BREAKING : બાઈડેને અમેરિકામાં શપથ લીધાંને ભારતનો સેન્સેક્સ 50 હજારને પાર, ઈન્વેસ્ટરો માલામાલ….

ભારતીય શેરબજારે ગુરુવારે ઇતિહાસ રચી દીધો છે. બોમ્બે સ્ટોક એક્સચેંજના સેંસેક્સએ પહેલીવાર 50 હજારનો આંક પાર કર્યો છે. તો બીજી તરફ નીફ્ટી પણ 14 અબજ પાર પહોંચી છે. યુ.એસમાં બાઇડને હુધવારે 46 માં રાષ્ટ્રપતિ કરીકે શપથ લીધા. તેની સાથે યુ.એસમાં બાઇડન યુગની સરૂઆત થઈ ગઈ. આ સત્તા પરિવર્તન પર વિશ્વભરના લોકોની નજર હતી બાઇડને આવતાની સાથે જ ટ્રમ્પના અનેક નિર્ણયને બદલી નાખ્યા અને ઐતિહાસિક પગલાં લીધા. જેનાથી ભારતીય રોકાણકારો ખુશ છે.

આ શેરોંમાં આવ્યો ઉછાળો

image source

આજે ભારતીય શેર બજારમાં બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, રિલાયન્સ સહિત ટેક મહિન્દ્રા જેવા મોટા શેરોમાં 3.68% સુધી વધારો જોવા મળ્યો છે. તમને જણાવી દઈએ કે આ પહેલા 23 મે 2019ના રોજ સેન્સેક્સે 40 હજારની સપાટી વટાવી હતી. આજે સવારે 10:12 વાગ્યે સેન્સેક્સ 258 પોઈન્ટ ઉપર આવતા જ 50,050.27 પર કારોબાર કરી કરી રહ્યો હતો. તો બીજી તરફ નિફ્ટી ઈન્ડેક્સ 74.65 પોઈન્ટ પર 14719.35 આસપાસ ચાલી રહ્યો છે. જેમા આજે ટાટા મોટર્સના શેર 4.18% નો ઉછાળો જોવા મળ્યો હતો. તો બીજી તરફ ઓટો સેક્ટરમાં તેજીના કારણે નિફ્ટી ઓટો ઈન્ડેક્સ પણ 1.24% ઉપર કારોબાર કરી રહ્યો હતો.

5 વર્ષમાં સેન્સેક્સ બમણો થઈ ગયો

image source

તમને જણાવી દઈએ કે આજે સેન્સેક્સ એક વર્ષના સૌથી નીચલા સ્તરથી લગભગ બમણા સ્તર પર કારોબાર કરી રહ્યો છે. નોંધનિય છે કે ગયા વર્ષે 24 માર્ચે સેન્સેક્સ 25,638 સુધી નીચે ગયો હતો.

image source

તો બીજી તરફ સેન્સેક્સ જૂન 2014ના રોજ પ્રથમવાર 25 હજારના સ્તરે પહોંચ્યો હતો. એટલે કે 5 વર્ષમાં સેન્સેક્સ બમણો થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે સેન્સેક્સ 2 જાન્યુઆરી 1986ના લોન્ચ કરાયો હતો. ખાસ વાત એ છે કે 1978-79માં ઈન્ડેક્સની બેઝ વેલ્યુ 100 પોઈન્ટ હતી. જો બાઈડન સત્તા પર આવ્યા બાદ રોકાણકારોને આશા છે કે તે ટૂંક સમયમાં જ નવા રાહત પેકેજને મંજૂરી આપશે.

image source

આ ઉપરાંત વિદેશી સંસ્થાગત રોકાણકારો (FII)નું રોકાણ સતત ચાલુ છે. NSDLના જણાવ્યા પ્રમાણે, જાન્યુઆરીમાં અત્યારસુધી 20,236 કરોડનું રોકાણ થયું છે. તમને જણાવી દઈએ કે 21 જાન્યુઆરીએ એશિયન પેઈન્ટ્સ, બજાજ ઓટો, બંધન બેન્ક, બાયોકોન, સાયન્ટ, SBI કાર્ડ્સ, બજાજ હોલ્ડિંગ્સ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ, ઈન્ફોસિસનાં આજે ત્રિમાસિક ગાળાનાં પરિણામો આવવાનાં છે. જેને લઈને પણ રોકાણકારો અતિ ઉત્સાહિત છે.

વૈશ્વિક બજારોમાં તેજીનો માહોલ

image source

તમને જણાવી દઈએ કે જો બાઈડનના રાષ્ટ્રપતિ બનવાની અસર ફક્ત ભારતીય શેર બજાર પર જ નહી પરંતુ વૈશ્વિક બજારોમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુરુવારે એશિયાઈ બજારો કોરિયાના કોસ્પી ઈન્ડેક્સમાં 0.92% અને હોંગકોંગના હેંગસેંગ ઈન્ડેક્સ 0.18% માં પણ તેજી જોવા મળી હતી. તો બીજી તરફ ચીનના શાંઘાઈ ઈન્ડેક્સમાં 1% અને જાપાનના નિક્કેઈ ઈન્ડેક્સમાં 0.90%ની તેજી જોવા મળી છે. આ ઉપરાંત અમેરિકન બજારોમાં પણ નેસ્ડેક ઈન્ડેક્સ 1.97% અને S&P 500 ઈન્ડેક્સ 1.39% ઉપરની સપાટીએ બંધ થયા હતા. તો બીજી તરફ યુરોપિયન માર્કેટમાં બાઈડનના શપથ ગ્રહણની અસરને પગલે તેજી જોવા મળી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત