારી ના રાખવું જોઈએ. અને, તપાસ કરાવવી.